Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 3:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે તે બન્‍નેની આંખો ઊઘડી ગઈ, અને તેઓએ જાણ્યું કે “અમે નગ્ન છીએ. અને અંજીરીના પાતરાં સીવીને તેઓએ પોતાને માટે આચ્છાદાન બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ફળ ખાતાંની સાથે જ બન્‍નેની આંખો ઊઘડી ગઈ અને પોતે નગ્ન છે તેનો તેમને ખ્યાલ આવી ગયો અને તેથી તેમણે અંજીરીનાં પાંદડાં સીવીને પોતાનાં શરીર ઢાંક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ત્યારે તેઓ બન્નેની આંખો ઉઘડી ગઈ અને તેઓ સમજ્યા કે અમે વસ્ત્રહીન છીએ. તેથી તેઓએ અંજીરનાં પાંદડાં જોડીને પોતાને માટે આવરણ બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી પુરુષ અને સ્ત્રી બંન્ને બદલાઈ ગયાં. અને તેઓની આંખો ઉઘડી ગઇ. તેઓેએે જોયું કે, તેઓ વસ્રહીન છે; એટલે તેમણે અંજીરીનાં પાંદડાં સીવીને પોતાના અંગ ઢાંકયાં.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 3:7
13 Iomraidhean Croise  

અને તે માણસ તથા તેની પત્ની બન્‍ને નગ્ન હતાં, પણ તેઓ લાજતાં ન હતાં.


કેમ કે ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે ઈશ્વરના જેવાં ભલુંભૂડું જાણનારાં થશો.”


તેઓ સમરુનમાં પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું, “હે યહોવા, આ માણસોની આંખો ઉઘાડો કે, તેઓ જુએ.” એટલે યહોવાએ તેઓની આંખો ઉઘાડી. તેઓએ જોયું કે, અમે તો સમરુનમાં આવેલા છીએ.


કેમ કે પગ લાંબા કરવા માટે ખાટલો ટૂંકો પડે છે; અને શરીર પર ઓઢવા માટે ચાદર સાંકડી છે.


તારું શરીર ઉઘાડું થશે, તારી લાજ પણ જોવાશે; હું વેર લઈશ, ને કોઈ માણસ બચી જશે નહિ.”


તેમની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહિ, ને પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરશે નહિ; તેમની કરણીઓ અન્યાયી છે, ને તેમના હાથોથી બલાત્કારનાં કામ થાય છે.


યરુશાલેમે મહા પાપ કર્યું છે; તેથી તે ભ્રષ્ટ થઈ ગઈ છે; જેઓ તેનો આદર કરતા હતા તેઓ સર્વ તેને તુચ્છ ગણે છે, કેમ કે તેઓએ તેની નગ્નતા જોઈ છે! હા, તે મોં ફેરવીને નિસાસા નાખે છે


હાદેસમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહિમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા.


અને શરીરના જે [ભાગ] ને આપણે ઓછા માનયોગ્ય ગણીએ છીએ તેઓને આપણે વધારે માન આપીએ છીએ! એમ આપણા કદરૂપા અવયવોને વધારે શોભાયમાન કરવામાં આવે છે.


અને તારી આંખો જે દેખાવ જોશે તેને લીધે તું ગાંડો થઈ જશે.


અને ઇઝરાયલ પ્રજાની પેઢીઓ, એટલે જેઓને અગાઉ યુદ્ધ વિષે કંઈ માહિતી ન હતી, તે માહિતગર થઈને યુદ્ધકળા શીખે, ફક્ત એ માટે યહોવાએ જે દેશજાતિઓને રહેવા દીધી, તે આ છે:


Lean sinn:

Sanasan


Sanasan