ઉત્પત્તિ 34:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને ત્રીજે દિવસે એમ થયું કે, તેઓ પીડાતા હતા, ત્યારે યાકૂબના બે દિકરા શિમયોન તથા લેવી જેઓ દીનાના ભાઈઓ હતા તેઓએ પોતાનિ એકેક તરવાર લઈને નગર પર ઓચિંતા આવીને સર્વ પુરુષોને મારી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 ત્રીજે દિવસે તેઓ પીડાતા હતા ત્યારે યાકોબના બે પુત્રો શિમયોન અને લેવી, જે દીનાના સગા ભાઈઓ હતા, તેઓ તલવાર લઈને શહેર પર ઓચિંતા ચડી આવ્યા અને તેમણે બધા પુરુષોની ક્તલ કરી નાખી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ત્રીજા દિવસે, સુન્નતના કારણે જયારે તેઓ પીડાતા હતા, ત્યારે યાકૂબના બે દીકરા, દીનાના ભાઈઓ, શિમયોન તથા લેવીએ તેમની તલવાર લીધી અને ઓચિંતા નગરમાં ધસી જઈને સર્વ પુરુષોને મારી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ25 ત્રીજે દિવસે સુન્નત થયેલા પુરુષોની બળતરા શમી નહોતી, ત્યાં જ યાકૂબના બે પુત્રો શિમયોન અને લેવી, જેઓ દીનાહના સગા ભાઈઓ હતા તેઓ તરવાર, લઈને ઓચિંતા શહેર પર ચઢી આવ્યા અને તેમણે બધા પુરુષોને માંરી નાખ્યા. Faic an caibideil |
કેમ કે આખી પ્રજા, એટલે મિસરમાંથી નીકળેલા યુદ્ધ કરનારા માણસો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલીઓ ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ફરતા ફર્યા, કારણ કે તેઓએ યહોવાની વાણીને કાન ધર્યો નહિ. અને જે દૂધમધની રેલછેલવાળો દેશ આપણને આપવાની તેઓના પૂર્વજો આગળ યહોવાએ પ્રતિજ્ઞા લીધી હતી, તે દેશ તેઓને જોવા દેવો નહિ, એવી પ્રતિજ્ઞા યહોવાએ તેઓ વિષે લીધી હતી.