Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 37:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને યાકૂબે તેનાં વસ્‍ત્ર ફાડયાં, ને તેની કમરે ટાટ બાંધ્યું, ને તેના દિકરાને માટે ઘણા દિવસ સુધી શોક કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 યાકોબે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને શોક દર્શાવવા માટે પોતાની કમરે શ્વેત અળસીરેસાનું વસ્ત્ર વીંટાળ્યું. પોતાના દીકરાને માટે તેણે ઘણા દિવસો સુધી શોક કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 યાકૂબે તેનાં વસ્ત્રો ફાડયાં અને તેની કમરે ટાટ બાંધ્યું. તેણે તેના દીકરાને માટે ઘણાં દિવસો સુધી શોક કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 પછી યાકૂબે પોતાનાં વસ્રો ફાડી નાંખ્યાં અને ઢીલો ઝભ્ભો પહેર્યો અને ધણા દિવસ સુધી તેણે પુત્રના મરણનો શોક પાળ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 37:34
32 Iomraidhean Croise  

અને રૂબેન ખાડાની પાસે પાછો આવ્યો. અને જુઓ, યૂસફ તો ખાડામાં નહોતો; અને તેણે પોતાનાં લૂગડાં ફાડયાં.


પણ તેણે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે; કેમ કે તેનો ભાઈ મરી ગયો છે ને તે એકલો રહ્યો છે, અને જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિધ્ન આવી પડે, તો તમે મારાં પળિયાં શોકને કારણે કબરમાં ઉતારશો.”


ત્યારે તેઓએ તેમનાં વસ્‍ત્ર ફાડયાં, ને તેમનાં ગધેડાં લાદ્યાં, ને તેઓ નગરમાં પાછા આવ્યા.


ત્યારે દાઉદે પોતાનાં વસ્‍ત્ર પકડીને ફાડ્યાં; અને તેની સાથેના બધા માણસોએ પણ તેમ જ [કર્યું].


દાઉદે યોઆબને તથા તેની સાથેના સર્વ લોકને કહ્યું, “તમે તમારાં વસ્‍ત્રો ફાડો, ને તમારી કમરોએ તાર વીંટાળો, ને આબ્નેરને માટે વિલાપ કરો.” અને દાઉદ રાજા જનાજાની પાછળ ચાલ્યો.


તેના ચાકરોએ તેને કહ્યું, “હવે જુઓ, અમે સાંભળ્યું છે કે ઇઝરાયલના રાજાઓ દયાળુ છે; તો કૃપા કરીને અમને અમારી કમરે ટાટ તથા અમારા માથા પર દોરડાં વીંટાળીને ઇઝરાયલના રાજા પાસે જવા દો. કદાચ તે તમારો જીવ બચાવે.”


આહાબે એ વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડીને પોતાના અંગ પર ટાટ પહેર્યું, ને ઉપવાસ કર્યો, ને ટાટ ઓઢીને સૂતો ને મંદ ગતિએ ચાલવા લાગ્યો.


હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે એમ થયું કે, તેણે પોતાના વસ્ત્ર ફાડ્યાં, ને પોતાના અંગ પર ટાટ પહેરીને તે યહોવાના મંદિરમાં ગયો.


એલિશાએ તે જોયું, ને તેણે બૂમ પાડી, “મારા બાપ રે, મારા બાપ રે; ઇઝરાયલના રથો તથા તેમના સવારો!” ત્યાર પછી એલિશાએ એલિયાને જોયો નહિ. અને એલિશાએ પોતાનાં વસ્ત્ર પકડીને તે ફાડીને બે ટુકડા કર્યા.


રાજાએ નિયમશાસ્ત્રનાં પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યાં.


દાઉદે ઊંચી નજર કરી તો પૃથ્વી પર તથા આકાશની વચમાં યહોવાના દૂતને ઊભેલો જોયો, ને યરુશાલેમ ઉપર તેના લંબાવેલા હાથમાં ખુલ્લી તરવાર હતી. ત્યારે દાઉદે તથા વડીલોએ ટાટ પહેરીને જમીન પર લાંબા થઈને તેને દંડવત કર્યા.


