Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 32:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 મને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી એટલે એસાવના હાથથી બચાવજો; કેમ કે હું તેનાથી બીહું છું, રખેને તે આવીને મને તથા મારા દિકરાઓને તેઓની માઓ સહિત મારી નાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 મને મારા ભાઈ એસાવના હાથમાંથી બચાવો, કારણ, મને તેની બીક લાગે છે. કદાચ, તે આવીને મને તેમ જ મારી પત્નીઓ અને બાળકોને પણ મારી નાખે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કૃપા કરીને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી મને બચાવો, કેમ કે હું તેનાથી ગભરાઉં છું કે તે આવીને મારા પર, મારા દીકરાઓ પર તથા તેઓની માતાઓ પર હુમલો કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હું તમને પ્રાર્થના કરું છું કે, કૃપા કરીને મને માંરા ભાઈ એસાવના હાથમાંથી બચાવો. મને એનો ભય છે કે, રખેને તે આવીને અમને બધાંને, માંરા દીકરાઓને તેઓની માંઓ સુદ્વાંને માંરી નાખે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 32:11
21 Iomraidhean Croise  

અને તેણે કહ્યું, “મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, જેમણે અમારા ધણી પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમને ધન્ય હોજો; યહોવા મારા ધણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યા છે.”


અને યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તે આશીર્વાદને કારણે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. અને એસાવે મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસ પાસે છે; ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાંખીશ.”


અને રિબકાને તેના જયેષ્ઠ દિકરા એસાવનીઇ એ વાત કહેવામાં આવી. અને તેણે પોતાના નાના દિકરા યાકૂબને તેડી મંગાવ્યો, ને તેને કહ્યું, “જો, તારો ભાઈ એસાવ તને મારી નાખવાનું ધારીને તારા વિષે પોતાના મનને શાંત પાડે છે.


અને યાકૂબે પોતાની આગળ સેઈર દેશ જે અદોમની ભૂમિ છે, ત્યાં તેના ભાઈ એસાવની પાસે સંદેશિયાઓને મોકલ્યા.


અને યાકૂબ બહુ બીધો, ને ગભરાયો; અને તેણે પોતાની સાથેના લોકોને તથા બકરાંને તથા ઢોરને તથા ઊંટોને જુદાં કરીને બે ટોળાં કર્યાં.


અને એસાવ તેને મળવાને દોડયો, ને તેને ભેટયો, ને તેની કોટે વળગીને તેને ચૂમ્યો; અને તેઓ રડયા.


ત્યારે દાઉદ રાજા અંદર જઈને યહોવાની સમક્ષ બેઠો; અને તેણે કહ્યું, “હે પ્રભુ યહોવા, હું કોણ, તથા મારું કુટુંબ કોણ કે, આટલે સુધી તમે મને લાવ્યા છો?


માણસના જુલમમાંથી મારો ઉદ્ધાર કરો; એટલે હું તમારાં શાસનો પાળીશ.


મારા પોકાર પર કાન ધરો, કેમ કે હું બહુ દુ:ખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો. કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે.


હે ઈશ્વર, મારું રક્ષણ કરો; કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.


મારા આત્માને સંભાળો અને મને છોડાવો; મારી લાજ જવા દેતા નહિ, કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.


મારી તરફ તમારો કાન ધરો; ઉતાવળે મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.


હે ઈશ્વર, મારો ન્યાય કરો, તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો.


દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને [જીતવા કરતાં મુશ્કેલ છે] ; [એવા] કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.


અમારા ઈશ્વર, જેની અમે ઉપાસના કરીએ છીએ, તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં છોડાવવાને શક્તિમાન છે. અને હે રાજાજી, તે અમને આપના હાથમાંથી છોડાવશે.


માટે તારા લોકોની વિરુદ્ધ હુલ્લડ થશે, ને જેમ યુદ્ધને દિવસે શાલ્માને બેથ-આર્બેલને પાયમાલ કર્યું તેમ તારા બધા કિલ્લાઓ પાયમાલ થશે. તે દિવસે પોતાનાં બાળકોસહિત માતાઓને પછાડીને તેઓના ચૂરેચૂરા કરવામાં આવ્યા હતા.


અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. [કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન.]


જો રસ્‍તે ચાલતાં તું કોઈ પક્ષીનો માળો ઝાડ પર કે જમીન પર જુએ, ને તેની અંદર જો બચ્ચાં કે ઈંડાં હોય, ને ઈંડાં પર કે બચ્ચાં પર માદા બેઠેલી હોય, તો તારે માદાને બચ્ચાં સાથે પકડવી નહિ.


અને તેઓએ યહોવાની સમક્ષ પોકાર કરીને કહ્યું, ‘અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાને તજી દીધા છે, ને બાલીમ તથા આશ્તારોથની સેવા કરી છે; પણ હવે અમારા શત્રુઓના હાથમાંથી અમને છોડાવો, ને અમે તમારી સેવા કરીશું.’


માટે યહોવા ન્યાયાધીશ થઈને મારી ને તમારી વચ્ચે ચુકાદો આપો ને જોઈને મારા પક્ષની હિમાયત કરો, ને મને તમારા હાથમાંથી છોડાવો.”


Lean sinn:

Sanasan


Sanasan