Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 35:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તેઓ ચાલતાં થયાં.; અને તેઓની ચારે તરફના નગરોમાં મોટું ભય લાગ્યું, માટે તેઓ યાકૂબના દિકરાઓની પાછળ નહિ પડયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ ચાલી નીકળ્યા ત્યારે આસપાસનાં શહેરો ઉપર એવો ભય વ્યાપી ગયો કે તેમણે યાકોબના પુત્રોનો પીછો કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જેમ જેમ તેઓ આગળ વધતાં ગયાં, તેમ તેમ ઈશ્વરે તેઓની ચારેગમનાં નગરોને ભયભીત કર્યા. તેથી ત્યાંના લોકોએ યાકૂબના દીકરાઓનો પીછો કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યાકૂબ અને તેના પુત્રોએ તે જગ્યા છોડી દીધી. તે ભૂમિના લોકો તેમનો પીછો કરીને તેમને માંરી નાખવા માંગતા હતા. પરંતુ તેઓ ખુબજ ભયભીત હતા તેથી તેઓએ યાકૂબનો પીછો કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 35:5
16 Iomraidhean Croise  

અને શિમયોનને તથા લેવીને યાકૂબે કહ્યું, “તમે દેશના રહેવાસીઓમાં એટલે કનાનીઓમાં તથા પરિઝીઓમાં મને ધિકકારપાત્ર કરાવ્યાથી કાયર કર્યો છે; અને મારા માણસ થોડા છે, માટે તેઓ મારી સામા એકઠા થઈને મને મારશે; અને મારો વિનાશ થશે, મારો તથા મારા ઘરનાંનો.”


અને તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે યાકૂબને આપ્યાં, અને યાકૂબે શેખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં.


આસા તથા તેની સાથેના લોક ગરાર સુધી તેઓની પાછળ પડ્યા. કૂશીઓમાંથી એટલા બધાં માણસો માર્યા ગયા કે તેઓમાંથી એક પણ બચ્યો નહિ, કેમ કે તેઓ યહોવા તથા તેમના સૈન્યને હાથે નાશ પામ્યા; યહૂદાના માણસો પુષ્કળ લૂટ લઈ ગયા.


તેઓએ ગરારની આસપાસનાં સર્વ નગરો જીતી લીધાં; કેમ કે ત્યાંના લોકોને યહોવાનો ભય લાગ્યો. એ નગરોમાં ઘણું દ્રવ્ય હોવાથી તેઓએ તે લૂટી લીધાં.


યહૂદિયાની આસપાસના દેશોનાં સર્વ રાજ્યોને યહોવાનો એટલો બધો ભય લાગ્યો કે તેઓએ યહોશાફાટની સામે યુદ્ધ કરવાની હામ ભીડી નહિ.


તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેમને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી!


ત્યાં તેઓ બહુ ભયભીત થયા; કેમ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.


હું તારી આગળ મારો ત્રાસ એવો મોકલીશ કે, જે બધા લોકોમાં થઈને તું જશે તેમને હું થથરાવી નાખીશ, ને તારા સર્વ શત્રુઓ તારી તરફ પીઠ ફેરવે એવું હું કરીશ.


કેમ કે હું તારી આગળથી દેશજાતિઓને હાંકી કાઢીશ, ને તારી સીમાઓ વધારીશ; અને તું દર વર્ષે ત્રણ વખત યહોવા તારા ઈશ્વરની આગળ હાજર થવાને જશે, ત્યારે કોઈ પણ માણસ તારી જમીનનો લોભ કરશે નહિ.


તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જે ભૂમિ પર તમારા પગ ફરશે તે પર પ્રભુ તમારા ઈશ્વર તમારો ડર તથા ભય બેસાડશે, જે તેમણે તમને કહ્યું છે તેમ.


હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ ઉપર તારો ડર તથા ધાક એવો બેસાડવા માંડીશ કે, તેઓ તારું નામ સાંભળીને ધ્રૂજશે ને તારાથી ત્રાહેમામ પોકારશે.


અને યર્દનને પેલે પાર પશ્ચિમમાં જે સર્વ અમોરીઓના રાજા, ને સમુદ્રની પાસેના જે સર્વ કનાનીઓના રાજા, તેઓએ સાંભળ્યું કે ઇઝરાયલી લોકો પાર ઊતરી ગયા ત્યાં સુધી યહોવાએ તેમની આગલ યર્દનનું પાણી સૂકવી નાખ્યું, ત્યારે એમ થયું કેમ ઇઝરાયલી લોકોને લીધે તેઓનાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તેઓના હોશ ઊડી ગયા.


તેણે બળદની એક જોડ લઈ કાપીને તેના ટુકડા કર્યા, ને સંદેશિયાઓનિ મારફતે ઇઝરાયલની સર્વ સીમોમાં તે મોકલીને કહેવડાવ્યું, “જે કોઈ શાઉલ તથા શમુએલની પાછળ નહિ આવે તેના બળદોને એમ કરવામાં આવશે.” અને લોકોને યહોવાનો ભય લાગ્યો, ને એક મતે તેઓ નીકળી આવ્યા.


અને છાવણીમાં, રણક્ષેત્રમાં તથા સર્વ લોકમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટનારા પણ થથરી ઊઠ્યા. અને ભૂમિ પણ કંપી. એમ ઘણી મોટી ધ્રૂજારી વ્યાપી ગઇ.


Lean sinn:

Sanasan


Sanasan