Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 39:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે શેઠની પત્નીએ યૂસફનું વસ્‍ત્ર પકડયું, ને કહ્યું, “મારી સાથે સૂઈ જા;” પણ યૂસફ પોતાનું વસ્‍ત્ર તે સ્‍ત્રીના હાથમાં મૂકી દઈને નાસી ગયો, ને બહાર નીકળી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 કુટુંબનું કોઈ માણસ ઘરમાં હતું નહિ. તેણે યોસેફે ઓઢેલું વસ્ત્ર પકડીને તેને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં જ છોડી દઈને ઘર બહાર નાસી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યારે પોટીફારની સ્ત્રીએ યૂસફના વસ્ત્રો પકડીને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” પણ તે તેનું વસ્ત્ર તેના હાથમાં રહેવા દઈને નાસીને બહાર જતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 એટલે તે સ્ત્રીએ એનો ઝભ્ભો પકડીને કહ્યું, “માંરી સાથે સૂઈ જા.” પણ યૂસફ તો તેનો ઝભ્ભો તેના હાથમાં રહેવા દઈને ઘરની બહાર નાસી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 39:12
16 Iomraidhean Croise  

અને એમ થયું કે, તે યૂસફને રોજ રોજ એમ કહેતી હતી, પણ તેણે તેની સાથે સૂવા વિષે તથા તેની પાસે રહેવા વિષે તેનું કહેવું માન્યું નહિ.


અને આસરે તે સમયે એમ થયું કે, યુસફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો, અને ઘરનું કોઈ માણસ અંદર ન હતું.


અને એમ થયું કે, જ્યારે સ્‍ત્રીએ જોયું કે યૂસફ પોતાનું વસ્‍ત્ર મારા હાથમાં મૂકી દઈને બહાર નાસી ગયો છે,


પણ તેણે ના કહી, ને તેના શેઠની પત્નીને તેણે કહ્યું, “જો, ઘરમાં મારા હવાલામાં શું શું છે તે મારા શેઠ જાણતા નથી, ને તેમનું જે સર્વ છે તે તેમણે મારા હાથમાં સોપ્યું છે.


અને તે તે ખાવાને તેની પાસે લાવી ત્યારે તેણે તેને પકડીને કહ્યું, “આવ, મારી બહેન, મારી સાથે સૂઈ જા.”


મારા દીકરા, માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેમને રસ્‍તેથી તારા પગ પાછા રાખ;


તારો માર્ગ તેનાથી દૂર રાખ, અને તેના ઘરના દ્વારની નજીક ન જા.


જેમ [શિકારીને] કબજેથી હરણી, અને પારધીના હાથમાંથી પક્ષી [છૂટી જાય] , તેમ તું પોતાને છૂટો કર.


તો મને એવું માલૂમ પડયું કે મોતના કરતાં પણ એક ચીજ વધારે દુ:ખદાયક છે, તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધનરૂપ છે તેવી સ્ત્રી! જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે; પણ પાપી તેનાથી પકડાઈ જશે.


ભૂલશો નહિ; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.


વળી જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હ્રદયથી લેનારાઓની સાથે ન્‍યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.


વહાલાઓ, હું તમને વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા, દૂર રહો.


જ્યારે શમુએલે જતાં રહેવાને પીઠ ફેરવી ત્યારે તેણે તેના ઝભ્ભાની કોર પકડી, એટલે તે ફાટી ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan