Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 27:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને તે પાસે આવીને તેને ચૂમ્યો. અને ઇસહાકે તેનાં લૂગડાંની વાસ લીધી, ને તેણે તેને આશીર્વાદ આપ્યો, ને કહ્યું, જો, યહોવાથી આશીર્વાદ પામેલા ખેતરની વાસ સરખી મારા દિકરાની વાસ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તેથી યાકોબે પાસે જઈને ચુંબન કર્યું. પછી ઇસ્હાકે તેનાં વસ્ત્રો સૂંઘી જોયાં અને તેને આશિષ આપતાં કહ્યું: “પ્રભુએ જેને આશિષ આપી હોય તેવા ખેતરની સુવાસ જેવી મારા પુત્રની સુવાસ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 યાકૂબે તેની પાસે આવીને તેને ચુંબન કર્યું. તેણે તેનાં વસ્ત્રોની સુગંધ લીધી અને તેને આશીર્વાદ આપીને કહ્યું, “જો, ઈશ્વરથી આશીર્વાદ પામેલા ખેતરની સુગંધ જેવી મારા દીકરાની સુગંધ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 તેથી યાકૂબ પોતાના પિતાની પાસે ગયો અને ચુંબન કર્યુ. ઇસહાકે, એસાવનાં વસ્રોની ગંધ પારખી અને તેને આશીર્વાદ આપ્યા. ઇસહાકે કહ્યું, “અરે! માંરા પુત્રના શરીરની વાસ તો યહોવાએ આશીર્વાદ આપેલા ખેતરની વાસ જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 27:27
14 Iomraidhean Croise  

અને ઇસહાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે સોગણું પામ્યો; અને યહોવાએ તેને આશીર્વાદ આપ્યો.


અને રિબકાએ તેના જ્યેષ્ઠ દિકરા એસાવનાં સારાં સારાં કપડાં જે તેની પાસે ઘરમાં હતાં તે લઈને તેના નાના દિકરા યાકૂબને પહેરાવ્યા;


અને તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “મારા દિકરા, હવે પાસે આવ ને મને ચૂમ.”


અને તેના પિતા ઇસહાકે તેને ઉત્તર આપીને કહ્યું, “જો, પૃથ્વીની પુષ્ટિથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારો વાસો દૂર રહેશે


હવે ઇઝરાયલની આંખો ઘડપણને લીધે ઝાંખી પડી હતી, તેને સૂઝતું નહોતું. અને યૂસફ તેઓને તેની પાસે લાવ્યો; અને યાકૂબે તેઓને ચૂમ્યા, ને તેઓને ગળે વળગ્યો.


અને તેણે યૂસફને આશીર્વાદ આપ્યો, ને કહ્યું, જે ઈશ્વરનીઇ આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઇસહાક ચાલ્યા, જે ઈશ્વરે મને મારા આખા આયુષ્યમાં આજ પર્યંત પાળ્યો,


તમે તેના ચાસોને પુષ્કળ પાણી પાઓ છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો.


અંજીરીનાં લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલા ઉપર ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની સુગંધ ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને નીકળી આવ.


અને યૂસફ વિષે તેણે કહ્યું: “તેની ભૂમિ યહોવાથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉત્તમ વસ્તુઓથી, ઝાકળથી, અને ઊંડણના પાણીથી,


વિશ્વાસથી ઇસહાકે જે બાબતો બનવાની હતી તેઓ સંબંધી યાકૂબને તથા એસાવને આશીર્વાદ આપ્યો.


કેમ કે જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્‍ન કરે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan