Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 39:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પણ યહોવા યૂસફની સાથે હતા, ને યહોવાએ તેના પર દયા કરી, ને તેને કેદખાનાના દરોગાની દષ્ટિમાં કૃપા પમાડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 પણ પ્રભુ યોસેફની સાથે હતા અને તેના પ્રત્યે માયાળુ હતા. તેથી જેલનો અધિકારી તેના પર પ્રસન્‍ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પણ ઈશ્વર યૂસફની સાથે હતા અને તેમણે તેના પર દયા કરી. તેને કેદખાનાના અમલદારની દ્રષ્ટિમાં કૃપા પમાડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પણ યૂસફને યહોવાનો સાથ હતો. તેણે તેના પર દયા કરી અને કેદખાનાના સંત્રીની તેના પર દયા થાય તેમ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 39:21
23 Iomraidhean Croise  

અને તે સમયે એમ થયું કે, અબીમેલેખે ને તેના સેનાપતી ફીકોમે ઇબ્રાહિમને કહ્યું, “જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે;


અને યહોવા યૂસફની સાથે હતો, ને તે સફળ થતો હતો; અને તે તેના શેઠના એટલે તે મિસરીના ઘરમાં રહ્યો.


અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે, ને તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે.


અને યૂસફ તેની દષ્ટિમાં કૃપા પામ્યો, ને તેણે તેની સેવા કરી. અને તેણે તેને તેના ઘરનો કારભારી ઠરાવ્યો, ને તેનું જે હતું તે સર્વ તેણે તેના હાથમાં સોપ્યું.


અને જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં તેણે તેઓને કેદ કર્યાં.


તે લોઢા [ની સાંકળો] માં રહ્યો; યહોવાના વચનથી તેની કસોટી કરવામાં આવી.


તે પોતાની મરજી પ્રમાણે રાજયના અમીરોને કબજે રાખે, અને તેના મંત્રીઓને સમજણ આપે.


વળી તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી.


અને યહોવાએ મિસરીઓની દષ્ટિમાં તે લોક ઉપર કૃપા કરાવી. વળી મિસર દેશમાં એટલે ફારુનના સેવકોની નજરમાં તથા લોકોની નજરમાં મૂસા ઘણો મોટો માણસ મનાયો.


અને યહોવાએ મિસરીઓની દષ્ટિમાં લોકોને કૃપા પમાડી, ને તેથી જે કંઈ તેઓએ માંગ્યું તે તેઓએ તેમને આપ્યું. અને તેઓએ મિસરીઓને લૂંટી લીધા.


અને હું મિસરીઓની દષ્ટિમાં આ લોકોને કૃપા પમાડીશ; અને એમ થશે કે જ્યારે તમારું નીકળવું થશે, ત્યારે તમે ખાલી હાથે જશો નહિ.


જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહસંપમાં રાખે છે.


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહિ; અને જ્વાળા તને બાળશે નહિ.


હવે ઈશ્વરની કૃપાથી દાનિયેલ ઉપર મુખ્ય ખોજાની કૃપાદષ્ટિ થઈ, ને તેણે દાનિયેલ પર કરુણા કરી.


મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યાં છે, ને તેઓએ મને [કંઈ પણ] ઈજા કરી નથી; કેમ કે હું તેમની નજરમાં નિર્દોષ માલૂમ પડ્યો. વળી, હે રાજાજી, મેં આપનો પણ કંઈ અપરાધ કર્યો નથી.”


તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ.


કેમ કે જો ઈશ્વરની ઇચ્છા એવી હોય, તો ભૂંડું કરવાને લીધે દુ:ખ સહેવું એ કરતાં સારું કરવાને લીધે દુ:ખ સહેવું વધારે સારું છે.


Lean sinn:

Sanasan


Sanasan