Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 4:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યહોવા આગળથી કાઈન નીકળી ગયો, ને એદનની પૂર્વ બાજુ નોદ દેશમાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પછી કાઈન પ્રભુની સમક્ષતામાંથી ચાલ્યો ગયો અને એદનની પૂર્વે આવેલા નોદ નામના પ્રદેશમાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કાઈન ઈશ્વરની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. અને જઈને એદનની પૂર્વના નોદ દેશમાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પછી કાઈન યહોવા પાસેથી ચાલ્યો ગયો. અને એદનની પૂર્વમાં આવેલા નોદની ભૂમિમાં રહેવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 4:16
19 Iomraidhean Croise  

અને દિવસને ઠંડે પહોરે યહોવા ઈશ્વર વાડીમાં ફરતા હતા, તેમનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા ઈશ્વરની દષ્ટિથી વાડીનાં વૃક્ષોમાં સંતાઈ ગયાં.


જો, આજે તમે પૃથ્વીથી મને હાંકી કાઢયો છે. અને તમારા મોં આગળથી હું સતાઇશ, ને પૃથ્વી પર ભટકતો અને નાસતો ફરીશ; અને એમ થશે કે જે કોઈ મને દેખશે તે મને મારી નાખશે.”


અને કાઈને પોતાની પત્નીને જાણી; અને તે ગર્ભવતી થઈ, ને હનોખને જન્મ આપ્યો; અને કોઈને એક નગર બાંધ્યું, ને તે નગરનું નામ પોતાના દિકરાના નામ ઉપરથી હનોખ પાડયું.


પણ યહોવાએ ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબ સાથેના પોતાના કરારને લીધે તેઓ પર કૃપા કરી, તેઓ પર દયા રાખી, ને તેઓનો પક્ષ કર્યો, ને તેઓનો નાશ કરવાનું ચાહ્યુ નહિ, તેમ જ તેમણે તેમને હજી સુધી પોતાની હજૂરમાંથી દૂર કર્યા નહિ.


કેમ કે યરુશાલેમમાં તથા યહૂદિયામાં આ જે થયું તે યહોવાના કોપને લીધે થયું, ને તેથી તેણે તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. પછી સિદકિયાએ બાબિલના રાજાની વિરુદ્ધ બંડ કર્


યહોવાએ શેતાણે કહ્યું, “જો, તેનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું. પણ તેના પંડ પર તારો હાથ નાખતો નહિ.” એ પછી શેતાન યહોવાની હજૂરમાંથી ચાલ્યો ગયો.


પછી યહોવાની હજૂરમાંથી નીકળીને શેતાને અયૂબના [શરીરમાં તેના] પગના તળિયાથી તે તેના [માથાની] તાલકી સુધી ગૂંમડાનું દુ:ખદાયક દરદ ઉત્પન્ન કર્યું.


નદીઓ અને માખણ તથા મધની વહેતી ધારાઓ તે જોવા પામશે નહિ.


પણ તમારા પર ભરોસો રાખનારા બધા આનંદ કરશે; તમે તેમનું રક્ષણ કરો છો માટે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તમારા નામ પર પ્રેમ કરનારા તમારામાં હર્ષ પામશે.


ધુમાડાની જેમ તેઓને ઉડાવી નાખો! જેમ અગ્નિ આગળ મીણ પીગળી ઝાય છે. તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.


અને સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણશિગંડાનો અવાજ તથા ધુમાતો પર્વત જોયાં; અને તે જોઈને લોકોને ધ્રજારી છૂટી, ને તેઓ દૂર ઊભા રહ્યા.


તેથી જુઓ, હું તમને છેક વીસરી જઈશ, ને તમને તથા જે નગર મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યું, તેને હું મારી આગળથી દૂર કરીશ.


યહોવાના કોપને લીધે યરુશાલેમમાં તથા યહૂદિયામાં અમે ચાલ્યા કર્યું, અને છેવટે યહોવાએ તેઓને પોતાની દષ્ટિ આગળથી ફેંકી દીધા. અને સિદકિયાએ બાબિલના રાજાની સામે બંડ કર્યું.


પણ યૂના યહોવાની હજૂરમાંથી તાર્શિશ નાસી જવાને ઊઠ્યો. તે યાફા ચાલ્યો ગયો, ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેણે તેનું નૂર આપ્યું, ને યહોવાની હજૂરમાંથી તેઓની સાથે તાર્શીશ જવા માટે તેમાં ચઢી બેઠો.


કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકત્ર થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું”


ત્યારે તમે કહેવા લાગશો કે ‘અમે તમારી સમક્ષ ખાધુંપીધું હતું, અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો.’


તે જગતમાં હતો, અને જગત તેનાથી ઉત્પન્‍ન થયું હતું, તોપણ જગતે તેને ઓળખ્યો નહિ.


તેનાથી સર્વ ઉત્પન્‍ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્‍ન થયું નહિ.


કેમ કે તમારામાં અમારો પ્રવેશ કઈ રીતે થયો, અને તમે જીવતા તથા ખરા ઈશ્વરની સેવા કરવાને,


Lean sinn:

Sanasan


Sanasan