Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 36:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એસાવના દિકરાઓમાંના આ સરદાર હતા; એસાવના જ્યેષ્ઠ દિકરા અલિફાઝના દિકરા : તેમાન સરદાર, ઓમાર સરદાર, સફો સરદાર, કનાઝ સરદાર,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15-16 એસાવના પુત્રોમાંના મુખ્ય સરદારો આ પ્રમાણે હતા. એસાવના પ્રથમ પુત્ર એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફો, કનાઝ, કોરા, ગાતામ, અમાલેક. એલિફાઝને અદોમ દેશમાં થયેલા એ સરદારો છે. તેઓ આદાના વંશજો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 એસાવના વંશજોનાં સરદારો આ હતાં: એસાવના જ્યેષ્ઠ દીકરા અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફો, કનાઝ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 એસાવના વંશજોમાં નીચેના સરદારો હતા. એસાવના સૌથી મોટા પુત્ર અલીફાઝના પુત્ર: સરદાર તેમાંન, સરદાર ઓમાંર, સરદાર સફો, સરદાર કનાઝ,

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 36:15
19 Iomraidhean Croise  

અને સિબોનની દીકરી અનાની દીકરી ઓહલિબામાં જે એસાવની પત્ની તેના દિકરા આ છે: તેને એસાવથી યેઉશ તથા યાલામ તથા કોરા થયા.


કોરા સરદાર, ગાતામ સરદાર, અમાલેક સરદાર; જે સરદારો અલિફાઝથી અદોમ દેશમાં થયા તેઓ એ છે; એ આદાના દિકરા છે.


અને એસાવની પત્ની ઓહલિબામાના દિકરા આ છે: યેઉશ સરદાર, યાલામ સરદાર, કોરા સરદાર; એ સરદારો એસાવની પત્ની ઓહલિબામાં જે અનાની દીકરી તેને થયા.


અને આદાને પેટે એસાવને અલિફાઝ થયો; અને બાસમાથને પેટે રેઉએલ થયો.


યોઆબ મરણ પામ્યો, ને તેની જગાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.


આ સર્વ વિપત્તિ અયૂબ ઉપર આવી પડી હતી, તે વિષે તેના ત્રણ મિત્રોએ સાંભળ્યું, ત્યારે અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી તથા સોફાર નામાથી પોતપોતાને ઘેરથી આવ્યા; તેઓ તેના દુ:ખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને વિચારણા કરીને તેની પાસે આવ્યા હતા.


તેમનાં વંશજો તેમની સાથે તેમની નજર આગળ અને તેમનાં સંતાનો તેમની આંખો આગળ આબાદ થાય છે.


ત્યારે અલિફાઝ તેમાનીએ ઉત્તર આપ્યો,


અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો.


તે સમયે અદોમના સરદારો વિસ્મિત થયા; મોઆબના પરાક્રમી પુરુષોને ધ્રુજારી છૂટે છે; સર્વ કનાનવાસીઓનાં ગાત્રો ઢીલાં પડી ગયાં છે.


તે માટે યહોવાનો જે સંકલ્પ તેણે અદોમની વિરુદ્ધ કર્યો છે, ને તેણે જે ઈરાદા તેમાનના રહેવાસીઓની વિરુદ્ધ કર્યા છે, તે સાંભળો; ટોળામાંનાં જે સહુથી નાનાં તેઓને તેઓ નક્કી ઘસડી લઈ જશે, તે તેઓની સાથે તેઓનું રહેઠાણ ખચીત ઉજ્જડ કરી નાખશે.


અદોમ વિષેની વાત. સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તેમાનમાં શું હવે કંઈ બુદ્ધિ રહી નથી? શું વિવેકીઓ પાસેથી અક્કલ જતી રહી છે? તેઓનું જ્ઞાન શું જતું રહ્યું છે?


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હું અદોમ પર મારો હાથ ઉગામીને તેમાંથી મનુષ્ય તથા પશુનો સંહાર કરીશ. હું તેમાનથી માંડીને તેને વેરાન કરી નાખીશ. હા, દેદાન સુધી લોકો તરવારથી માર્યા જશે.


પણ હું તેમાન પર અગ્નિ મોકલીશ, ને તે બોસ્રાના મહેલોને ભસ્મ કરશે.”


અને, હે તેમાન, તારા યોદ્ધાઓ ગભરાઈ જશે, જેથી એસાવના પર્વત પરથી પ્રત્યેક જનની કતલ થઈને સર્વનો સંહાર થાય.


ઈશ્વર તેમાનથી [આવે છે] , પવિત્ર [ઈશ્વર] પારાન પર્વતથી આવે છે. (સેલાહ) તેમનો પ્રકાશ આકાશોમાં વ્યાપી રહે છે, ને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.


Lean sinn:

Sanasan


Sanasan