Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 24:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યહોવા જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના હું તને સોગન દૂં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની લઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 હું તારી પાસે આકાશ અને પૃથ્વીના ઈશ્વર યાહવેને નામે સોગંદ લેવડાવીશ કે હું જેમની વચમાં વસુ છું તે કનાનીઓની દીકરીઓમાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને પ્રભુ જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના સોગન આપીને હું તને કહું છું કે, કનાનીઓ કે, જેઓમાં હું રહું છે તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની લાવીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હું તને આકાશ અને પૃથ્વીના દેવ યહોવાને નામે સમ દેવા ઈચ્છું છું કે, તું કનાનીઓની કોઈ પણ કન્યા સાથે માંરા પુત્રના વિવાહ થવા દઈશ નહિ. અમે લોકો કનાનીઓની વચમાં રહીએ છીએ, પરંતુ કોઈ પણ કનાની કન્યા સાથે તેના લગ્ન થવા ન દેશો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 24:3
49 Iomraidhean Croise  

અને તેણે ઇબ્રામને આશીર્વાદ આપીને કહ્યું, “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમનાથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ;


અને ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “યહોવા પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમની તરફ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે;


એ માટે હવે અહીં મારી આગળ ઈશ્વરના સમ ખા કે, મારી સાથે, ને મારા દિકરાના દિકરા સાથે, તું દગો નહિ કરે; પણ તારા પર મેં દયા કરી છે, તે પ્રમાણે મારા પર અને જ્યાં તું રહે છે તે દેશ પર તું દયા કરશે.”


આકાશના ઈશ્વર યહોવા, જે મારા પિતાના ઘરમાંથી ને મારી જન્મભૂમિમાંથી મને કાઢી લાવ્યા, ને જે મારી સાથે બોલ્યા, ને જેમણે સમ ખાઈને મને કહ્યું ‘આ દેશ હું તારાં સંતાનને આપીશ, ’ તે તેમનો દૂત તારી આગળ મોકલશે; અને ત્યાંથી તું મારા દિકરાને માટે પત્ની લાવ.


અને રિબકાએ ઇસહાકને કહ્યું, “હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું:આ હેથની દીકરીઓ જેવી જો યાકૂબ દેશની દીકરીઓમાંથી પત્ની કરે, તો મારે જીવવું શા કામનું?”


અને ઇસહાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ આપ્યો, ને તેને આજ્ઞા આપીને કહ્યું. “કનાન દેશની દીકરીઓમાંથી તું પત્ની ન લે.


અને એસાવે જોયું કે મારા પિતા ઇસહાકને કનાન દેશની દીકરીઓ ગમતી નથી;


અને આપણે અરસપરસ વિવાહ કરીએ; એટલે તમારી દીકરીઓ અમને આપો, ને અમારી દીકરીઓ તમે લો.


અને યહૂદાએ ત્યાં એક કનાની સ્‍ત્રી, જેનું નામ શૂઆ હતું, તેની દીકરીને જોઈ. અને તેણે તેને લીધી, ને તેની પાસે ગયો.


અને તે બોલ્યો, “મારી આગળ સમ ખા.” અને યૂસફે તેની આગળ સમ ખાધા. અને ઇઝરાયલ પથારીના ઓસીકા પર નમ્યો.


અને યૂસફે ઇઝરાયલપુત્રોને સમ ખવડાવીને કહ્યું, “ઈશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તમે મારાં હાડકાં અહીંથી લઈ જજો.”


ઈશ્વરના દિકરાઓએ માણસોની દીકરીઓ જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.


તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા, ને ઈશ્વરના દિકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા, ને તેઓથી છોકરાં થયાં, જેઓ પુરાતન કાળના બળવાનો, નામાંકિત પુરુષો હતા.


