Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 24:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને તેમણે મને કહ્યું, ‘યહોવા જેની સંમુખ હું ચાલું છું તે પોતાના દૂતને તારી સાથે મોકલશે, ને તારો માર્ગ સફળ કરશે; અને મારા કુટુંબીઓમાંથી, તથા મારા પિતાના ઘરમાંથી મારા દિકરાને માટે તું પત્ની લાવજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 ત્યારે મારા માલિકે કહ્યું, ‘જે પ્રભુની સમક્ષ હું ચાલુ છું તે પોતાના દૂતને તારી સાથે મોકલશે અને તારા પ્રવાસને સફળ બનાવશે. તારે મારાં કુટુંબીજનોમાંથી અને મારા પિતાના ઘરમાંથી મારા પુત્ર માટે પત્ની લાવવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પણ તેણે મને કહ્યું, ‘જે ઈશ્વરની આગળ હું ચાલુ છું તેઓ તેમના દૂતને તારી સાથે મોકલશે અને તારો માર્ગ સફળ કરશે, કે જેથી મારાં સગાંઓમાંથી તથા મારા પિતાના ઘરમાંથી મારા દીકરાને સારુ તું કન્યા લાવી શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પરંતુ માંરા ધણીએ કહ્યું, ‘હું યહોવાની સેવા કરું છું. અને યહોવા તારી સાથે એમનો દૂત મોકલશે, જે તમાંરી મદદ કરશે. ત્યાં તને અમાંરા લોકોમાં માંરા પુત્ર માંટે સ્ત્રી મળશે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 24:40
20 Iomraidhean Croise  

અને ઇબ્રામ નવ્વાણું વર્ષનો થયો, ત્યારે યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને તેને કહ્યું, “સર્વસમર્થ ઈશ્વર હું છું; તું મારી સમક્ષ ચાલ, ને પરિપૂર્ણ થા.


પણ તેણે તેઓને કહ્યું, “યહોવાએ મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ; મને વિદાય કરો કે હું મારા ધણી પાસે જાઉં.”


આકાશના ઈશ્વર યહોવા, જે મારા પિતાના ઘરમાંથી ને મારી જન્મભૂમિમાંથી મને કાઢી લાવ્યા, ને જે મારી સાથે બોલ્યા, ને જેમણે સમ ખાઈને મને કહ્યું ‘આ દેશ હું તારાં સંતાનને આપીશ, ’ તે તેમનો દૂત તારી આગળ મોકલશે; અને ત્યાંથી તું મારા દિકરાને માટે પત્ની લાવ.


અને તેણે યૂસફને આશીર્વાદ આપ્યો, ને કહ્યું, જે ઈશ્વરનીઇ આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઇસહાક ચાલ્યા, જે ઈશ્વરે મને મારા આખા આયુષ્યમાં આજ પર્યંત પાળ્યો,


અને મથૂશેલાહનો જન્મ થયા પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.


અને હનોખ ઈશ્વરની સંઘાતે‍ ચાલ્યો, અને તે અલોપ થયો; કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો.


નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો; અને નૂહ ઈશ્વરની સાથે ચાલતો.


જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલીને, તથા તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો, તથા તેમના સાક્ષ્યો પાળીને તેમના ફરમાનનો અમલ કર; એ માટે કે જે જે તું કરે તેમાં, તથા જ્યાં કહીં તું જાય ત્યાં તું ફતેહ પામે.


સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, નેકીથી તથા તમારી સાથે પ્રામાણિક હ્રદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મહેરબાની પણ મોટી કરી. અને તમે તેમના પર આ મોટી મહેરબાની રાખી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.


તેણે કહ્યં, “હે ઇઝરાયલના ઈશ્વર યહોવા ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર તમારા જેવો કોઈ ઈશ્વર નથી; એટલે તમારા જે સેવકો પોતાના સંપૂર્ણ હ્રદયથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર કરો છો તથા તેઓ પર દયા રાખો છો.


હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હ્રદયથી તમારી આગળ ચાલ્યો છું, ને તમારી ર્દષ્ટિમાં જે સારું છે તે કર્યું છે, તેનું હમણાં તમે સ્મરણ કરો.”પછી હિઝકિયા બહુ રડ્યો.


વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.


મેં મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.


તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે;


જો, માર્ગે તને સંભાળવાને માટે; ને મેં જે ઠેકાણું તૈયાર કર્યું છે તેમાં તને લાવવાને માટે હું તારી આગળ દૂતને મોકલું છું.


અને તારી આગળ હું દૂતને મોકલીશ; અને કનાની તથા અમોરી તથા હિત્તી તથા પરિઝી તથા હિવ્વી તથા યબૂસીને હું હાંકી કાઢીશ;


ત્યારે નબૂખાદનેસ્સારે કહ્યું, “શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરને ધન્ય હો કે, જેમણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકોને, જેઓ તેમના પર ભરોસો રાખતા હતા, તથા જેઓએ રાજાનું વચન નિષ્ફળ કર્યું છે, તથા પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈ દેવની ઉપાસના કે પૂજા ન કરવા માટે પોતાનાં શરીરોનું અર્પણ કર્યું છે, તેઓને છોડાવ્યા છે.


શું તેઓ સર્વ સેવા કરનારાં આત્મા નથી, તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલી દેવામાં આવ્યા નથી.?


મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ તથા સંતાન, અને પ્રભાતનો પ્રકાશિત તારો છું.


એ વાતો સાંભળનાર તથા જોનાર તે હું યોહાન છું. જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે દૂતે મને એ વાતો બતાવી, તેને વંદન કરવાને હું પગે પડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan