Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 28:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તેને સ્વપન આવ્યું. અને જુઓ, એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી, ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી; અને જુઓ, તેના પર ઈશ્વરના દૂત ચઢતા ને ઊતરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેને એક સ્વપ્ન આવ્યું: તેણે પૃથ્વી પર ઊભી કરાયેલી એક સીડી જોઈ. તેની ટોચ આકાશ સુધી પહોંચેલી હતી અને ઈશ્વરના દૂતો તેના પર ચડતા ઊતરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૃથ્વી પર ઊભી કરેલી એક સીડી તેના જોવામાં આવી. તેનો ઉપરનો ભાગ આકાશ સુધી પહોંચતો હતો અને ઈશ્વરના દૂતો તેની પર ચઢતા ઊતરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યાકૂબને એક સ્વપ્ન આવ્યું; તેણે જોયું કે, એક સીડી પૃથ્વી પર મૂકેલી છે, જેની ટોચ આકાશ સુધી પહોંચે છે,

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 28:12
24 Iomraidhean Croise  

એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”


અને સૂર્ય આથમતો હતો, ત્યારે ઇબ્રામ ભર ઊંઘમાં પડયો; અને જુઓ, મોટો ઘોર અંધકાર તેના પર પડયો; અને જુઓ, મોટો ઘોર અંધકાર તેના પર પડયો.


પણ રાત્રે સ્વપનમાં ઈશ્વરે અબીમેલેખની પાસે આવીને કહ્યું, જો, જે સ્‍ત્રી તેં લીધી છે તેને લીધે તું પોતાને મૂએલો જ જાણજે; કેમ કે તે પરણેલી છે.”


અને બે વર્ષ પછી એમ થયું કે ફારુનને સ્વપ્ન આવ્યું; અને જુઓ, તે નદીની પાસે ઊભો હતો.


પછી તે રોતેમવૃક્ષ નીચે સૂતો ને ઊંઘી ગયો, અને જુઓ, એક દૂતે તેને અડકીને કહ્યું, “ઊઠીને ખા.”


કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યાં કરે છે, જેથી જેઓનું અંત:કરણ તેમની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે. આમા તેં મૂર્ખાઈ કરી છે; કેમ કે હવેથી તારે યુદ્ધો કરવાં પડશે.”


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


બાબિલના રાજા બેલ્શાસ્સારને પહેલે વર્ષે દાનિયેલને પોતના બિછાનામાં સ્વપ્ન આવ્યું, ને તેના મગજમાં સંદર્શનો થયાં. તેણે તે સ્વપ્ન લખી લીધું, ને તે બાબતોમાં સાર કહી બતાવ્યો.


અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ.


પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “ઓ યૂસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહિ, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.


અને હેરોદના મૃત્યુ પછી, જુઓ, પ્રભુના દૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું,


તે તેને કહે છે, “હું તમને ખચીત કહું છું કે, તમે આકાશ ઊઘડેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરા ઉપર ચઢતા અને ઊતરતા જોશો.”


પ્રાચીન કાળમાં પ્રબોધકોદ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યા,


શું તેઓ સર્વ સેવા કરનારાં આત્મા નથી, તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલી દેવામાં આવ્યા નથી.?


Lean sinn:

Sanasan


Sanasan