Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 37:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 યાકૂબનો વંશ આ છે. યૂસફ સત્તર વર્ષનો થયો, ત્યારે તેના ભાઈઓની સાથે ટોળાં ચરાવતો હતો, અને તે જુવાન હતો, ને તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દિકરાઓની સાથે હતો; અને યૂસફ તેઓની ભંડાઈની ખબર તેના પિતાની પાસે લાવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 આ યાકોબના કુટુંબની વાત છે. યોસેફ સત્તર વર્ષનો યુવાન હતો. તે તેના ભાઈઓ એટલે તેના પિતાની પત્નીઓ બિલ્હા અને ઝિલ્પાના પુત્રો સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તેના ભાઈઓનાં ભૂંડાં કામ તે તેના પિતા ઇઝરાયલને કહી દેતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યાકૂબના વંશ સંબંધિત આ વૃતાંત છે. યૂસફ સત્તર વર્ષનો જુવાન થયો, ત્યારે તે તેના ભાઈઓની સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તે તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દીકરાઓની સાથે હતો. યૂસફ તેઓના દુરાચારની જાણ તેના પિતાને કરતો રહેતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યાકૂબના પરિવારની આ કથા છે. યૂસફ 17 વર્ષનો યુવાન હતો. તેનું કામ ઘેટાંબકરાંને ચરાવવાનું અને તેમની દેખભાળ રાખવાનું હતું. યૂસફ આ કામ પોતાના ભાઈઓ એટલે કે, બિલ્હાહ તથા ઝિલ્પાહના પુત્રોની સાથે કરતો હતો. (બિલ્હાહ અને ઝિલ્પાહ તેના પિતાની પત્નીઓ હતી.)

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 37:2
17 Iomraidhean Croise  

અને નૂહના દિકરા શેમ, હામ અને યાફેથ તેઓની વંશાવળી આ છે: અને જળપ્રલય પછી તેઓને દિકરા થયા.


આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ-વર્ણન એ છે. જે દિવસોમાં યહોવા ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્‍ન કર્યા, ત્યારે


અને રાહેલે યાકૂબની પત્ની તરીકે પોતાની દાસી બિલ્હા યાકૂબને આપી. અને યાકૂબ તેની પાસે ગયો.


અને લેઓએ જોયું કે તેને સંતાન થવાં બંધ થયાં છે, ત્યારે લેઆએ પોતાની દાસી ઝિલ્પાને લાવીને યાકૂબને તેની પત્ની તરીકે આપી.


અને એમ થયું કે ઇઝરાયલ તે દેશમાં રહેતો હતો, ત્યારે રૂબેન પોતાના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો; ને તે ઇઝરાયલના સાંભળવામાં આવ્યું.


અને યૂસફ મિસરના રાજા ફારુનની આગળ ઊભો રહ્યો ત્યારે ત્રીસ વર્ષનો હતો. અને યૂસફ ફારુનની હજૂરમાંથી નીકળીને આખા મિસર દેશમાં ફર્યો.


અને યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા, પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.


કેમ કે બે વર્ષ થયાં દેશમાં દુકાળ છે; અને હજી બીજા પાંચ વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહિ.


ત્યારે તમારે આ પ્રમાણે કહેવું કે, ‘તમારા દાસોનો, એટલે અમારો તથા અમારા બાપદાદાનો ધંધો નાનપણથી અત્યાર સુધી ઢોર પાળવઅનો છે.’ જેથી તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળે; કેમ કે ભરવાડમાત્રને મિસરીઓ ધિકકારે છે.”


આદમની વંશાવળી આ પ્રમાણે છે: ઈશ્વરે માણસને ઉત્પન્‍ન કર્યું, તે દિવસે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે તેમણે તેને બનાવ્યું;


નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો; અને નૂહ ઈશ્વરની સાથે ચાલતો.


જગત તમારો દ્વેષ કરી નથી શક્તું પણ મારો તો તે દ્વેષ કરે છે. કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ ભૂંડા છે.


કેમ કે, મારા ભાઈઓ, તમારા સંબંધી ક્લોએના ઘરનાં માણસો તરફથી મને ખબર મળી છે કે તમારામાં મતભેદ પડયા છે.


કારણ કે પ્રથમ તો એ છે કે, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ભાગલા હોય છે એવું મારા સાંભળવામાં આવે છે, અને એ થોડેઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું.


ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે.


Lean sinn:

Sanasan


Sanasan