Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 37:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને યાકૂબે તેને કહ્યું, “જાલ; ને તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો. અને મારી પાસે ખબર લઈ આવ.” અને તેણે તેને હેબ્રોનના મેદાનમાંથી મોકલી દીધો, ને તે શખેમ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તેના પિતાએ તેને કહ્યું, “જા, જઈને જો કે તારા ભાઈઓ અને ટોળાં સહીસલામત છે કે કેમ; પછી આવીને મને જણાવજે.” આમ, તેના પિતાએ તેને હેબ્રોનના ખીણપ્રદેશમાંથી મોકલી આપ્યો. યોસેફ શખેમ પાસે આવી પહોંચ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેણે તેને કહ્યું, “હવે જા, તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો અને મારી પાસે ખબર લઈ આવ.” પછી યાકૂબે તેને હેબ્રોનની ખીણમાંથી રવાના કર્યો અને યૂસફ શખેમમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યૂસફના પિતાએ કહ્યું, “જા અને તપાસ કર. તારા ભાઇઓ અને ઘેટાં બકરાં કુશળ છે કે, કેમ? જોઈ આવ ને મને કહે.” એમ કહીને તેણે તેને હેબ્રોનની ખીણમાં થઈ શખેમ જવા મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 37:14
22 Iomraidhean Croise  

ત્યારે ઇબ્રામ પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે તેઓ નીચે આવીને રહ્યો, ને ત્યાં યહોવાને નામે તેણે એક વેદી બાંધી.


અને તે પછી ઇબ્રાહિમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાના ખેતરની ગુફામાં પોતાની પત્ની સારાને દાટી.


અને સારા કનાન દેશના કિર્યાથ-અર્બા (એટલે હેબ્રોન)માં મરી ગઈ; અને ઇબ્રાહિમ સારાને માટે શોક કરવાને તથા તેને માટે રડવાને આવ્યો.


અને યાકૂબે તેઓને કહ્યું, “શું તે ક્ષેમકુશળ છે?” અને તેઓએ કહ્યું, શું તે ક્ષેમકુશળ છે?” અને જો, તેની દીકરી રાહેલ ઘેટાં લઈને આવે છે.”


અને મામેર, એટલે કિર્યાથ-આર્બા, જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહિમે તથા ઇસહાકે વાસો કર્યો હતો, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો.


અને, જુઓ, યૂસફ મેદાનમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો. અને તેણે યૂસફને પૂછયું, “તું શું શોધે છે?”


અને યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, “હું તો નહિ; પણ ઈશ્વર ફારુનને શાંતિકારક ઉત્તર આપશે.”


અને તેણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમારો ઘરડો પિતા, એટલે જેના વિષે તમે મને કહ્યું હતું, તે શું સારી પેઠે છે? તે શું હજુ જીવે છે?


ઉરિયા તેની પાસે આવ્યો, ત્યારે દાઉદે તેને પૂછ્યું, “યોઆબ કેમ છે, લોકની શી ખબર છે, તથા લડાઈના શા હાલ છે?”


રાજાએ કુશીને પૂછ્યું, “શું જુવાન આબ્શાલોમ ક્ષેમકુશળ છે?” એટલે કુશીએ ઉત્તર આપ્યો, “મારા મુરબ્બી રાજાના શત્રુઓ, તથા તમને હાનિ પહોંચાડવા માટે આપની વિરુદ્ધ જે ઊઠે છે તે સર્વ [ના હાલ] તે જુવાનના જેવા થાઓ.”


એમ તેઓનું રકત યોઆબના માથા પર તથા તેના સંતાનના માથા પર સદા રહેશે.પણ દાઉદને, તેના સંતાનને, તેના કુટુંબને, તથા તેના રજ્યાસનને યહોવા તરફથી સર્વકાળ શાંતિ મળશે.”


એસ્તેરની શી હાલત છે તથા તેનું શું થશે એ જાણવા માટે મોર્દખાય પ્રતિદિન જનાનખાનાના આંગણા સામે હેરાફેરા મારતો હતો.


જેઓ પોતાને આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવા દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ ઉપર શાંતિ થાઓ.


વળી જે નગરમાં મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તેનું કલ્યાણ શોધો, ને તેને માટે યહોવાને વિનંતી કરો; કેમ કે તેના કલ્યાણમાં તમારું કલ્યાણ છે.


અને તેઓ નેગેબ થઈને ગયા ને હેબ્રોન પાસે પહોંચ્યા. ત્યાં અનાકપુત્રો અહીમાન, શેશાઈ તથા તાલ્માઈ હતા (હેબ્રોન તો મિસરમાંના સોઆનથી સાત વર્ષ અગાઉ બાંધેલું હતું.)


“જો તેં, હા તેં, [તારી] શાંતિને લગતાં જે વાનાં છે તે આજે જાણ્યાં હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલાં છે.


અને યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો; અને તેણે યફૂન્‍નેના પુત્ર કાલેબને હેબ્રોન વતન તરીકે આપ્યું.


એ માટે કનિઝી યફૂન્‍નેના દીકરા કાલેબનું વતન આજ સુધી હેબ્રોન છે. કેમ કે તે ઇઝરાયલના ઈશ્વર યહોવાની આ નુસાર સંપૂર્ણ રીતે વર્ત્યો.


હવે પહેલાં હેબ્રોનનું નામ કિર્યાથ-આર્બા હતું. તે [આર્બા તો] અનાકીઓમાં સૌથી મોટો પુરુષ હતો. અને દેશ યુદ્ધથી પરવાર્યો.


અને યહૂદા હેબ્રોનવાસી કનાનીઓની સામે ગયો.(પૂર્વે હેબ્રોનનું નામ તેઓ કિર્યાથ-આર્બા હતું.) અને તેઓએ શેશાયનો, અહીમાનનો તથા તાલ્માઈનો સંહાર કર્યો.


અને દાઉદ સરસામાન સાચવનારના હાથમાં પોતાનો સામાન સોંપીને સૈન્ય તરફ દોડ્યો, ને ત્યાં જઈને તેણે પોતાના ભાઈઓને સલામ કરી.


Lean sinn:

Sanasan


Sanasan