અને હિઝકિયાએ યહોવા આગળ પ્રાર્થના કરી, “હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, કરૂબો પર બિરાજમાન, પૃથ્વીના સર્વ રાજ્યોના તમે, એકલા તમે જ ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.


વળી હિરામે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જમણે આકાશ તથા પૃથ્વી બનાવ્યા તેમને ધન્ય હો કે તેમણે દાઉદ રાજાને જ્ઞાની ને વિવેકબુદ્ધિ તથા સમજણથી ભરપુર એવો દીકરો આપ્યો છે કે, જે યહોવાને માટે મંદિર, તથા પોતાના રાજ્યને માટે મહેલ બાંધે.


તેઓએ અમને ઉત્તર આપ્યો, ‘અમે આકાશ તથા પૃથ્વીના ઈશ્વરના સેવકો છીએ; જે મંદિર આજથી ઘણા વર્ષો ઉપર ઇઝરાયલના એક મહાન રાજાએ બાંધીને પૂરું કર્યું હતું, તે જ અમે ફરીથી બાંધીએ છીએ.


મેં વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો, તેઓમાંના કેટલાકને માર્યા, તેઓના વાળ ફાંસી કાઢ્યા, ને તેઓ પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા, “અમારે પોતાની પુત્રીઓ તેઓના પુત્રોને આપવી નહિ, અને તેઓની પુત્રીઓને અમારે પોતાના પુત્રો માટે કે પોતાને માટે લેવી નહિ.”


તમે એકલા, હા, તમે એકલા જ યહોવા છો. આકાશ, આકાશોનું આકાશ, તથા તેઓનું સર્વ તારામંડળ, પૃથ્વી તથા તે પરનાં સર્વ પ્રાણીપદાર્થો, સમુદ્ર તથા તેઓમાંના સર્વ જીવજંતુઓ તમે ઉત્પન્ન કર્યા છે, તમે તે સર્વનું રક્ષણ કરો છો; અને આકાશનું સૈન્ય તમને ભજે છે.


તમે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્‍નકર્તા યહોવાના આશીર્વાદ પામ્યા [છો].


આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે; કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ.


તો તે બન્‍ને માણસ યહોવાના સમ ખાય, કે મેં મારા પડોશીની વસ્‍તુને હાથ અડકાડયો નથી; એટલે તેનો માલિક તે કબૂલ રાખે, ને પડોશી નુકસાની ભરી આપે નહિ.


અને જે બધી બાબતો મેં તમને કહી છે તે વિષે સાવચેત રહો. અને‍ અન્ય દેવોનાં નામ ન ઉચ્ચાર, ને તે તારા મુખમાંથી ન સંભળાય.


અને તું તેઓબી દીકરીઓ સાથે તારા દીકરાઓને પરણાવે, ને તેમની દીકરીઓ તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.


મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નહિ એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે કે, મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે, ને સર્વ જીભ સમ ખાશે.


હે યાકૂબનાં સંતાનો, તમે આ સાંભળો; તમે તો ઇઝરાયલના નામથી ઓળખાઓ છો, ને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલાં છો; તમે તો યહોવાના નામના સમ ખાઓ છો, અને ઇઝરાયલના ઈશ્વરનું સ્મરણ કરો છો, પણ સચ્ચાઈથી નહિ, ને પ્રામાણિકપણાથી નહિ.


જે દેશમાં કોઈ પોતાના પર આશીર્વાદ માગશે, તે સત્ય ઈશ્વરને નામે પોતાના પર આશીર્વાદ માગશે; અને દેશમાં જે કોઈ સમ ખાશે તે સત્ય ઈશ્વરના સમ ખાશે; કેમ કે પ્રથમની વિપત્તિઓ વિસારે પડી છે, ને તેઓ મારી આંખોથી સંતાઈ રહે છે.


તેઓને કહો કે, જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યાં નહિ તેઓ પૃથ્વી પરથી તથા આકાશ નીચેથી નાશ પામશે.


