Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 27:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને મને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું તું મારે માટે તૈયાર કર, ને મારી પાસે લાવ કે, હું ખાઉં, અને મરવા અગાઉ મારો જીવ તને આશીર્વાદ આપે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 અને મારે માટે મને ભાવે તેવી સ્વાદિષ્ટ વાનગી બનાવી લાવ, જેથી હું તે ખાઈને મારા મૃત્યુ પહેલાં તને આશિષ આપું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મને પસંદ છે તેવું સ્વાદિષ્ટ ભોજન મારે માટે તૈયાર કર અને મારી પાસે લાવ કે, તે હું ખાઉં અને હું મરણ પામું તે પહેલાં તને આશીર્વાદ આપું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અને મને ભાવતી સ્વાદિષ્ટ વાનગી બનાવીને માંરા માંટે લઈ આવ. જેથી હું ખાઉં અને મરતાં પહેલાં તને આશીર્વાદ આપું.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 27:4
23 Iomraidhean Croise  

અને તેણે ઇબ્રામને આશીર્વાદ આપીને કહ્યું, “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમનાથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ;


અને તેઓએ રિબકાને આશીર્વાદ દઈને કહ્યું, “અમારી બહેન, તું કરોડોની મા થજો, ને તારાં સંતાન પોતાના વેરીઓની ભાગળ કબજે કરો.”


અને તેણે જ ઈને તે લીધાં, ને તેની માની પાસે લાવ્યો; અને તેના પિતાને ભાવતું હતું એવું સ્વાદિષ્ટ ખાવાનું તેની માએ તૈયાર કર્યું.


અને સ્વાદિષ્ટ ખાવાનું તથા રોટલી જે તેણે તૈયાર કર્યા હતાં તે તેના દિકરા યાકૂબના હાથમાં આપ્યાં.


અને યાકૂબે પોતાના પિતાને કહ્યું, “હું એસાવ તમારો જ્યેષ્ઠ દિકરો છું; જેમ તમે મને કહ્યું હતું, તેમ મેં કર્યું છે; હું વિનંતી કરું છું કે બેઠા થઈને મારો શિકાર ખાઓ કે, તમારો જીવ મને આશીર્વાદ આપે.”


અને તેના હાથ તેના ભાઈ એસાવના સરખા કેશી હતા, માટે તેને તેણે ઓળખ્યો નહિ; અને ઇસહાકે તેને આશીર્વાદ આપ્યો.


અને ઇસહાકે કહ્યું, “એ મારી પાસે લાવ કે, હું મારા દિકરાનો શિકાર ખાઉં કે, મારો જીવ તને આશીર્વાદ આપે.” અને યાકૂબ તેની પાસે લાવ્યો, ને તેણે ખાધું; અને યાકૂબ તેને માટે દ્રાક્ષારસ લાવ્યો. ને તેણે પીધો.


અને તે પાસે આવીને તેને ચૂમ્યો. અને ઇસહાકે તેનાં લૂગડાંની વાસ લીધી, ને તેણે તેને આશીર્વાદ આપ્યો, ને કહ્યું, જો, યહોવાથી આશીર્વાદ પામેલા ખેતરની વાસ સરખી મારા દિકરાની વાસ છે.


અને તે પણ સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કરીને તેના પિતાની પાસે લાવ્યો. અને તેના પિતાને કહ્યું, “મારો પિતા ઊઠો, ને તમારા દિકરાનો શિકાર ખાઓ કે, તમારો જીવ મને આશીર્વાદ આપે.”


અને ઇસહાક તેના દિકરા એસાવની સાથે બોલતો હતો, ત્યારે રિબકાએ સાંભળ્યું. અને એસાવ શિકાર મારી લાવવા માટે જંગલમાં ગયો.


‘તું શિકાર કરી લાવીને મારે માટે સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કર કે, હું ખાઉં, ને મરવા અગાઉ યહોવાની આગળ હું તને આશીર્વાદ આપું.’


હવે તું ટોળામાં જા, ને તેમાંથી બકરીનાં બે સારાં લવારાં મારી પાસે લાવ; અને તેઓનું તારા પિતાને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું હું તેમને માટે તૈયાર કરીશ;


અને સર્વ સમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપો, ને તને સફળ કરો, ને તને વધારો કે, તારાથી ઘણાં કુળ થાય.


અને યૂસફે તેના પિતાને કહ્યું, “એ મારા દિકરા છે, જે ઈશ્વરે મને અહીં આપ્યા છે, ” અને તેણે કહ્યું, “તેઓને મારી પાસે લાવ કે, હું તેઓને આશીર્વાદ આપું.”


એ સર્વ ઇઝરાયલનાં બાર કુળ છે; અને તેઓના પિતાએ તેઓને જે કહ્યું, ને તેઓને જે આશીર્વાદ આપ્યા તે એ છે. પ્રત્યેકને પોતપોતાના આશીર્વાદ પ્રમાણે તેણે તેઓને આશીર્વાદ આપ્યો.


શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેની મા મરિયમને કહ્યું, “જો આ બાળક ઇઝરાયલમાંના ઘણાના પડવા, તથા પાછા ઊઠવા માટે, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાનીરૂપ થવા માટે ઠરાવેલો છે.


તે તેઓને આશીર્વાદ આપતા હતા, એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને આકાશમાં લઈ જવામાં આવ્યા.


વિશ્વાસથી ઇસહાકે જે બાબતો બનવાની હતી તેઓ સંબંધી યાકૂબને તથા એસાવને આશીર્વાદ આપ્યો.


અને યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો; અને તેણે યફૂન્‍નેના પુત્ર કાલેબને હેબ્રોન વતન તરીકે આપ્યું.


એમ યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા; અને તેઓ પોતાના તંબુઓમાં પાછા ગયા.


Lean sinn:

Sanasan


Sanasan