Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 32:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યાકૂબે કહ્યું, “ઓ યહોવા, મારા પિતા ઇબ્રાહિમના ઈશ્વર તથા મારા પિતા ઇસહાકના ઈશ્વર, તમે મને કહ્યું હતું કે તું તારે દેશ તથા તારા સગાંની પાસે પાછો જા, ને હું તારું ભલું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તે બોલ્યો, “હે પ્રભુ, મારા પૂર્વજ અબ્રાહામના ઈશ્વર તથા મારા પિતા ઇસ્હાકના ઈશ્વર, તમે જ મને કહ્યું હતું કે, ‘તું તારા વતનમાં તારા લોકની પાસે પાછો જા, અને હું તારું ભલું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યાકૂબે કહ્યું, “પ્રભુ, મારા પિતા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાકના ઈશ્વર, જેમણે મને કહ્યું હતું, ‘તું તારા દેશ તથા તારા સંબંધીઓની પાસે પાછો જા અને હું તને સમૃદ્ધ કરીશ,’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યાકૂબે કહ્યું, “હે માંરા પૂર્વજ ઇબ્રાહિમના દેવ, હે માંરા પિતા ઇસહાકના દેવ! તેં જ મને કહ્યું હતું કે, ‘તારા દેશમાં તારા વતનમાં પાછો જા, હું તારું ભલું કરીશ.’

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 32:9
20 Iomraidhean Croise  

અને તારો ઈશ્વર તથા તાર પછીના તારા વંશજોનો ઈશ્વર થવા માટે, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દરપેઢી તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા માટે, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દરપેઢી તારા પછી તારા વંશજોની વચ્ચે કરીશ.


અને જુઓ, તેના ઉપર યહોવા ઊભા રહ્યા હતા, ને તે બોલ્યા, “હું યહોવા તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારાં સંતાનને આપીશ.


અને જો, હું તારી સાથે છું, ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ; કેમ કે જે મેં તને કહ્યું છે, તે પૂરું કર્યા વગર હું તને નહિ મૂકીશ.”


જ્યાં તેં સ્તંભને અભિષિક્ત કર્યો હતો, ને જયાં તેં માનતા લીધી હતી તે બેથેલનો ઈશ્વર હું છું. હવે તું ઊઠ, ને આ દેશમાંથી નીકળ, ને તારા જન્મદેશમાં પાછો જા.”


અને ઉપદ્રવ કરવો મારા હાથમાં છે; પણ તારા પિતાના ઈશ્વરે ગઈ રાત્રે મને કહ્યું કે, “ખબરદાર, તું યાકૂબને ભલું કે ભૂડું કંઈ ન કહે.’


અને યહોવાએ યાકૂબને કહ્યું, “તું પોતાના પિતાના દેશમાં તથા પોતાના કુટુંબીઓ પાસે પાછો જા. અને હું તારી સાથે રહીશ.”


જો મારા પિતાના ઈશ્વર, ઇબ્રાહિમના ઈશ્વર તથા ઇસહાક જેના ભયમાં ચાલતા હતા, તે મારી સાથે ન હોત, તો ખચીત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે મારું દુ:ખ તથા મારા હાથની મહેનત જોયાં છે, ને ગઈ રાત્રે તને વાર્યો છે.”


ઇબ્રાહિમના ઈશ્વર તથા નાહોરના ઈશ્વર, એટલે તેઓના પિતાના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” અને યાકૂબે પોતાના પિતા ઇસહાક જેમનું ભય રાખતા હતા તેમના સમ ખાધા.


અને તેણે કહ્યું, “જો એસાવ એક ટોળા પાસે આવીને તેને મારે, તો બાકી રહેલું ટોળું બચશે.”


તારા પિતાનો ઈશ્વર જે તારી સહાયતા કરશે તેનાથી, ને સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપરના આકાશના આશીર્વાદોથી તથા નીચેના ઊંડાણના આશીર્વાદોથી, સ્તનના તથા ગર્ભસ્થાનના આશીર્વાદોથી તને આશીર્વાદિત કરશે, તેનાથી [તું બળવાન કરાશે].


હે અમારા ઈશ્વર, તમે તેઓનો ન્યાય નહિ કરશો? કેમ કે આ મોટુ સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી; અને અમાટે શું કરવું તે પણ અમને સૂઝતું નથી. પણ અમે તે તમારી તરફ જોઈએ છીએ.”


“હે અમારા પિતૃઓના ઈશ્વર, યહોવા, શું તમે આકાશવાસી ઈશ્વર નથી? શું તમે વિદેશીઓનાં સર્વ રાજ્યો પર અધિકારી નથી?તમારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કોઈ તમારી સામે ટકવાને સમર્થ નથી.


આ ઉપરથી હિઝકિયા રાજાએ તથા આમોસના પુત્ર યશાયા પ્રબોધકે પ્રાર્થના કરતાં આકાશ તરફ [ઊંચું જોઈને] વિનંતી કરી.


સંકટને સમયે મને વિનંતી કર; હું તને છોડાવીશ, અને તું મારો મહિમા [પ્રગટ] કરશે.”


તે મને અરજ કરશે, એટલે હું તેને ઉત્તર આપીશ; હું સંકટસમયે તેની સાથે થઈશ; હું તેને છોડાવીને માન આપીશ.


વળી તેણે કહ્યું, “હું તારા પિતાનો ઈશ્વર, ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું” અને મૂસાએ પોતાનું મુખ સંતાડયું; કેમ કે ઈશ્વરની તરફ જોતાં તે બીધો.


હવે નેરિયાના પુત્ર બારુખના હાથમાં તે વેચાણખત સોંપ્યા પછી મેં યહોવાને વિનંતી કરી,


અને દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ, સર્વ લોક પોતપોતાના દિકરાઓ તથા દિકરીઓને લીધે મનમાં દુ:ખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું.


Lean sinn:

Sanasan


Sanasan