Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 30:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 અને તે માણસ બહુ વૃદ્ધિ પામ્યો, ને તેને મોટાં ટોળાં તથા દાસો તથા દાસીઓ તથા ઊંટો તથા ગધેડાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 આમ, એ માણસ ખૂબ સમૃદ્ધ બની ગયો, અને તેની પાસે ઘેટાંબકરાંનાં મોટાં ટોળાં, દાસદાસીઓ, ઊંટો અને ગધેડાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 પરિણામે યાકૂબના ઘેટાંબકરાંમાં ઘણો વધારો થયો. તેની પાસે દાસો તથા દાસીઓ, ઊંટો તથા ગધેડાં ઉપરાંત વિશાળ પ્રમાણમાં અન્ય જાનવરોની સંપત્તિ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 આમ, યાકૂબ ખૂબ શ્રીમંત થઈ ગયો અને તેની પાસે ઘેટાં બકરાંનાં મોટા મોટા ટોળાં, નોકર ચાકરો, દાસદાસીઓ, ઊંટો અને ગધેડાં થયાં. તે ખૂબ સમૃધ્ધ બન્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 30:43
18 Iomraidhean Croise  

અને તેણે સારાયને લીધે ઇબ્રામનું ભલું કર્યું; અને તેણે તેને ઘેટાં તથા બળદો તથા ગધેડા તથા દાસો તથા દાસીઓ તથા ગધેડીઓ તથા ઊંટો આપ્યાં.


અને ઇબ્રામ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો.


અને યહોવાએ મારા ધણીને બહુ આશીર્વાદ આપ્યો છે; અને તે મોટો થયો છે; અને તેણે તેને ઘેટાં તથા ઢોર તથા રૂપું તથા સોનું તથા દાસો તથા દાસીઓ તથા ઊંટ તથા ગધેડાં આપ્યાં છે.


અને જો, હું તારી સાથે છું, ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ; કેમ કે જે મેં તને કહ્યું છે, તે પૂરું કર્યા વગર હું તને નહિ મૂકીશ.”


કેમ કે મારા આવ્યા અગાઉ તારું જે હતું તે થોડું હતું, ને હવે તે બહુ વધ્યું છે; અને જ્યાં મેં પગલું ભર્યું છે ત્યાં યહોવાએ તને આશીર્વાદ આપ્યો છે; પણ હવે મારા પોતાના ઘરનાનું હું કયારે પૂરું કરીશ?”


પણ ઢોર નબળાં હોય ત્યારે તે ડાળીઓ મૂકતો નહોતો; માટે નબળાં તે લાબાનનાં, ને જબરાં તે યાકૂબનાં થયાં.


અને તેણે લાબાનના દીકરીઓની આ વાત સાંભળી, “જે આપણા પિતાનું તે બધું યાકૂબે લઈ લીધું છે. અને આપણા પિતાનું જે હતું તેથી તેણે આ સર્વ સંપત મેળવી છે.”


જો મારા પિતાના ઈશ્વર, ઇબ્રાહિમના ઈશ્વર તથા ઇસહાક જેના ભયમાં ચાલતા હતા, તે મારી સાથે ન હોત, તો ખચીત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે મારું દુ:ખ તથા મારા હાથની મહેનત જોયાં છે, ને ગઈ રાત્રે તને વાર્યો છે.”


જે સર્વ સત્યતા તમે તમારા દાસ તરફ દેખાડી છે તેને હું લાયક જ નથી; કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યર્દન નદી પાર ઊતર્યો હતો. અને હવે મારે બે ટોળાં થયાં છે.


એટલે બસો બકરી, તથા વીસ બકરા, ને બસો ઘેટી તથા વીસ ઘેટા,


અને મારી પાસે ઢોર તથા ગધેડાં તથા ઘેટાંબકરાં તથા દાસ તથા દાસીઓ છે. અને હું તારી નજરમાં કૃપા પામું, માટે મેં મારા મુરબ્બીને ખબર આપવાને માણસ મોકલ્યા છે.’”


મારી જે ભેટ તારી પાસે લાવ્યો છું તે કૃપા કરી લે, કેમ કે ઈશ્વરે, મારા ઉપર કૃપા કરી છે, ને મારી પાસે પુષ્કળ છે.” અને તેણે આગ્રહ કર્યો, ને તેણે તે લીધી.


કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકઠા રહી ન શક્યા. અને તેઓનઅ પ્રવાસનો દેશ તેઓનાં ઢોરઢાંકને લીધે તેઓનો નિભાવ કરી ન શક્યો.


મેં દાસદાસીઓ ખરીદ્યાં, અને મારા ઘરમાં જન્મેલા ચાકરો પણ મારી પાસે હતા. વળી જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વના કરતાં પણ મારી પાસે ગાયબળદોનાં તથા ઘેટાંબકરાંનાં ટોળાંની સંપત્તિ અધિક હતી.


તેથી તેઓ સીમમાંથી કંઈ લાકડાં વીણી લાવશે નહિ, ને વનમાંથી કંઈ પણ કાપી લાવશે નહિ; કેમ કે તેઓ યુદ્દશસ્ત્રો બાળશે. તેમને પાયમાલ કરનારાઓને તેઓ પાયમાલ કરશે, ને તેમને લૂંટી લેનારારોને તેઓ લૂંટી લેશે, એમ પ્રભુ યહોવા કહે છે.


પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ધણી આવતાં વાર લગાડે છે; અને દાસોને તથા દાસીઓને મારવા [માંડશે] , અને ખાવાપીવા તથા છાકટો થવા માંડશે;


Lean sinn:

Sanasan


Sanasan