Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 3:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 સ્‍ત્રીને તેણે કહ્યું, “હું તારો શોક તથા તારી ગર્ભાવસ્થાનું દુ:ખ ઘણું જ વધારીશ. તું દુ:ખે બાળકને જન્મ આપશે, અને તું તારા ઘણીને આધીન થશે, ને તે તારા પર ધણીપણું કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પછી ઈશ્વરે સ્ત્રીને કહ્યું, “હું તારું ગર્ભધારણનું દુ:ખ વધારીશ અને બાળકને જન્મ આપવામાં તને ભારે વેદના થશે. છતાંય તું તારા પતિની ઝંખના સેવ્યા કરીશ અને તે તારા પર અધિકાર ચલાવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 વળી યહોવાહ ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પછી યહોવા દેવે સ્ત્રીને કહ્યું, “તારે ગર્ભાવસ્થા દરમ્યાન ભારે વેદના વેઠવી પડે એમ હું કરીશ. તું જયારે બાળકને જન્મ આપીશ ત્યારે તને અસહ્ય વેદના થશે. તું તારા પતિને ખૂબ ઈચ્છીશ પણ તે તારા પર રાજ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 3:16
30 Iomraidhean Croise  

જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું? પણ જો સારું ન કરે, તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે. અને તારી તરફ તેની ઇચ્છા થશે, ને તે પર તું ધણીપણું કરશે.”


યોબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માએ તેને દુ:ખથી જન્મ આપ્યો, માટે તેણે તેનું નામ યાબેસ પાડ્યું.


રાજા જે હુકમ કરશે, તે જ્યારે તેના આખા સામ્રાજ્યમાં પ્રસિદ્ધ થશે (કેમ કે તે વિશાળ છે, ) ત્યારે સર્વ સ્ત્રીઓ પોતપોતાના પતિઓને, એટલે નાનાને તેમ જ મોટાને, માન આપશે.”


ત્યાં તેમને ધ્રુજારી છૂટી; તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.


તેઓ ગભરાશે, તેઓ પર દુ:ખ તથા સંકટ આવી પડશે, પ્રસૂતાની જેમ તેઓ કષ્ટાશે, તેઓ ભયભીત થઈને એકબીજા સામે ટગરટગર જોયા કરશે; તેઓનાં મુખ જવાળાનાં મુખ જેવાં થશે.


તેથી મારી કમર દુ:ખથી ભરપૂર છે. પ્રસૂતાની વેદના જેવી વેદના મારા પર આવી પડી છે; હું એવો વળી ગયો છું કે મારાથી સંભળાતું નથી; અને એવો ભયભીત થયો છું કે મારાથી જોવાતું નથી.


તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે; મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે; અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે.


જેઓને તેં પોતે તારા મિત્રો થવાને માટે શીખવ્યા હતા, ને તારી વિરુદ્ધ થતામ શીખવ્યા હતા, તેઓને તે તારા પર અધિકારીઓ ઠરાવે, ત્યારે તું શું કહેશે? પ્રસૂતાના જેવી વેદના તને થશે નહિ?


રે લબાનોનમાં રહેનારી, તથા એરેજવૃક્ષોમાં પોતાનો માળો બાંધનાર, જ્યારે તને પ્રસૂતાના જેવી વેદના તથા કષ્ટ થશે, ત્યારે તું કેવી દયામણી થશે!”


સિયોનની પુત્રીનો સાદ મેં સાંભળ્યો છે, તે તો જન્મ આપનાર સ્ત્રીના જેવો, તથા તેના પહેલા બાળકને જન્મ આપતાં કષ્ટાતી સ્ત્રીના જેવો સાદ છે; તે હાંફે છે, પોતાના હાથ પ્રસારે છે, અને કહે છે, ‘મને હાય, હાય! કેમ કે ઘાતકીઓને લીધે મારો જીવ લાસ થઈ ગયો છે.’


દમસ્કસ લાચાર બની ગયું છે, તે પાછું ફરીને નાસવાનું કરે છે, ને તેને ધ્રૂજારી છૂટી છે; પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તેને સષ્ટ તથા વેદના થયાં છે.


અમે તે વિષેના સમાચાર સાંભળ્યા છે; અમારા હાંજા ગગડી ગયા છે; અમને પીડા થાય છે, પ્રસૂતાના જેવી વેદના વળગી છે.


સર્વ માનતાઓને તથા આત્મકષ્ટ કરવા વિષેની પ્રત્યેક બંધનકારક પ્રતિજ્ઞા ને તેનો પતિ કાયમ કરી શકે કે રદ કરી શકે.


જ્યારે સ્‍ત્રી પ્રસવવેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે, કેમ કે તેનો વખત આવ્યો છે. પણ બાળકનો જન્મ થયા પછી, જગતમાં એક માણસ જનમ્યું છે તેના આનંદથી તે દુ:ખ તેને ફરીથી યાદ આવતું નથી.


પણ હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે, અને સ્‍ત્રીનું શિર પુરુષ છે, અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.


સ્‍ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું, કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી. પણ તેઓએ આધીનતામાં રહેવું જોઈએ, અને એમ નિયમશાસ્‍ત્ર પણ કહે છે.


પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે. એમ જ પતિને પણ પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે.


સ્‍ત્રીઓ, જેમ પ્રભુમાં [તમને] ઘટે છે તેમ તમે પોતાના પતિઓને આધીન રહો.


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


કેમ કે આદમ પહેલાં ઉત્પન્‍ન થયો, પછી હવા.


તોપણ જો [સ્‍ત્રી] મર્યાદાસહિત વિશ્વાસ, પ્રેમ તથા પવિત્રતામાં રહે, તો તે પુત્રપ્રસવદ્વારા તારણ પામશે.


અને પ્રભુની વાતની નિંદા ન થાય, માટે તેઓ તેમને મર્યાદાશીલ, પતિવ્રતા, ઘરનાં કામકાજ કરનારી, માયાળુ થવાનું, તથા તેમના પતિને આધીન રહેવાનું સમજાવે.


Lean sinn:

Sanasan


Sanasan