Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 25:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને હવીલાથી આશૂર જતાં મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા; અને તે પોતાના સર્વ ભાઈઓની સામે વસ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 ઇશ્માએલના વંશજો આશ્શૂર જવાને રસ્તે ઇજિપ્તની પૂર્વ દિશામાં હવીલાથી શૂરની વચ્ચેના પ્રદેશમાં તેમના અન્ય ભાઈઓથી જુદા વસ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હવીલાથી આશ્શૂર જતા મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા. તેઓ તેમના ભાઈઓના વિરોધી હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ઇશ્માંએલના વંશજો આશૂરને રસ્તે મિસરની પૂર્વ દિશામાં હવીલાહથી શૂર સુધીની ભૂમિમાં વસ્યાં હતા. ઇશ્માંઇલના વંશજોએ તેના ભાઇના લોકો પર ધણી વખત હુમલાઓ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 25:18
17 Iomraidhean Croise  

તથા ઓફીર તથા હવીલા તથા યોબાબ થયા, એ સર્વ યોકટાનના દિકરા હતા.


અને કૂશના દિકરા : સબા તથા હવિલા તથા સાબ્તા તથા રામા તથા સાબ્તેકા; અને રામાના દિકરા : શબા તથા દદાન.


ત્યારે લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે: કેમ કે યહોવાએ સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ તો યહોવાની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.


અને સિદીમના નીચાણમાં ડામરના ખાડા બહુ હતા. અને સદોમ તથા ગમોરાના રાજા નાસીને તેમાં પડયાં, ને જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા.


અને તે માણસો મધ્યે રાની ગધેડા જેવો થશે. તેનો હાથ હરેકને ઊલટો, ને હરેકનો હાથ તેને ઊલટો થશે; અને પોતના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે.”


અને અરણ્યમાં શૂરને માર્ગે પાણીનો જે ઝરો [હતો] તે ઝરા પાસે યહોવાએ દૂતે તેને જોઈ.


પહેલીનું નામ પીશોન, તે આખા હવીલા દેશને ઘેરે છે, જયાં સોનું છે.


પછી ઇબ્રાહિમ ત્યાંથી નેગેબ દેશ તરફ જઈને કાદેશ તથા‍ શૂરની વચ્ચે રહ્યો; અને તેણે ગેરારમાં મુકામ કર્યો.


અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.


અને તે પારાનના અરણ્યમાં રહ્યો; અને તેની માએ તેને માટે મિસર દેશમાંથી એક પત્ની લીધી.


તેના દિવસોમાં મિસરનો રાજા ફારુન-નકો આશૂરના રાજા સામે ફ્રાત નદી સુધી સવારી લઈ આવ્યો; યોશિયા રાજા તેની સામે ગયો; અને ફારુન-નકોએ એને જોયો, ત્યારે તેણે યોશિયાને મગિદ્દોમાં મારી નાખ્યો.


ઓફીર, હવીલા તથા યોઆબ થયા. એ સર્વ યોકટાનાના પુત્રો હતા.


તેઓના યાજકો તરવારથી માર્યા ગયા; અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહિ.


અને મૂસાએ ઇઝરાયલી લોકોને સૂફ સમુદ્રથી આગળ ચલાવ્યા, અને તેઓ નીકળીને શૂર અરણ્યમાં ગયા. અને તેઓ ત્રણ દિવસ અરણ્યમાં ચાલ્યા, પણ તેમને કંઈ પાણી મળ્યું નહિ.


એટલે બાબિલવાસીઓને, સર્વ ખાલદીઓને, પકોદને, શોઆને તથા કોઆને, [ને] તેમની સાથે સર્વ આશૂરીઓને, એ સર્વ મનમોહક જુવાન સૂબાઓ તથા અમલદારો, એ સર્વ ઘોડેસવાર સરદારો તથા મંત્રીઓને [લાવીશ].


પછી શાઉલે હવીલાથી તે મિસર સામેના શૂર સુધી અમાલેકીઓને માર્યા.


Lean sinn:

Sanasan


Sanasan