Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 26:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને તેઓએ મોટી સવારે ઊઠીને અરસપરસ સમ ખાધા; અને ઇસહાકે તેઓને વિદાય કર્યા, ને તેઓ તેની પાસેથી શાંતિએ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 સવારમાં વહેલા ઊઠીને તેમણે એકબીજા સાથે સોગંદ લીધા અને તે પછી ઇસ્હાકે તેમને વિદાય કર્યા. આમ, તેઓ મૈત્રીભાવે જુદા પડયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તેઓએ વહેલી સવારે ઊઠીને એકબીજા સાથે પ્રતિજ્ઞા કરી. પછી ઇસહાકે તેઓને વિદાય કર્યા અને તેઓ તેની પાસેથી શાંતિએ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 બીજે દિવસે સવારે વહેલા ઊઠીને તેમણે અરસપરસ સમ ખાધા; પછી ઇસહાકે તેમને શાંતિથી વિદાય કર્યા. તેઓ ક્ષેમકુશળ મિત્રભાવે જુદા પડયાં.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 26:31
16 Iomraidhean Croise  

અને ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “યહોવા પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમની તરફ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે;


અને તેણે કહ્યું, “મારા સ્વામીઓ, જુઓ, હવે કૃપા કરીને તમારા દાસને ઘેર પધારો, ને આખી રાત રહો, ને તમારા પગ ધૂઓ, ને મળસકે ઊઠીને તમારે રસ્તે પડજો.” અને તેઓએ કહ્યું, “ના; પણ અમે આખી રાત રસ્તામાં રહીશું.”


અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.


એ માટે હવે અહીં મારી આગળ ઈશ્વરના સમ ખા કે, મારી સાથે, ને મારા દિકરાના દિકરા સાથે, તું દગો નહિ કરે; પણ તારા પર મેં દયા કરી છે, તે પ્રમાણે મારા પર અને જ્યાં તું રહે છે તે દેશ પર તું દયા કરશે.”


અને ઇબ્રાહિમે ઘેટાં તથા ઢોરને લાવીને અબીમેલેખને આપ્યાં; અને તે બન્‍ને કરાર કર્યો.


અને ઇબ્રાહિમ મોટી સવારે ઊઠયો, ને ગધેડા પર જીન બાંધ્યું, ને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દિકરા ઇસહાકને પોતાની સાથે લીધા; અને તેણે દહનીયાર્પણને માટે લાકડાં‍ ચીર્યાં, ને તે ઊઠયો, ને ઈશ્વરે તેને જે જગા બતાવી હતી ત્યાં ગયો.


અને યાકૂબે કહ્યું “આજે મારી આગળ સમ ખા; અને પોતાનું જયેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.


અને તે જ દિવસે એમ થયું કે ઇસહાકના દાસોએ જે કૂવો ખોદ્યો હતો, તે વિષે તેઓએ આવીને કહ્યું, “અમને પાણી જડ્યું છે.”


એ માટે હવે ચાલ, આપણે બન્‍ને કરાર કરીએ; અને તે મારી ને તારી વચ્ચે સાક્ષી થશે.”


અને મોટી સવારે લાબાન ઊઠયો, ને તેણે પોતાના દિકરાઓને તથા પોતાની દીકરીઓને ચૂમીને તેઓને આશીર્વાદ આપ્યો અને ત્યાંથી નીકળીને તે પોતાને સ્થળે પાછો ગયો.


માણસો, પોતાના કરતાં જેઓ શ્રેષ્ઠ હોય તેના સમ ખાય છે; અને સોગનથી તેઓની સર્વ તકરારોનો અંત આવે છે.


તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થઈ ગયા હતા. પણ શાઉલે લોકોને સોગન દઈને કહ્યું, “સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારું વેર વળે ત્યાં સુધી જે કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તે શાપિત થાઓ.” માટે કોઈ પણ માણસે કંઈ પણ ખાવાનું ચાખ્યું નહિ.


દાઉદે વળી સોગન ખાઈને કહ્યું, “હું તારી દષ્ટિમાં કૃપા પામ્યો છું, એ તારા પિતા સારી રીતે જાણે છે; માટે તે કહે છે, ‘યોનાથાન એ ન જાણે, રખેને તે દુ:ખી થાય.’ પણ હું જીવતા યહોવાના તથા તારા જીવના સોગન ખાઉં છું કે, ખરેખર, મારી ને મોતની વચ્ચે ફક્ત એક ડગલું રહ્યું છે.”


દાઉદે તેને કહ્યું, “તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” તેણે કહ્યું, “જો તમે ઈશ્વરના સોગન ખાવ કે તમે મને મારી નહિ નાખો, અથવા મારા ધણીના હાથમાં મને સોંપી નહિ દો, તો હું તમને તે ટુકડી પાસે લઈ જાઉં.”


Lean sinn:

Sanasan


Sanasan