Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 3:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 કપાળેથી પરસેવો પાડી પાડીને તું ખોરાક મેળવશે, અને એમ કરતાં કરતાં જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તારે તારા પોતાનાં ભોજન માંટે ખૂબ પરિશ્રમ કરવો પડશે. જયાં સુધી પરસેવો ન થાય ત્યાં સુધી તું પરિશ્રમ કરીશ. જયાં સુધી તારું મૃત્યુ ન થાય ત્યાં સુધી તું સખત પરિશ્રમ કરીશ. તે સમયે તું ફરીવાર માંટી થઈ જઈશ. જયારે મેં તને બનાવ્યો ત્યારે માંટીમાંથી જ બનાવ્યો હતો. અને જયારે તું મૃત્યુ પામીશ ત્યારે એ જ માંટીમાં પાછો મળી જઈશ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 3:19
33 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમ બોલ્યો, “જો હવે હું ધૂળ તથા રાખ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું:


અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ પ્રાણી થયું.


“હું તમારી મધ્યે પરદેશી તથા પ્રવાસી છું. મને તમારી મધ્યે કબરને માટે જગા કરી આપો કે હું મારી આગળથી મારી મૃત પત્નીને દાટું.”


તે કાંટા તથા કંટાળી તારે માટે ઉગાવશે, અને તું ખેતરનું શાક ખાશે.


અને આદમના સર્વ દિવસો નવસો ત્રીસ વર્ષ હતાં; અને તે મરી ગયો.


કહ્યું, “મારી માના ઉદરમાંથી હું નગ્ન આવ્યો હતો, અને નગ્ન પાછો જઈશ. યહોવાએ આપ્યું, અને યહોવાએ લઈ લીધું છે; યહોવાના નામને ધન્ય હો.”


કૃપા કરી યાદ રાખો કે, તમે માટીના ઘાટ [જેવો] મને ઘડયો છે; અને શું તમે મને પાછો ધૂળ ભેગો કરશો?


મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું ઈશ્વરને જોઈશ.


તેઓ સરખી રીતે ધૂળમાં સૂએ છે, અને કીડાઓ તેમને ઢાંકી દે છે.


તો સર્વ દેહધારીઓ એકદમ નાશ પામે, અને મનુષ્ય પાછું ધૂળમાં મળી જાય.


તો ધૂળમાં નાખેલા પાયાવાળાં માટીનાં ઘરોમાં રહેનાર, જેઓ પતંગિયાની જેમ કચરાઈ જાય છે, તેઓને તે કેટલા વિશેષ [ગણશે] !


કેમ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળના છીએ એવું તે સંભારે છે.


માણસ પોતાનો ધંધો કરવા બહાર નીકળે છે, અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે.


તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ગભરાઈ જાય છે; તેઓનો પ્રાણ તમે લઈ લો છો, એટલે તેઓ મરે છે, અને પાછાં ધૂળમાં મળી જાય છે.


તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે; કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા [હોય તોપણ] તેમને આપે છે.


મારું બળ સુકાઈને ઠીકરા જેવું થઈ ગયું છે; મારાં જડબાં સાથે મારી જીભ ચોંટી જાય છે; અને તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.


પૃથ્વીના સર્વ મોટા મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.


તમે માણસને ધૂળમાં પાછું મેળવી દો છો; અને કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”


બુદ્ધિને માર્ગેથી ભટકી જનાર માણસ મૂએલાઓની સભામાં આવી પડશે.


પૃથ્વી ઉપર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનથી શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડયું. એ કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.


જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે, તેથી તેને શો લાભ છે?


અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે.


સર્વ એક જ જગાએ જાય છે; સર્વ ધૂળનાં છે, ને સર્વ પાછાં ધૂળમાં મળી જાય છે;


જેવો તે પોતાની માના પેટમાંથી આવ્યો હતો તેવો ને તેવો નગ્ન તે પાછો જશે, અને તે પોતાની મહેનત બદલ કંઈ પણ પોતાના હાથમાં લઈ જવા પામશે નહિ.


અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઊઠશે, કેટલાક અનંતજીવનમાં [દાખલ થશે] અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે.


પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો; બીજો માણસ આકાશથી છે.


ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.


ભાઈઓ, તમે અમારો શ્રમ તથા કષ્ટ સંભારો છો, કેમ કે તમારામાંના કોઈને ભારરૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.


કેમ કે અમે તમારી પાસે હતા ત્યારે પણ અમે [તમને] એવી આજ્ઞા કરી હતી કે, જો કોઈ માણસ કામ ન કરે, તો તેને ખવડાવવું પણ નહિ.


જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે,


Lean sinn:

Sanasan


Sanasan