Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 3:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા [એટલે સજીવ] પાડયું; કેમ કે તે સર્વ સજીવની મા હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 અને આદમે પોતાની પત્નીનું નામ હવ્વા પાડયું; કારણ, તે સર્વ સજીવોની મા હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તે માણસે તેની પત્નીનું નામ હવા પાડ્યું કેમ કે તે સમગ્ર માનવોની માતા થવાની હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 આદમે પોતાની પત્નીનું નામ હવા પાડયું. કારણ કે તે સર્વ માંનવજીવોની જનેતા હતી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 3:20
14 Iomraidhean Croise  

અને યહોવાના દૂતે તેને કહ્યું, “જો, તું ગર્ભવતી છે, ને તું દીકરો જણશે; અને તેનું નામ ઇશ્માએલ [એટલે ઈશ્વર સાંભળે છે] પાડશે, કેમ કે યહોવાએ તારું દુ:ખ સાંભળ્યું છે.


અને તે માણસે સર્વ ગ્રામ્યપશુઓનાં, તથા આકાશનાં પક્ષીઓનાં, તથા સર્વ વનપશુઓનાં નામ પાડયાં. પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહિ.


અને તે માણસે કહ્યું, “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે; તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે.”


અને યહોવા ઈશ્વરે આદમ તથા તેની પત્નીને માટે ચામડાનાં વસ્‍ત્ર બનાવ્યાં, ને તેઓને પહેરાવ્યાં.


અને એમ થયું કે, જ્યારે તેનો જીવ જતો હતો (કેમ કે તે મરી ગઈ), ત્યારે તેણે તેનું નામ બેનોની પાડયું, પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડયું.


અને તેણે તેનું નામ નૂહ [એટલે વિસામો] પાડયું, ને કહ્યું, “જે ભૂમિને યહોવાએ શાપ દીધો, તેમાં અમારાં કામ તથા હાથોના ઉદ્યોગ સંબંધી એ જ અમને દિલાસો આપશે.”


અને તે બાળક મોટું થયું ત્યારે તે તેને ફારુનની પુત્રી પાસે લાવી, ને તે તેનો દીકરો થઈ રહ્યો. અને મેં તેને પાણીમાંથી તાણી કઢાવ્યો, એમ કહીને તેણે તેનું નામ મૂસા પાડયું.


અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.”


“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”


તેમણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા માટે એકમાંથી ઉત્પન્‍ન કરી, અને તેમણે તેઓને માટે નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી.


પણ મને ભય લાગે છે, રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભુલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે [તજીને] તમારાં મન હરકોઈ રીતે ભ્રષ્ટ થાય.


કેમ કે આદમ પહેલાં ઉત્પન્‍ન થયો, પછી હવા.


દિવસો વીતતાં એમ થયું કે હાન્‍નાને ગર્ભ રહ્યો, ને તેને પુત્રનો પ્રસવ થયો. અને તેનું નામ તેણે શમુએલ પાડ્યું, કેમ કે [તેણે કહ્યું,] “મેં તેને યહોવા પાસેથી માગી લીધો છે.”


Lean sinn:

Sanasan


Sanasan