Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 31:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 જો મારા પિતાના ઈશ્વર, ઇબ્રાહિમના ઈશ્વર તથા ઇસહાક જેના ભયમાં ચાલતા હતા, તે મારી સાથે ન હોત, તો ખચીત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે મારું દુ:ખ તથા મારા હાથની મહેનત જોયાં છે, ને ગઈ રાત્રે તને વાર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 જો મારા પિતાના ઈશ્વર, એટલે અબ્રાહામના ઈશ્વર તથા ઇસ્હાકના આરાધ્ય ઈશ્વર મારી સાથે ન હોત તો તમે મને ક્યારનોય ખાલી હાથે કાઢી મૂક્યો હોત. પરંતુ ઈશ્વરે મારાં દુ:ખ અને મહેનત જોયાં છે અને ગઈ કાલે રાત્રે તેમણે તમને ઠપકો આપ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 જો મારા દાદા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાક જે ઈશ્વરના ભયમાં ચાલતા હતા, તે ઈશ્વર મારી સાથે ન હોત, તો નિશ્ચે આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે તારો અત્યાચાર તથા મારી સખત મહેનત જોયાં છે અને તેથી તેમણે ગતરાત્રે તને ઠપકો આપ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 પરંતુ જો માંરા પૂર્વજોના દેવ, ઇબ્રાહિમના દેવ અને દેવ જેની ઈસહાક ઉપાસના કરે છે તે દેવ માંરા પક્ષમાં ના હોત તો તમે મને ખાલી હાથે કાઢી મૂકયો હોત. પરંતુ દેવે માંરી વેદના અને માંરા કામને ધ્યાનમાં લીધાં. અને ગઇ રાતે દેવે સાબિત કર્યુ કે, હું સાચો છું.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 31:42
22 Iomraidhean Croise  

અને જે નગર તથા બુરજ માણસોના દિકરાઓ બાંધતા હતા, તે જોવાને યહોવા ઊતર્યાં.


અને યહોવાના દૂતે તેને કહ્યું, “જો, તું ગર્ભવતી છે, ને તું દીકરો જણશે; અને તેનું નામ ઇશ્માએલ [એટલે ઈશ્વર સાંભળે છે] પાડશે, કેમ કે યહોવાએ તારું દુ:ખ સાંભળ્યું છે.


અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો, તેનું નામ તેણે એલ-રોઈ એવું પાડયું, કેમ કે તેણે કહ્યું, “જે મને જુએ છે તેના પર અહીં મારી દષ્ટિ પડી શું?”


અને ઇસહાક બહુ થરથર ધ્રૂજ્યો, ને બોલ્યો ‘ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ? તે સર્વમાંથી તારા આવ્યા અગાઉ મેં ખાધું, ને તેને આશીર્વાદ આપ્યો; અને તે આશીર્વાદિત થશે પણ ખરો.”


અને લેઆ ગર્ભવતી થઈ, ને તેણે દિકરાને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ રૂબેન પાડયું; કેમ કે તેણે કહ્યું, “યહોવાએ મારું કષ્ટ ખચીત જોયું છે. માટે હવે મારો પતિ મારા પર પ્રેમ કરશે.”


અને તેણે કહ્યું, “તારી આંખો ઊંચી કરીને જો; ટોળા પર જે બકરા ચઢે છે તેઓ સર્વ પટાદાર તથા છાંટવાળાં તથા કાબરચીતરા છે; કેમ કે લાબાન જે તને કરે છે તે સર્વ મેં જોયું છે.


અને ઈશ્વરે રાત્રે સ્વપ્નમાં લાબાન અરામીની પાસે આવીને કહ્યું, “ખબરદાર કે, તું યાકૂબને ભલું કે ભૂંડું કંઈ ન કહે.”


અને ઉપદ્રવ કરવો મારા હાથમાં છે; પણ તારા પિતાના ઈશ્વરે ગઈ રાત્રે મને કહ્યું કે, “ખબરદાર, તું યાકૂબને ભલું કે ભૂડું કંઈ ન કહે.’


અને તેણે તેઓને કહ્યું, “હું તમારા પિતાનું મોં જોઉં છું કે તેની નજર પહેલાંના જેવી મારા પર નથી; પણ મારા પિતાનો ઈશ્વર મારી સાથે છે.


ઇબ્રાહિમના ઈશ્વર તથા નાહોરના ઈશ્વર, એટલે તેઓના પિતાના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” અને યાકૂબે પોતાના પિતા ઇસહાક જેમનું ભય રાખતા હતા તેમના સમ ખાધા.


અને યાકૂબે કહ્યું, “ઓ યહોવા, મારા પિતા ઇબ્રાહિમના ઈશ્વર તથા મારા પિતા ઇસહાકના ઈશ્વર, તમે મને કહ્યું હતું કે તું તારે દેશ તથા તારા સગાંની પાસે પાછો જા, ને હું તારું ભલું કરીશ.


અને આપણે ઊઠીને બેથેલ જઈએ; અને જે ઈશ્વરે મારા દુ:ખના દિવસે મારું સાંભળ્યું, ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યા, તેમને માટે ત્યાં હું વેદી બાંધીશ.”


અને ઇઝરાયલ પોતાનાં સર્વ સહિત નીકળીને બેર-શેબા આવ્યો, ને તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને ય ચઢાવ્યા.


દાઉદ નીકળીને તેઓને મળવા ગયો, ને તેઓને કહ્યું, “જો તમે મને સહાય કરવા માટે સલાહશાંતિથી મારી પાસે આવ્યા હો, તો મારું હ્રદય તમારી સાથે એક ગાંઠ થશે; પણ હું નિર્દોષ છતાં, જો મને મારા વૈરીઓને સ્વાધીન કરવા માટે [તમે આવ્યા હો] , તો તે જોઈને આપણા પિતૃઓના ઈશ્વર તેને માટે શિક્ષા કરો.”


હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ; કેમ કે તમે મારું દુ:ખ જોયું છે. તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે;


અને યહોવાએ કહ્યું, “મેં મિસરમાંના મારા લોકનું દુ:ખ ખરેખર જોયું છે, ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે; કેમ કે તેઓનો ખેદ હું જાણું છું;


સૈન્યોના [ઈશ્વર] યહોવાને પવિત્ર માનો; અને તેમનાથી બીઓ તથા તેમનાથી ડરો.


હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું ને તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે મને જ્ઞાન તથા પરાક્રમ આપ્યાં છે, અને જે અમે તમારી પાસેથી માગ્યું જે હમણાં તમે મને જણાવ્યું છે; કેમ કે તમે અમને રાજાની વાત પ્રગટ કરી છે.”


અને જ્યારે તું તેને તારા તાબામાંથી છોડી દે, ત્યારે તારે તેને ખાલી હાથે જવા દેવો નહિ.


પણ મિખાએલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું, “પ્રભુ તને ધમકાવો.”


Lean sinn:

Sanasan


Sanasan