Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 30:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને લબાને તેને કહ્યું, “મારા પર તારી કૃપાદષ્ટિ હોય તો રહે; કેમ કે યહોવાએ તારે લીધે મને આશીર્વાદ આપ્યો છે. એ મેં શુકનથી જાણ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 પણ લાબાને તેને કહ્યું, “જો તારી રહેમ નજર મારા પર હોય તો તું અહીં જ રહે. કારણ, મેં જોષ જોઈને શોધી કાઢયું છે કે તારે લીધે પ્રભુએ મને આશિષ આપી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 લાબાને તેને કહ્યું, “જો, હવે તારી દ્રષ્ટિમાં મેં કૃપા પ્રાપ્ત કરી હોય તો રહે, કેમ કે ઈશ્વર દ્વારા મને જણાયું છે કે તારે લીધે ઈશ્વરે મને ઘણો આશીર્વાદ આપ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 લાબાને તેને કહ્યું, “મને થોડું કહેવા દે, મને અનુભવ થયો છે કે, તારા કારણે યહોવાએ માંરા પર કૃપા કરી છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 30:27
25 Iomraidhean Croise  

અને જેઓ તને આશીર્વાદ આપે તેઓને હું આશીર્વાદ આપીશ, ને જેઓ તને શાપ આપે તેઓને હું શાપ આપીશ; અને તારામાં પૃથ્વીનાં સર્વ કુટુંબ આશીર્વાદ પામશે.


કહ્યુ, “મારા સ્વામી, જો તમારી દષ્ટિમાં હું હવે કૃપા પામ્યો હોઉં, તો તમે તમારા દાસ પાસેથી જતા ન રહેશો;


અને તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું; બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, ને મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ, ને તારાં સંતાન વધારીશ.”


કેમ કે મારા આવ્યા અગાઉ તારું જે હતું તે થોડું હતું, ને હવે તે બહુ વધ્યું છે; અને જ્યાં મેં પગલું ભર્યું છે ત્યાં યહોવાએ તને આશીર્વાદ આપ્યો છે; પણ હવે મારા પોતાના ઘરનાનું હું કયારે પૂરું કરીશ?”


અને એસાવે કહ્યું, “મારી સાથેના લોકોમાંથી થોડા તારી પાસે હું મૂકું.” અને તેણે કહ્યું, “શા માટે? હું તારી નજરમાં કૃપા પામું [તે બહુ છે.] ”


નઅએ શખેમે તેના પિતા તથા તેના ભાઈઓને કહ્યું, “જો હું તમારી દષ્ટિમાં કૃપા પામું, તો તમે મને જે કહેશો તે હું તમને આપીશ.


જેમાંથી મારો ધણી પીએ છે, ને જેથી તે શુકન જુએ છે તે શું આ નથી? આ તો તમે ભૂંડું કર્યું છે.”


અને તેઓએ કહ્યું, “તમે અમારા જીવ બચાવ્યા છે. અમારા પત અમારા ધણીની કૃપાદષ્ટિ થાઓ, ને અમે ફારુનના દાસ થઈશું.”


અને કરારકોશ ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં ત્રણ માસ રહ્યો. અને યહોવાએ ઓબેદ-અદોમને તથા તેના ઘરનાં સર્વને આશીર્વાદ આપ્યો.


હદાદ ફારુનની ર્દષ્ટિમાં એટલી બધી કૃપા પામ્યો કે ફારુને પોતાની રાણીની બહેન એટલે તાહપાનેસ રાણીની બહેન હદાદ સાથે પરણાવી.


એ પ્રભુ, આ તમારા સેવકની પ્રાર્થના તથા તમારા જે સોવકો તમારાથી ડરે છે, અને તમારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળો. આજે કૃપા કરીને તમારા સેવકને તમે આબાદાની આપો, ને આ માણસની મારા પર કૃપાર્દષ્ટિ થાય એમ તમે કરો. (હું તો રાજાનો પાત્રવાહક હતો.)


મેં રાજાને કહ્યું, “જો આપની મરજી હોય, અને જો આપના સેવક પર આપની કૃપાર્દષ્ટિ હોય, તો યહૂદિયાના જે નગરમાં મારા પિતૃઓની કબરો છે ત્યાં મને જવા દો, જેથી હું તે ફરીથી બાંધું.”


વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.


અને હું મિસરીઓની દષ્ટિમાં આ લોકોને કૃપા પમાડીશ; અને એમ થશે કે જ્યારે તમારું નીકળવું થશે, ત્યારે તમે ખાલી હાથે જશો નહિ.


તે છતાં જો તેમાં દશાંશ રહે, તો તે ફરીથી બાળવામાં આવશે; એલાહવૃક્ષ તથા એલોનવૃક્ષ પાડી નાખવામાં આવ્યા પછી ઠૂંઠું રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ ઠૂંઠા જેવું છે.”


તેમનાં સંતાન વિદેશીઓમાં, ને તેમની સંતતિ લોકોમાં ઓળખાશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનને યહોવાએ આશીર્વાદ આપેલો છે તે તેઓ છે.


યહોવા કહે છે, “જેમ ઝૂમખામાં નવો દ્રાક્ષારસ મળે છે ત્યારે, ‘તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં આશીર્વાદ છે, ’ એમ લોકો કહે છે; તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તેઓ સર્વનો નાશ ન થાય.


હવે ઈશ્વરની કૃપાથી દાનિયેલ ઉપર મુખ્ય ખોજાની કૃપાદષ્ટિ થઈ, ને તેણે દાનિયેલ પર કરુણા કરી.


અને મૂસાએ યહોવાને કહ્યું, “તમે તમારા સેવકને કેમ દુ:ખ દીધું છે? અને હું તમારી દષ્ટિમાં કેમ કૃપા ન પામ્યો કે, તમે એ સર્વ લોકોનો ભાર મારા પર નાખો છો?


અને જો તમે મારી સાથે એ પ્રમાણે વર્તો, ત્યારે તો, જો હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો મને મારી નાખો કે, મને મારું દુ:ખ જોવું ન પડે.”


તેમણે તેનાં સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો, અને તેને એવી બુદ્ધિ આપી કે મિસરનો રાજા ફારુન તેના પર પ્રસન્‍ન થયો. તેણે તેને મિસર પર તથા પોતાના આખા મહેલ પર અધિકારી નીમ્યો.


ત્યારે તેણે કહ્યું, “હે મારા સાહેબ, મારા પર કૃપાદષ્ટિ રાખો, કેમ કે તમે મને દિલાસો આપ્યો છે, ને જો કે હું તમારી દાસીઓમાંની એકના જેવી નથી, તોપણ તમે આ તમારી દાસી સાથે માયાળુપણે બોલ્યા છો.”


અને શાઉલે યિશાઈ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું, “કૃપા કરીને દાઉદને મારો હજૂરિયો થવા દે; કેમ કે તેના પર મારી કૃપાદષ્ટિ થઈ છે.”


Lean sinn:

Sanasan


Sanasan