Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 31:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તેણે કહ્યું, “તારી આંખો ઊંચી કરીને જો; ટોળા પર જે બકરા ચઢે છે તેઓ સર્વ પટાદાર તથા છાંટવાળાં તથા કાબરચીતરા છે; કેમ કે લાબાન જે તને કરે છે તે સર્વ મેં જોયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેણે કહ્યું, ‘જો, સંવનન કરનાર બધા બકરા ચટાપટાવાળા, ટપકાવાળા અને કાબરચીતરા છે. કારણ, મેં તારા પ્રત્યેનું લાબાનનું વર્તન જોયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેણે કહ્યું, ‘તારી આંખો ઊંચી કરીને જો કે ટોળાં સાથે જે બકરાં સંબંધ બાંધે છે તેઓ સર્વ પટ્ટાદાર, છાંટવાળા તથા કાબરચીતરા છે. કેમ કે લાબાન તને જે કરે છે તે સર્વ મેં જોયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “દેવના દૂતે કહ્યું, ‘જો, ગર્ભધારણ કરનારાં ટોળામાં નર ઢોર બધાં જ ચટાપટાવાળા, ટપકાવાળાં અને કાબરચીતરા છે; હું આમ કહી રહ્યો છું કારણ કે લાબાનનો તારી સાથે દુર્વ્યવહાર મેં જોયો છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 31:12
13 Iomraidhean Croise  

અને જાનવરો સવાણે આવતી વખતે એમ થયું કે મેં આંખ ઊંચી કરીને સ્વપ્નમાં જોયું કે જે બકરા ટોળા પર ચઢતા હતા તેઓ પટાદાર, છાંટવાળા તથા કાબરચીતરા હતા.


જો મારા પિતાના ઈશ્વર, ઇબ્રાહિમના ઈશ્વર તથા ઇસહાક જેના ભયમાં ચાલતા હતા, તે મારી સાથે ન હોત, તો ખચીત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે મારું દુ:ખ તથા મારા હાથની મહેનત જોયાં છે, ને ગઈ રાત્રે તને વાર્યો છે.”


તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ [કરનારા] તથા ઈર્ષા [ખોરો] ને નજરમાં રાખો છો; નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથના બેલી થયા છો.


યહોવા કહે છે, “ગરીબોને લૂંટયાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે હું હવે ઊઠીશ; અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”


મારું ચાલવું તથા સૂવું પણ તમે તપાસી જુઓ છો. તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.


અને યહોવાએ કહ્યું, “મેં મિસરમાંના મારા લોકનું દુ:ખ ખરેખર જોયું છે, ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે; કેમ કે તેઓનો ખેદ હું જાણું છું;


અને હવે, જો, ઇઝરાયલીઓનો વિલાપ મારી પાસે આવ્યો છે. વળી જે જુલમ મિસરીઓ તેઓ ઉપર ગુજારે છે તે પણ મેં જોયો છે.


જો ગરીબો પર [થતા] જુલમને તથા દેશમાં ઇનસાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો તે વાતથી આશ્ચર્ય ન પામ; કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો તે લક્ષ આપે છે; અને તેઓ કરતાં એક ઊંચો છે.


તું તારા પડોશી પર જુલમ ન કર, ને તેને ન લૂંટ. મજૂરનું વેતન આખી રાત એટલે સવાર સુધી તારી પાસે રહેવા દે.


મિસરમાં જે મારા લોકો છે તેઓનું દુ:ખ મેં નિશ્ચે જોયું છે, તેઓના નિ:સાસા મેં સાંભળ્યાં છે, અને તેઓને છોડાવવા હું ઊતર્યો છું; હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ.’


વળી, માલિકો, તમે તેઓની સાથે એમ જ વર્તો, ધમકી [આપવાનું] છોડી દો. અને આકાશમાં તેઓનો તેમ જ તમારો પણ [એક જ] માલિક છે, અને તેમની પાસે પક્ષપાત નથી [એમ જાણો].


તે જ દિવસે તું તેની મજૂરી તેને આપ, સૂર્ય તે પર આથમે નહિ, કેમ કે તે ગરીબ છે, ને તેનું મન તેમાં ચોટેલું છે. રખેને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે, ને એમ તું દોષિત ઠરે.


Lean sinn:

Sanasan


Sanasan