Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 23:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને સારા કનાન દેશના કિર્યાથ-અર્બા (એટલે હેબ્રોન)માં મરી ગઈ; અને ઇબ્રાહિમ સારાને માટે શોક કરવાને તથા તેને માટે રડવાને આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 સારા કનાન દેશમાં આવેલા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં અવસાન પામી અને અબ્રાહામ સારા માટે શોક કરવા તથા રુદન કરવા આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે કનાન દેશના હેબ્રોનમાં આવેલા કિર્યાથ-આર્બામાં મરણ પામી. ઇબ્રાહિમે સારાને માટે શોક પાળ્યો અને રુદન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 સારાનું મૃત્યુ કનાન ભૂમિમાં આવેલા કિર્યાથ-આર્બા (હેબ્રોન)માં થયું. ઇબ્રાહિમ બહુ જ દુ:ખી હતો અને તે તેણીના મૃત્યુ પર ખૂબ રડયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 23:2
36 Iomraidhean Croise  

ત્યારે ઇબ્રામ પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે તેઓ નીચે આવીને રહ્યો, ને ત્યાં યહોવાને નામે તેણે એક વેદી બાંધી.


અને સારાનું આયુષ્ય એક સો સત્તાવીસ વર્ષનું હતું. સારાના આયુષ્યનાં વર્ષ એટલાં જ હતાં.


અને તે પછી ઇબ્રાહિમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાના ખેતરની ગુફામાં પોતાની પત્ની સારાને દાટી.


અને ઇસહાકને તેને પોતાની મા સારાના તંબુમાં લાવ્યો, ને તેણે‍રિબકાને લીધી, ને તે તેની પત્ની થઈ. અને તેણે તેના પર પ્રેમ કર્યો; અને ઇસચહાક પોતાની માના મરણ પછી દિલાસો પામ્યો.


અને યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તે આશીર્વાદને કારણે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. અને એસાવે મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસ પાસે છે; ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાંખીશ.”


અને મામેર, એટલે કિર્યાથ-આર્બા, જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહિમે તથા ઇસહાકે વાસો કર્યો હતો, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો.


અને યાકૂબે તેને કહ્યું, “જાલ; ને તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો. અને મારી પાસે ખબર લઈ આવ.” અને તેણે તેને હેબ્રોનના મેદાનમાંથી મોકલી દીધો, ને તે શખેમ આવ્યો.


અને યૂસફ તેના પિતાના મુખ પર પડીને રડયો, ને તેને ચૂમ્યો.


અને યર્દન પાર આટાદની ખળી છે ત્યાં તેઓ આવી પહોંચ્યાં, ને ત્યાં તેઓએ મોટા ને ભારે વિલાપથી રુદન કર્યું; અને યૂસફે તેના પિતાને માટે સાત દિવસ શોક કર્યો.


તેઓએ શાઉલને માટે, તેના દિકરા યોનાથાનને માટે, યહોવાના લોકને માટે, તથા ઇઝરાયલના માણસોને માટે શોક તથા વિલાપ કર્યો, ને સાંજ સુધી ઉપવાસ કર્યો. કેમ કે તેઓ તરવારથી માર્યા ગયા હતા.


અને શાઉલ તથા તેના દિકરા યોનાથાનને માટે દાઉદે નીચે પ્રમાણે વિલાપ કર્યો.


યહૂદાનું કુળ પર હેબ્રોનમાં દાઉદ રાજા તરીકે રહ્યો તે સમય સાત વર્ષ ને છ માસ સુધીનો હતો.


તેથી ઇઝરાયલના સર્વ વડીલો રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. અને દાઉદ રાજાએ તેઓની સાથે યહોવાની આગળ હેબ્રોનમાં કોલકરાર કર્યાં; અને તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો.


હેબ્રોનમાં તેણે યહૂદિયા પર સાત વર્ષ ને છ માસ રાજ કર્યું; અને યરુશાલેમમાં તેણે સર્વ ઇઝરાયલ તથા યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.