તેઓના પિતા એફ્રાઈમે ઘણા દિવસો સુધી શોક કર્યો, ને તેના ભાઈઓ તેને દિલાસો આપવા આવ્યા.


એ માસને ચોવીસમે દિવસે, ઇઝરાયલી લોકો ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને પોતાના પર ધૂળ નાખીને ભેગા થયા.


ત્યારે અયૂબે ઊઠીને પોતાનો જામો ફાડીને માથું મૂંડાવ્યું, અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતાં


મેં મારા શરીર પર ટાટ સીવ્યું છે, અને મારું શિંગ ધૂળમાં રગદોળ્યું છે.


જ્યારે તેઓએ તેને દૂરથી જોયો, અને તેને ઓળખ્યો પણ નહિ, ત્યારે તેઓ પોક મૂકીને રડયા; અને દરેકે પોતાનો જામો ફાડયો, અને આકાશ તરફ [જોઈને] પોતાનાં માથાં પર ધૂળ નાખી.


જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.


સુખવાસી સ્ત્રીઓ, કાંપો; બેદરકાર રહેનારીઓ, ધ્રૂજો; વસ્ત્રો કાઢીને નગ્ન થાઓ, ને કમર પર [ટાટ] બાંધો.


પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે મહેલનો કારભારી હતો તે, શેબના ચિટનીસ તથા આસાફનો દીકરો યોઆબ ઇતિહાસકાર પોતાનાં વસ્ત્ર ફાડીને હિઝકિયા પાસે પાછા આવ્યા, ને તેને રાબશાકેના શબ્દો કહી સંભળાવ્યા.


રાજાએ તથા તેના જે સર્વ સેવકોએ આ બધાં વચનો સાંભળ્યાં તેઓ બીધા નહિ, તથ પોતાનાં વસ્ત્રો ફાડયાં નહિ.


કેમ કે દરેકનું માથું બોડેલું છે, ને દરેકની દાઢી મૂંડેલી છે. દરેકને હાથે ઘા થયો છે, તથા [દરેકની] કમરે ટાટ [વીંટાળેલું] છે.


તમારાં વસ્ત્રો નહિ પણ તમારાં હ્રદયો ફાડો, ને તમારા ઈશ્વર યહોવા પાસે પાછા આવો; કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમા તથા દયાના સાગર છે, ને વિપત્તિને માટે તેમને પશ્ચાતાપ થાય છે.


“ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા! તને હાય! હાય! કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયાં, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને કયારનોયે પસ્તાવો કર્યો હોત.


ત્યારે પ્રમુખ યાજકે પોતાનાં વસ્‍ત્ર ફાડીને કહ્યું, “એણે દુર્ભાષણ કર્યું છે; હવે આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.


પણ બાર્નાબાસ તથા પાઉલ પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્‍ત્રો ફાડયાં, ને લોકોમાં દોડી જઈને મોટે સાદે કહ્યું,


અને યહોશુઆએ પોતાનાં વસ્‍ત્ર ફાડ્યાં, ને પોતે ઇઝરાયલના વડીલો સહિત યહોવાના કોશની આગળ ભૂમિ ઉપર સાંજ સુધી ઊંધો પડી રહ્યો; અને તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી.


મારા બે શાહેદો ટાટ પહેરીને એક હજાર બસો સાઠ દિવસ સુધી પ્રબોધ કરે, એવો હું તેઓને [અધિકાર] આપીશ.


એમ બન્યું કે જ્યારે તેણે તેને જોઈ, ત્યારે તેણે પોતાનાં વસ્‍ત્ર ફાડ્યાં, ને કહ્યું, “હાય, મારી દીકરી! તેં મને છેક દીન બનાવ્યો છે, ને મને દુ:ખ દેનારાંમાંની એક તું પણ છે; કેમ કે યહોવાની આગળ મેં મારું મુખ ઉઘાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan