Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 25:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યાં. અને તેણે ખાધું તથા પીધું, ને ઊઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું જયેષ્ઠપણું હલકું ગણ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 પછી યાકોબે એસાવને રોટલી અને મસુરની લાલ દાળ આપ્યાં. એસાવ ખાઈપીને ઊઠયો અને પોતાને રસ્તે પડયો. આમ, એસાવે જયેષ્ઠપુત્ર તરીકેનો પોતાનો હક્ક તુચ્છ ગણ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 યાકૂબે એસાવને રોટલી તથા મસૂરનું બનાવેલું શાક આપ્યાં. તેણે ખાધું, પીધું અને પછી તે ઊઠીને પોતાને રસ્તે ચાલ્યો ગયો. આ રીતે એસાવે પોતાની વરિષ્ઠતાને તુચ્છ ગણી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 પછી યાકૂબ એસાવને રોટલી અને મસૂરની દાળ આપી. પછી ખાધા-પીધા પછી તે ઊઠીને ચાલ્યો ગયો. આ રીતે એસાવે એ દશાર્વ્યુ કે, તે પોતાના પ્રથમ પુત્ર હોવાના હક્કની પરવા કરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 25:34
15 Iomraidhean Croise  

હવે યાકૂબે શાક રાંધ્યું હતું; એવામાં એસાવ ખેતરમાંથી આવ્યો, ને તે થાકેલો હતો,


અને યાકૂબે કહ્યું “આજે મારી આગળ સમ ખા; અને પોતાનું જયેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.


અને ઇબ્રાહિમના વખતમાં પહેલો દુકાળ પડયો હતો, તે સિવાય તે દેશમાં બીજો દુકાળ પડયો, ત્યારે ઇસહાક પલિસ્તીઓના રાજા અબીમેલેખની પાસે ગેરારમાં ગયો.


અને તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “તું કોણ?” અને તે બોલ્યોમ “હું તમારો જયેષ્ઠ દીકરો એસાવ છું.”


તેઓએ તે મનોહર દેશને તુચ્છ ગણ્યો, તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ;


તે ઉપરથી મેં વિનોદ કરવાની ભલામણ કરી, કેમ કે ખાવુંપીવું તથા મોજમઝા કરવી તેના કરતાં માણસને માટે પૃથ્વી કંઈ શ્રેષ્ઠ નથી; કેમ કે ઈશ્વરે તેને પૃથ્વી ઉપર જે આયુષ્ય આપ્યું છે તેના સર્વ દિવસોની મહેનત [ના ફળ] માંથી તેને એટલું જ મળશે.


પણ જુઓ, [તેને બદલે] આનંદને હર્ષ, બળદ મારવાનું ને ઘેટાં કાપવાનું, માંસ ખાવાનું, ને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે! “કાલે મરી જઈશું માટે આપણે ખાઈપી લઈએ.”


પછી યહોવાએ મને કહ્યું, “તેઓએ તારું મોટું મૂલ્ય કર્યું છે તે કુંભારની પાસે ફેંકી દે. અને મેં તે ત્રીસ રૂપિયા લઈ તેમને કુંભારની પાસે યહોવાના મંદિરમાં ફેંકી દીધા.


પણ તેઓએ એ ગણકાર્યું નહિ, અને તેઓ પોતપોતાને માર્ગે ‍ચાલ્યા ગયા, કોઈ તેના ખેતરમાં, ને કોઈ તેના વેપાર પર ગયો.


કહ્યું, “હું ઈસુને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” અને તેઓએ તેને ત્રીસ રૂપિયા તોળી આપ્યા.


‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને અચરત થાઓ, અને નાશ પામો. કેમ કે તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’”


જો એફેસસમાં માણસની જેમ હું સાવજોની સામે લડ્યો, તો મને શો લાભ છે? જો મૂએલાં ઊઠતાં નથી તો ભલે ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.


Lean sinn:

Sanasan


Sanasan