Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 24:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તેણે કહ્યું, “હે યહોવા, મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર, હું તમારી વિનંતી કરું છું કે, આજે મારું કામ સફળ કરો, ને મારા ધણી ઇબ્રાહિમ પર દયા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 પછી તેણે કહ્યું, “હે પ્રભુ, મારા માલિક અબ્રાહામના ઈશ્વર, મારું કાર્ય સફળ કરો, અને મારા માલિક અબ્રાહામ ઉપર કૃપા કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, આજે મારું કામ સફળ કરો. મારા માલિક ઇબ્રાહિમ પર દયા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 નોકરે કહ્યું, “હે યહોવા, તું માંરા ધણી ઇબ્રાહિમનો દેવ છે. આજે તું માંરા ધણીના પુત્ર માંટે એક વહુ મેળવી આપ. કૃપા કરીને માંરા ધણી ઇબ્રાહિમ પર દયા કર.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 24:12
29 Iomraidhean Croise  

એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”


અને તે માણસે તેને તાકીને જોઈ; અને યહોવાએ મારી મુસાફરી સફળ કરી છે કે નહિ, એ જાણવાને તે છાનો રહ્યો.


અને તેણે કહ્યું, “મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, જેમણે અમારા ધણી પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમને ધન્ય હોજો; યહોવા મારા ધણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યા છે.”


અને આજે હું ઝરાની પાસે આવ્યો ને બોલ્યો, ‘મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, મારો માર્ગ જેમાં હું ચાલું છું, તે જો તમે સફળ કરનાર હોય;


અને મેં માથું નમાવીને યહોવાનું ભજન કર્યું; અને મારા ઘણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા જે તેના દિકરા માટે મારા ધણીના ભાઈની દીકરી લેવાને મને સીધે માર્ગે દોરી લાવ્યા હતા તેમની મેં સ્તુતિ કરી.


અને તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું; બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, ને મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ, ને તારાં સંતાન વધારીશ.”


અને તે તારા પિતાની આગળ મૂકજે કે, તે ખાઈને પોતાના મરણ અગાઉ તને આશીર્વાદ આપે.”


અને ઇસહાકે પોતાના દિકરાને કહ્યું, “મારા દિકરા, આટલામાં તને કેવી રીતે મળ્યું?” અને તેણે કહ્યું, “યહોવા તમારા ઈશ્વરે મને લાવી આપ્યું.”


અને જુઓ, તેના ઉપર યહોવા ઊભા રહ્યા હતા, ને તે બોલ્યા, “હું યહોવા તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારાં સંતાનને આપીશ.


જો મારા પિતાના ઈશ્વર, ઇબ્રાહિમના ઈશ્વર તથા ઇસહાક જેના ભયમાં ચાલતા હતા, તે મારી સાથે ન હોત, તો ખચીત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે મારું દુ:ખ તથા મારા હાથની મહેનત જોયાં છે, ને ગઈ રાત્રે તને વાર્યો છે.”


જે સર્વ સત્યતા તમે તમારા દાસ તરફ દેખાડી છે તેને હું લાયક જ નથી; કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યર્દન નદી પાર ઊતર્યો હતો. અને હવે મારે બે ટોળાં થયાં છે.


અને યાકૂબે કહ્યું, “ઓ યહોવા, મારા પિતા ઇબ્રાહિમના ઈશ્વર તથા મારા પિતા ઇસહાકના ઈશ્વર, તમે મને કહ્યું હતું કે તું તારે દેશ તથા તારા સગાંની પાસે પાછો જા, ને હું તારું ભલું કરીશ.


અને સર્વસમર્થ ઈશ્વર તે માણસની દષ્ટિમાં તમને કૃપા પમાડો કે, તે તમારી સાથે તમારા બીજા ભાઈને તથા બિન્યામીનને મોકલી આપે. જો હું નિ:સંતાન થાઉં તો થાઉં.”


[સાંજનું] અર્પણ ચઢાવવાના સમયે એમ થયું કે એલિયા પ્રબોધક [વેદીની] પાસે આવ્યો, ને બોલ્યો, “હે ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમે જ ઈઝરાયલમાં ઈશ્વર છો, ને હું તમારો સેવક છું, ને મેં તમારા કહેવાથી આ બધું કર્યું છે, એમ આજે જણાવવા દો.


અને એલિયાનો ઝભ્ભો જે એની પાસેથી પડ્યો તે લઈને એલિશાએ પાણી પર અફાળીને કહ્યું, “એલિયાનો ઈશ્વર યહોવા ક્યાં છે?”અને જ્યારે એણે પણ પાણી પર માર્યું, ત્યારે પાણીના આમતેમ બે ભાગ થઈ ગયા. એટલે એલિશા પેલી પાર ગયો.


એ પ્રભુ, આ તમારા સેવકની પ્રાર્થના તથા તમારા જે સોવકો તમારાથી ડરે છે, અને તમારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળો. આજે કૃપા કરીને તમારા સેવકને તમે આબાદાની આપો, ને આ માણસની મારા પર કૃપાર્દષ્ટિ થાય એમ તમે કરો. (હું તો રાજાનો પાત્રવાહક હતો.)


રાજાએ મને પૂછ્યું, “તારી અરજ શી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.


હે યહોવા, તમે હવે દયા કરીને તારણ આપો; હે યહોવા, હવે તમે દયા કરીને ક્ષેમકુશળ રાખજો.


યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; તારા પર પ્રેમ રાખનારાં ક્ષેમકુશળ રહો.


જો યહોવા ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે; જો યહોવા નગરનું રક્ષણ ન કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે.


તારા માર્ગો યહોવાને સોંપ; તેમના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે.


અને ઈશ્વરે મૂસાને એમ પણ કહ્યું, “ઇઝરાયલીઓને કહે, ‘તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ, એટલે ઇબ્રાહિમના ઈશ્વરે તથા ઇસહાકના ઈશ્વરે તથા યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદા એ જ છે, ને મારી યાદગીરી વંશપરંપરા એ જ છે.’


વળી તેણે કહ્યું, “હું તારા પિતાનો ઈશ્વર, ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું” અને મૂસાએ પોતાનું મુખ સંતાડયું; કેમ કે ઈશ્વરની તરફ જોતાં તે બીધો.


તારા સર્વ માર્ગોમાં પ્રભુ [નો અધિકાર] સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.


કે, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું?’ તે મૂએલાંઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો છે.”


કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.


Lean sinn:

Sanasan


Sanasan