ઉત્પત્તિ 38:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તેણે તેના વૈધવ્યનાં વસ્ત્ર તેના અંગ પરથી ઉતારી નાખ્યાં, ને ઘૂમટો તાણીને એનાઈમ જે તિમ્ના જવાને માર્ગે છે તેની ભાગળમાં બેઠી; કેમ કે તેણે જોયું કે શેલા મોટો થયો છે, તોપણ હું તેની પત્ની થવા માટે તેને અપાયેલી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 ત્યારે તેણે પોતાનાં વૈધવ્યનાં વસ્ત્રો ઉતારી નાખ્યાં, બુરખો ઓઢી લીધો અને તિમ્ના જવાના રસ્તે આવેલા એનાઈમના દરવાજા આગળ બેઠી; કારણ, તેણે જોયું કે શેલા મોટો થયો હોવા છતાં તેની સાથે તેનું લગ્ન કરાવવામાં આવ્યું નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેણે તેની વૈધવ્ય અવસ્થાનાં વસ્ત્ર તેના શરીર પરથી ઉતાર્યા અને ઘૂંઘટથી પોતાને આચ્છાદિત કરીને એનાઈમના દરવાજા પાસે, તિમ્નાના માર્ગની બાજુએ જઈને બેઠી. કેમ કે તેણે જાણ્યું કે શેલા મોટો થયો છે, પણ તેને તેની પત્ની થવા માટે આપવામાં આવી નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેથી તેણીએ પોતાનાં વૈધવ્યનાં વસ્રો ઉતારી અને પોતાનો ચહેરો બુરખાથી ઢાંકી દીધો. અને પોતાનો દેહ ઢાંકીને તિમ્નાહને રસ્તે આવેલ એનાઇમની ભાગોળ આગળ એક સ્થળે બેઠી. તે જાણતી હતી કે, શેલાહ મોટો થયો છે. તેમ છતાં તેને તેણીની સાથે પરણવાની મંજૂરી આપવામાં આવી ન હતી. Faic an caibideil |