Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 38:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને એનાને જાણ્યું કે સંતાન મારું ગણાશે નહિ; અને એમ થયું કે, જ્યારે તે તેની ભાભીની પાસે ગયો, ત્યારે તેણે પોતાના ભાઈને સંતાન ન આપવાને તે ભૂમિ પર પાડયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પણ ઓનાન જાણતો હતો કે એ તેનું બાળક ગણાશે નહિ. તેથી પોતાની ભાભી સાથે સમાગમ કરતી વેળાએ તે જમીન પર સ્ખલન કરી દેતો; જેથી તેના ભાઈનો વંશજ પેદા ન થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઓનાને વિચાર્યું કે એ સંતાન તેનું નહિ ગણાય. તેથી, જયારે પણ તે તેના ભાઈની પત્નીની પાસે જતો, ત્યારે તેના ભાઈના નામે સંતાન ન અપાય તે માટે તે પોતાનું વીર્ય તેના ભાભીના અંગમાં જવા દેવાને બદલે બહાર વેડફી દેતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 અને ઓનાનને ખબર હતી કે, એ સંતાનો તેના ગણાશે નહિ. એટલે જયારે જયારે એ પોતાની ભાભી પાસે જતો ત્યારે તે ભૂમિ પર પાડયું જેથી તેના ભાઈની પ્રજા પેદા ન થાય.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 38:9
11 Iomraidhean Croise  

અને તેણે જે કર્યું તે યહોવાની દષ્ટિમાં ભૂંડુમ હતું, તેથી યહોવાએ તેને પણ મારી નાખ્યો.


કેમ કે બળતરા મૂર્ખ માણસને મારી નાખે છે, અને ઈર્ષા મૂઢનો જીવ લે છે.


ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે; પણ અદેખાઈની સામે કોણ ટકી શકે?


કોઈ ભાઈઓ ભેગા રહેતા હોય, ને તેઓમાંનો એક મરી જાય ને તેને દીકરો ન હોય, તો મરનારની પત્ની બહારના કોઈ બીજી જાતિના પુરુષને ન પરણે, તેના પતિનો ભાઈ તેની પાસે જાય, ને તે તેને પરણીને તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવે.


અને એમ થાય કે જે પહેલા દીકરાને તે જન્મ આપે તે તેના મરહૂમ ભાઈનું નામ ધારણ કરે કે, તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય.


કેમ કે આપણે પણ પહેલાં અજ્ઞાન, અનાજ્ઞાંકિત, ભ્રમણામાં પડેલા, ભિન્‍ન ભિન્‍ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષબુદ્ધિ અને અદેખાઈ રાખનારા તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા.


પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ [થઈને] ગર્વ ન કરો અને જુઠું ન બોલો.


કેમ કે જ્યાં અદેખાઈ તથા સ્વાર્થ છે, ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે.


જે આત્માને તેમણે આપણામાં વસાવ્યો, તેને તે પોતાનો જ કરવાની ઉમળકાથી ઇચ્છા રાખે છે, એમ શાસ્‍ત્રમાં કહેલું છે તે ફોકટ છે, એમ તમે ધારો છો?


ત્યારે નાઓમીએ કહ્યું, “મારી પુત્રીઓ, પાછી વળો. તમે મારી સાથે કેમ આવવા માગો છો? શું હજી મને પુત્રો થવાના છે કે, તેઓ તમારા પતિ થાય?


વળી મરનારના વતનમાં તેનું નામ કાયમ રાખવા માટે મેં માહલોનની પત્નીને, એટલે રૂથ મોઆબણને, મારી પત્ની થવા માટે ખરીદી છે, જેથી મરનારનું નામ તેના ભાઈઓથી, તથા તેના ગામની ભાગળમાંથી નષ્ટ ન થાય; તમે આજે સાક્ષી છો.”


Lean sinn:

Sanasan


Sanasan