Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 34:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 યાકૂબના દિકરાઓએ મારી નંખાયેલા પર આવીને નગર લૂંટયું, કેમ કે તેઓની બહેનને તેઓએ અશુદ્ધ કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 વળી, યાકોબના બીજા દીકરાઓએ મૃતદેહો ખૂંદતાં-ખૂંદતાં નગરમાં લૂંટ ચલાવી; કારણ, તેમની બહેનને ભ્રષ્ટ કરવામાં આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 યાકૂબના બાકીના દીકરાઓએ મૃત્યુ પામેલાઓના એ નગરમાં આવીને તેને લૂટ્યું, કેમ કે તે લોકોએ તેઓની બહેનને ભ્રષ્ટ કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 વળી, યાકૂબના બીજા પુત્રોએ ઘાયલ થયેલાઓ પર હુમલો કર્યો અને નગરને લૂંટી લીધું, કારણ કે હજુ સુધી તેમની બહેનની લાજ લૂંટવાથી ઉત્પન્ન થયેલ ક્રોધ શમ્યો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 34:27
13 Iomraidhean Croise  

અને હમોર હિવ્વી જે દેશનો સરદાર હતો તેના દિકરા શખેમે તેને જોઈ. અને તેને લીધી, ને તેની સાથે સૂઈને તેની આબરૂ લીધી.


અને તેઓએ હમોરને તથા તેના દિકરા શખેમને તરવારની ધારથી માર્યા, ને શખેમના ઘેરથી દીનાને લઈ ગયા.


તેઓનાં ઘેટાંબકરાં તથા તેઓનાં ઢોર તથા તેઓનાં ગધેડાં તથા નગરમાં તથા ખેતરમાં જે કંઈ હતું તે તેઓએ લઈ લીધું.


અને તેઓએ કહ્યું, “તેઓ વેશ્યાની સાથે વર્તે તેમ અમારી બહેનની સાથે વર્તે શું?”


એટલે યહૂદીઓના વેરી હામ્માદાથાના દશે પુત્રોને, તેઓએ મારી નાખ્યા; પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.


બીજા જે યહૂદીઓ રાજાના પ્રાંતોમાં હતા, તેઓ એકઠા થઈને પોતાના જીવ બચાવવા માટે સામા થયા, પોતાના શત્રુઓ ઉપર તેઓએ વેર વાળ્યું, અને તેઓમાંના પંચોતેર હજારને તેઓએ મારી નાખ્યા; પણ લૂટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.


ત્યારે તેણે કહ્યું, “તને અમારા ઉપર અધિકારી તથા ન્યાયાધીશ કોણે ઠરાવ્યો? તેં જેમ પેલા મિસરીને મારી નાખ્યો, તેમ મને મારી નાખવાનું તું ધારે છે શું?” અને મૂસાને ડર લાગ્યો, ને તેણે કહ્યું, “નિશ્ચે તે વાતની ખબર પસી ગઈ છે.”


તેથી તેઓ સીમમાંથી કંઈ લાકડાં વીણી લાવશે નહિ, ને વનમાંથી કંઈ પણ કાપી લાવશે નહિ; કેમ કે તેઓ યુદ્દશસ્ત્રો બાળશે. તેમને પાયમાલ કરનારાઓને તેઓ પાયમાલ કરશે, ને તેમને લૂંટી લેનારારોને તેઓ લૂંટી લેશે, એમ પ્રભુ યહોવા કહે છે.


એ માટે પ્રભુ યહોવા કહે છે, “દેશની આસપાસ શત્રુ [ફરી વળશે] , અને તે તારા કિલ્લા જમીનદોસ્ત કરશે, અને તારા મહેલો લૂંટાઈ જશે.”


કેમ કે દ્રવ્યનો લાભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુ:ખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.


પણ ઇઝરાયલ પ્રજાએ શાપિત વસ્તુ વિષે અપરાધ કર્યો; કેમ કે યહૂદાના કુળમાંના ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને તે શાપિત વસ્તુમાંથી કંઈ લઈ લીધું; અને યહોવાનો કોપ ઇઝરાયલીઓ પર સળગી ઊઠ્યો.


ઊઠ, લોકોને શુદ્ધ કર, ને કહે, ‘કાલને માટે તમે પોતાને શુદ્ધ કરો; કારણ કે ઇઝરાયલનો ઈશ્વર યહોવા એમ કહે છે કે, હે ઇઝરાયલ, તારી મધ્યે એક શાપિત વસ્તુ છે. તમે તમારામાંથી શાપિત વસ્તુ કાઢી નહિ નાખો, ત્યાં સુધી તું તારા શત્રુ આગળ ટકી શકનાર નથી.


લૂટમાં એક સારો શિનઆરી જામો ને બસો શેકેલ રૂપું, ને પચાસ શેકેલ વજનનું સોનાનું એક પાનું જોઈને તેનો મને લોભ લાગ્યો, ને મેં તે લીધાં. અને જુઓ, તે મારા તંબુ મધ્યે ભૂમિમાં સંતાડેલાં છે, ને રૂપું તેની નીચે છે.”


Lean sinn:

Sanasan


Sanasan