Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 27:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 અને યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તે આશીર્વાદને કારણે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. અને એસાવે મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસ પાસે છે; ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાંખીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

41 યાકોબને તેના પિતાએ જે આશિષ આપી તેને લીધે એસાવે યાકોબનો તિરસ્કાર કર્યો. તેણે પોતાના મનમાં કહ્યું, “મારા પિતાનો મૃત્યુનો દિવસ નજીક છે. એમને માટેના શોકના દિવસ પૂરા થાય તે પછી હું મારા ભાઈ યાકોબને મારી નાખીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તેને લીધે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. એસાવે પોતાના મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસો પાસે છે; એ પૂરા થયા પછી હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 તે પછી આ આશીર્વાદને કારણે એસાવ યાકૂબની ઘૃણા કરતો રહ્યો. તેણે મનોમન વિચાર્યુ, “માંરા પિતા જલદીથી મૃત્યુ પામશે અને હું તેનો શોક મનાવીશ. પરંતુ તે પછી હું યાકૂબને માંરી નાખીશ.” એસાવના મનમાં યાકૂબ પ્રત્યે વેરવૃત્તિ જાગી હતી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 27:41
34 Iomraidhean Croise  

અને રિબકાને તેના જયેષ્ઠ દિકરા એસાવનીઇ એ વાત કહેવામાં આવી. અને તેણે પોતાના નાના દિકરા યાકૂબને તેડી મંગાવ્યો, ને તેને કહ્યું, “જો, તારો ભાઈ એસાવ તને મારી નાખવાનું ધારીને તારા વિષે પોતાના મનને શાંત પાડે છે.


મને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી એટલે એસાવના હાથથી બચાવજો; કેમ કે હું તેનાથી બીહું છું, રખેને તે આવીને મને તથા મારા દિકરાઓને તેઓની માઓ સહિત મારી નાખે.


અને યાકૂબે પોતાની આગળ સેઈર દેશ જે અદોમની ભૂમિ છે, ત્યાં તેના ભાઈ એસાવની પાસે સંદેશિયાઓને મોકલ્યા.


અને સંદેશિયાઓએ યાકૂબની પાસ પાછા આવીને કહ્યું, “અમે તારા ભાઈ એસાવની પાસે જઈ આવ્યા, ને વળી તે તને મળવાને આવે છે, ને તેની સાથે ચારસો માણસ છે.”


અને ઇસહાકે ઘરડો તથા બહુ વરસોનો થઈને પ્રાણ મૂકયો, ને પોતાના લોકોમાં તે મેળવાયો. અને તેના દિકરાઓએ, એટલે એસાવે તથા યાકૂબે, તેને દાટયો.


અને તેઓએ તેને આઘેથી જોયો, ત્યારે તેઓની પાસે તેના આવી પહોંચ્યા અગાઉ તેને મારી નાખવાને તેઓએ મસલત કરી.


અને તેના ભાઈઓએ જોયું કે તેઓના પિતા તેના સર્વ ભાઈઓ કરતાં તેના પર વિશેષ‍ પ્રેમ કરે છે; અને તેઓ તેનો દ્વેષ કરતા, ને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા નહોતા.


અને તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખચીત અમારા પર સત્તા ચલાવશે? શું તું ખચીત અમારો ધણી થશે?” અને તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વત્તો દ્વેષ કરતા હતા.


અને યૂસફના ભાઈઓએ જોયું કે અમારો પિતા મરી ગયો છે ને તેઓએ કહ્યું, “કદાચ યૂસફ અમારા પર દ્વેષ કરશે, ને અમે તેનું જે ભૂંડું કર્યું હતું તે સર્વનું વેર તે નકકી વાળશે.”


અને યૂસફે તેના દાસમાંના જે વૈદો હતા તેઓને પોતાના પિતાના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી; અને વૈદોએ ઇઝરાયલના દેહમાં સુગંધીઓ ભરી.


તેના ચાકરો તેને તે રથમાંથી કાઢીને પાસેના બીજા રથમાં બેસાડીને યરુશાલેમ લાવ્યા, તે મૃત્યુ પામ્યો, તેને તેના પિતૃઓની કબરોમાં દાટવામાં આવ્યો, ને યહૂદિયા તથા યરુશાલમેના સર્વ લોકોએ તેને માટે શોક કર્યો.


જ્યારે મારો આત્મા નિર્ગત થાય છે, ત્યારે તમે મારો માર્ગ જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.


જાણે તે મારો મિત્ર કે મારો ભાઈ હોય તેમ હું તેની સાથે વર્તતો; પોતાની માને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો.


ન્યાયીની પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટોની પુષ્કળ દોલત કરતાં શ્રેષ્ઠ છે.


કેમ કે તેમના પગ દુષ્ટતા [કરવા] માટે દોડે છે, તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.


દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને [જીતવા કરતાં મુશ્કેલ છે] ; [એવા] કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.


તેના હ્રદયમાં આડાઈ છે, તે સતત તરકટ રચ્યા કરે છે; તે કુસંપનાં બીજ રોપે છે.


ગુસ્‍સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હ્રદયમાં રહે છે.


તેં સતત વૈર રાખ્યું છે, ને ઇઝરાયલ લોકોને તેમની વિપત્તિને સમયે, આખરના શાસનને સમયે, તરવારની ધારને સ્વાધીન કર્યા છે.


અને ઇઝરાયલી લોકોએ મોઆબના નીચાણમાં ત્રીસ દિવસ સુધી મૂસાને માટે શોક પાળ્યો. એમ મૂસાને માટેના રુદનના તથા શોકના દિવસો પૂરા થયા,


કેમ કે આપણે પણ પહેલાં અજ્ઞાન, અનાજ્ઞાંકિત, ભ્રમણામાં પડેલા, ભિન્‍ન ભિન્‍ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષબુદ્ધિ અને અદેખાઈ રાખનારા તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા.


Lean sinn:

Sanasan


Sanasan