Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 31:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને જાનવરો સવાણે આવતી વખતે એમ થયું કે મેં આંખ ઊંચી કરીને સ્વપ્નમાં જોયું કે જે બકરા ટોળા પર ચઢતા હતા તેઓ પટાદાર, છાંટવાળા તથા કાબરચીતરા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 “પ્રાણીઓના સંવનનની મોસમમાં મને સ્વપ્ન આવ્યું હતું. તેમાં મેં જોયું તો સંવનન કરનાર બકરા ચટાપટાવાળા, ટપકાંવાળા અને કાબરચીતરા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એક વાર મેં સ્વપ્નમાં જોયું કે ગર્ભધારણ કરવાની ઋતુમાં જે બકરાં ટોળાં સાથે મળીને આવતાં હતાં તેઓ પટ્ટાદાર, છાંટવાળાં તથા કાબરચીતરાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “જે સમયે ઘેટાંબકરાં ગર્ભધારણ કરવા મળી રહ્યા હતા ત્યારે મેં એક સ્વપ્ન જોયું. મેં જોયું કે, ગર્ભધારણ કરાવનારા નર જાતિનાં ઢોર ચટાપટાવાળા, ટપકાંવાળા અને કાબરચીતરાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 31:10
11 Iomraidhean Croise  

અને ઈશ્વરે સ્વપ્નમાં તેને કહ્યું, “હા, હું જાણું છું કે તેં સાચા અંત:કરણે એ કર્યું છે, ને મેં પણ મારી સામે અપરાધ કરવાથી તને અટકાવ્યો; માટે મેં તને તેને અડકવા ન દીધો.


અને તેને સ્વપન આવ્યું. અને જુઓ, એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી, ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી; અને જુઓ, તેના પર ઈશ્વરના દૂત ચઢતા ને ઊતરતા હતા.


અને [ખોસેલી] ડાળીઓ આગળ ઢોરો ગર્ભધારણ કરતાં હતાં. ને તેઓને પટાદાર, છાંટવાળાં, તથા ટપકાંવાળાં બચ્ચાં થયાં.


અને ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, “યાકૂબ, ” અને મેં કહ્યું, “હું આ રહ્યો.”


અને તેણે કહ્યું, “તારી આંખો ઊંચી કરીને જો; ટોળા પર જે બકરા ચઢે છે તેઓ સર્વ પટાદાર તથા છાંટવાળાં તથા કાબરચીતરા છે; કેમ કે લાબાન જે તને કરે છે તે સર્વ મેં જોયું છે.


અને ઈશ્વરે રાત્રે સ્વપ્નમાં લાબાન અરામીની પાસે આવીને કહ્યું, “ખબરદાર કે, તું યાકૂબને ભલું કે ભૂંડું કંઈ ન કહે.”


એ રીતે ઈશ્વરે તમારા પિતાની સંપત્તિ ખૂંચવી લઈને મને આપી છે.


અને યૂસફને સ્વપ્ન આવ્યું, ને તેણે તેના ભાઈઓને તે કહી સંભળાવ્યું; અને તેઓ તેના પર વત્તો દ્વેષ કરતા હતા.


ગિબ્યોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન દીધું. અને ઈશ્વરે કહ્યું, “માગ, હું તને શું આપું?”


અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ.


જો તારી મધ્યે કોઈ પ્રબોધક અથવા સ્વપ્નખોર ઊભો થાય,


Lean sinn:

Sanasan


Sanasan