જેમ પડોશીઓએ મારા લોકોને બાલના સમ ખાતાં શીખવ્યા, તેમ, ‘પ્રભુ યહોવા જીવંત છે, ’ એવા મારા નામના સમ ખાતાં પડોશીઓ શીખશે, અને મારા લોકોના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકોની વચમાં સ્થિર થઈને વસશે.


સ્ત્રીઓ પરણો, દીકરાદીકરીઓને જન્મ આપો. તમારા દીકરાઓનાં લગ્ન કરાવો ને તમારી દીકરીઓને પરણાવો, જેથી તેઓને દીકરાદીકરીઓ થાય. અને ત્યાં તમે વધો, ઓછા ન થાઓ.


અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, યહોવા જીવે છે એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ મારામાં પોતાને આશીર્વાદિત ગણશે, તથા મારામાં અભિમાન કરશે.”


અને તમે મારે નામે જૂઠા સોગન ન ખાઓ, ને તારા ઈશ્વરનું નામ ન વટાળ; હું યહોવા છું.


અને ઘરની આગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરનારાઓને; અને યહોવાની આગળ સોગંદ ખાનારા છતાં માલ્કામને [નામે] પણ સોગંદ ખાય છે તેવા ભક્તોને;


ત્યારે યાજક તે સ્‍ત્રીને શાપયુક્ત પ્રતિજ્ઞા લેવડાવે, ને યાજક સ્‍ત્રીને કહે, તો તારી જાંઘો સડાવી નાખીને તથા તારું પેટ સુજાવીને યહોવા તને તારા લોકમાં શાપરૂપ તથા સોગનરૂપ કરે.


સ્‍ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી તે બંધાયેલી છે. પણ જો તેનો પતિ મરી ગયો હોય, તો જેને તે ઇચ્છે તેને પરણવાની તેને છૂટ છે, પણ કેવળ પ્રભુમાં.


તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખ, તેમની જ સેવા તું કર, અને તેમને જ તું વળગી રહે, ને તેમને જ નામે તું પ્રતિજ્ઞા લે.


યહોવા તારા ઈશ્વરનો ડર રાખ. અને તેમની જ સેવા કર, ને તેમના નામમાં પ્રતિજ્ઞા લે.


માણસો, પોતાના કરતાં જેઓ શ્રેષ્ઠ હોય તેના સમ ખાય છે; અને સોગનથી તેઓની સર્વ તકરારોનો અંત આવે છે.


માટે હવે હું તમને વિનંતી કરું છું કે, મારી આગળ યહોવાને નામે પ્રતિજ્ઞા કરો કે, મેં તમારા પર દયા કરી છે માટે તમે પણ મારા પિતાના ઘર ઉપર દયા કરીને મને ખરું ચિહ્ન આપશો.


ત્યારે તેનાં માતાપિતાએ તેને કહ્યું, “તારા ભાઈઓની દીકરીઓમાં અથવા મારા સર્વ લોકોમાં શું કોઈ સ્‍ત્રી નથી કે, તું બેસુન્‍નત પલિસ્તીઓમાં સ્‍ત્રી લેવા જાય છે?” સામસૂને પોતાના પિતાને કહ્યું, “મારા માટે તેને લાવો કેમ કે તે મને બહુ ગમે છે.”


અને દાઉદ પરના પોતના પ્રેમની ખાતર યોનાથાને તેને ફરીથી સમ ખવડાવ્યા, કેમ કે તે તેના પર પ્રાણસમાન પ્રેમ રાખતો હતો.


દાઉદે તેને કહ્યું, “તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” તેણે કહ્યું, “જો તમે ઈશ્વરના સોગન ખાવ કે તમે મને મારી નહિ નાખો, અથવા મારા ધણીના હાથમાં મને સોંપી નહિ દો, તો હું તમને તે ટુકડી પાસે લઈ જાઉં.”


Lean sinn:

Sanasan


Sanasan