Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 34:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને હમોર હિવ્વી જે દેશનો સરદાર હતો તેના દિકરા શખેમે તેને જોઈ. અને તેને લીધી, ને તેની સાથે સૂઈને તેની આબરૂ લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તે દેશના સરદાર હમોર હિવ્વીના પુત્ર શખેમે તેને જોઈ એટલે તેને પકડી લઈને તેના પર બળાત્કાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હમોર હિવ્વી જે દેશનો હાકેમ હતો, તેના દીકરા શખેમે તેને જોઈને તેને પકડી અને બળાત્કાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે પ્રદેશના રાજા હિવ્વી હમોરના પુત્ર શખેમે તેને જોઈ એટલે તેણે તેને પકડી અને તેના પર બળાત્કાર કર્યો અને તેની આબરૂ લીધી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 34:2
23 Iomraidhean Croise  

તથા હિવ્વી તથા આરકી તથા સીની;


અને ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિશે કહ્યું, “તે મારી બહેન‍ છે;” અને ગેરારના રાજા અબીમેલેખે સારાને બોલાવી લીધી.


અને જે જમીનના કકડામાં તેણે પોતાનો તંબુ માર્યો હતો, તે તેણે શખેમના પિતા હમોરના દિકરાઓની પાસેથી સો રૂપિયે વેચાતો લીધો.


યાકૂબના દિકરાઓએ મારી નંખાયેલા પર આવીને નગર લૂંટયું, કેમ કે તેઓની બહેનને તેઓએ અશુદ્ધ કરી હતી.


અને યાકૂબની દીકરી દીના પર તેનું દિલ ચોંટી ગયું, ને તેણે તે છોકરી પર પ્રેમ કર્યો, ને તેની સાથે હેતથી બોલ્યો.


અને શિમયોનને તથા લેવીને યાકૂબે કહ્યું, “તમે દેશના રહેવાસીઓમાં એટલે કનાનીઓમાં તથા પરિઝીઓમાં મને ધિકકારપાત્ર કરાવ્યાથી કાયર કર્યો છે; અને મારા માણસ થોડા છે, માટે તેઓ મારી સામા એકઠા થઈને મને મારશે; અને મારો વિનાશ થશે, મારો તથા મારા ઘરનાંનો.”


ઈશ્વરના દિકરાઓએ માણસોની દીકરીઓ જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.


એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઊઠીને રાજમહેલના ધાબા પર ફરતો હતો; ત્યારે તેણે ધાબા પરથી એક સ્‍ત્રીને સ્નાન કરતી જોઈ. તે સ્‍ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી;


દાઉદે માણસ મોકલીને તેને પકડી મંગાવી; તે તેની પાસે મહેલમાં આવી, ને તે તેની સાથે સૂઈ ગયો. (કેમ કે તે પોતાના માસિક ધર્મમાંથી [નાહીધોઈને] શુદ્ધ થઈ હતી.) પછી તે પોતાને ઘેર પાછી ગઈ.


પણ તેણે તેનું કહેવું માન્યું નહિ, પણ તે તેનાં કરતાં બળવાન હોવાથી તેના પર બળાત્કાર કરીને તેની સાથે સૂઈ ગયો.


મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ?


જો મારું મન કોઈ સ્ત્રી ઉપર લોભાયું હોય, જો હું મારા પડોશીના બારણા પાસે લાગ જોઈને છુપાઈ રહ્યો હોઉં,


જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.


પણ હું તમને કહું છું કે, સ્‍ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે.


અને એમ થાય કે જો તું તેનાથી પ્રસન્‍ન ન થાય, તો તે ચાહે ત્યાં તેને જવા દેવી. પણ તારે પૈસા લઈને તેને વેચવી નહિ, તે ગુલામડી હોય એવી રીતે તારે તેની સાથે વર્તવું નહિ, કેમ કે તેં તેની આબરૂ લીધી છે.


તો તમે તે બન્‍નેને તે નગરના દરવાજા પાસે લાવીને તેઓને પથ્થરે મારીને મારી નાખો. કન્યાને એ માટે કે નગરમાં હોવા છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને એ માટે કે તેણે પોતાના પડોશીની સ્‍ત્રીની આબરૂ લીધી છે: એ રીતે તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર.


તો તે કન્યાની સાથે વ્યભિચાર કરનાર માણસ તે કન્યાના પિતાને પચાસ [શેકેલ] રૂપું આપે, ને તે તેની પત્ની થાય. કેમ કે તેણે તેની આબરૂ લીધી છે. તેની આખી જિંદગીભર તેનાથી તેના છૂટાછેડા કરી શકાય નહિ.


પણ ઇઝરાયલના માણસોએ હિવ્વીઓને કહ્યું, “કદાચ તમે અમારા [દેશ] માં રહેતા હો; તો અમે તમારી સાથે કોલકરાર શી રીતે કરીએ?”


સામસૂન તિમ્નામાં ગયો, ને તિમ્નામાં પલિસ્તીઓની દીકરીઓમાં એક સ્‍ત્રી તેણે જોઈ.


અને એબેદના દીકરા ગઆલે કહ્યું, “અબીમેલેખ કોણ છે, ને શખેમ કોણ છે કે, આપણે તેની તાબેદારી કરીએ? શું તે યરુબાલનો દીકરો નથી? અને ઝબુલ શું તેનો સરદાર નથી? તમે શખેમના પિત હમોરના લોકોની તાબેદારી ભલે કરો; પણ તેની તાબેદારી આપણે શા માટે કરીએ?


Lean sinn:

Sanasan


Sanasan