Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 26:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે ઇબ્રાહિમે મારી વાણી માની, ને મારું ફરમાન, તથા મારી આ ઓ, તથા મારા વિધિ, તથા મારા નિયમ પાળ્યાં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 કારણ, અબ્રાહામ મારી આજ્ઞાને આધીન થયો હતો અને તેણે મારા આદેશો, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ અને મારા નિયમો પાળ્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હું એમ કરીશ કેમ કે ઇબ્રાહિમે મારી વાણી માનીને મારું ફરમાન, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ તથા મારા નિયમો પાળ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ હું એટલા માંટે કરીશ, કારણ કે તારા પિતા ઇબ્રાહિમે માંરી આજ્ઞાનું પાલન કર્યું અને મેં જે કહ્યું તે તેણે કર્યુ છે, માંરા આદેશો માંરા વિધિઓ અને માંરા નિયમોનું પાલન કર્યુ છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 26:5
14 Iomraidhean Croise  

અને યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રામ નીકળ્યો; અને તેની સાથે લોત ગયો; અને ઇબ્રામ હારાનથી નીકળ્યો, ત્યારે તે પંચોતેર વર્ષનો હતો.


અને ઇબ્રાહિમે પોતાના દિકરા ઇશ્માએલને તથા પોતના ઘરમાં જે સર્વ જન્મેલાં, તથા પોતાને પૈસે જે સર્વ વેચાતાં લીધેલાં, એવાં ઇબ્રાહિમના ઘરનાં માણસોમાંના હરેક નરને લઈને, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું તેમ, તે જ દિવસે તેઓની સુન્‍નત કરી.


કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”


“યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે, તેં એ કામ કર્યું છે, ને તારા દિકરાને તારા એકના એક દિકરાને, પાછો રાખ્યો નથી;


અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”


અને ઇસહાક ગેરારમાં રહ્યો.


એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે, ને માણસોને એવું કરતાં શીખવશે, તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે.


‘એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.


એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યાં રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.


કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્‍નત ઉપયોગી નથી, અને બેસુન્‍નત પણ નથી. પણ જે વિશ્વાસ પ્રેમદ્વારા કાર્યકર્તા છે તે જ ઉપયોગી છે.


વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્‍થળ વારસામાં પોતાને મળવાનું હતું, ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો, એટલે પોતે કયાં જાય છે, એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો.


આપણા પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઇસહાકનું બલિદાન આપ્યું, તેમ કરીને કરણીઓથી તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો નહિ?


Lean sinn:

Sanasan


Sanasan