હારુનના પુત્રોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્ના તેનાં પાદરો સહિત, યાત્તીર તથા એશ્તમોઆ તેમનાં પાદરો સહિત;


યર્મિયાએ યોશિયાને માટે વિલાપનું કાવ્ય ગાતાં આવ્યાં છે, કેમ કે ઇઝરાયલમાં એમ કરવાનો નિયમ થયેલો છે, વિલાપ [ના પુસ્તક] માં તે લખેલાં છે.


ખેતરોવાળાં ગામો વિષે યહૂદાના પુત્રોમાંના કેટલાએક કિર્યાથ-આર્બામાં તથા તેના કસબાઓમાં, દિબોનમાં તથા તેના કસબાઓમાં, યાકાબ્સેલમાં તથા તેના કસબાઓમાં રહ્યા.


મૂએલાને માટે ન રડો, તેને માટે શોક ન કરો; પણ જે [સ્વદેશમાંથી] જાય છે તેને માટે બહુ રડો; કેમ કે તે પાછો આવશે નહિ, ને પોતાની જન્મભૂમિને ફરી જોવા પામશે નહિ.


તે માટે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમ વિષે યહોવા કહે છે, “તેને માટે, ‘ઓ મારા ભાઈ!’ અથવા ‘ઓ [મારી] બહેન!’ એવું બોલીને લોક રડાપીટ કરશે નહિ. અને ‘ઓ [મારા] સ્વામી!’ અથવા, ‘અરે તેની કેવી જાહોજલાલી!’ એવું બોલીને તેઓ તેને માટે રડાપીટ કરશે નહિ.


અને તેઓ નેગેબ થઈને ગયા ને હેબ્રોન પાસે પહોંચ્યા. ત્યાં અનાકપુત્રો અહીમાન, શેશાઈ તથા તાલ્માઈ હતા (હેબ્રોન તો મિસરમાંના સોઆનથી સાત વર્ષ અગાઉ બાંધેલું હતું.)


અને સમગ્ર પ્રજાએ જોયું કે હારુન મરી ગયો, ત્યારે તેઓએ એટલે ઇઝરાયલના આખા ઘરનાંએ, હારુનને લીધે ત્રીસ દિવસ સુધી શોક પાળ્યો.


ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા અને તેને દિલાસો આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર આગળ વિલાપ કરવાને જાય છે, એવું ધારીને તેઓ તેની પાછળ ગયા.


ધાર્મિક પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને માટે ઘણો વિલાપ કર્યો.


અને ઇઝરાયલી લોકોએ મોઆબના નીચાણમાં ત્રીસ દિવસ સુધી મૂસાને માટે શોક પાળ્યો. એમ મૂસાને માટેના રુદનના તથા શોકના દિવસો પૂરા થયા,


અને તેણે તેને ને તેના રાજાને ને તેનાં સર્વ નગરોને કબજે કર્યા. અને તેઓએ તેઓને તરવારથી માર્યા, ને તેમાંનાં સર્વ પ્રાણીઓનો પૂરો નાશ કર્યો. તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ, જેમ હેબ્રોનને તેણે કર્યું હતું, વળી જેમ તેણે લિબ્નાને ને તેના રાજાને કર્યું હતું, તેમ તેણે દબીરને ને તેના રાજાને કર્યું.


અને યહોશુઆને [આપેલી] યહોવાની આજ્ઞાપ્રમાણે, યહૂદાપુત્રોમાં યફૂન્‍નેના દીકરા કાલેબને તેણે એક ભાગ આપ્યો, એટલે કિર્યાથ-આર્બા (જે હેબ્રોન છે તે) આપ્યું. [આર્બા તો] અનાકનો પિતા [હતો].


તથા હુમ્ટા તથા કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન) તથા સીઓર; નવ નગરો તેઓનાં ગામો સહિત.


અને તેઓએ ગાલીલમાં નફતાલીના પહાડી પ્રદેશમાંનું કેદેશ, ને એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું શખેમ, ને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ આર્બા (એટલે હેબ્રોન), એમને અલગ કર્યાં.


અને તેઓએ તેઓને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ-આર્બા, એટલે અનાકના પિતા [નું નગર] (એટલે હેબ્રોન), તથા તેની ચારેતરફનાં ગૌચર આપ્યાં.


અને યહૂદા હેબ્રોનવાસી કનાનીઓની સામે ગયો.(પૂર્વે હેબ્રોનનું નામ તેઓ કિર્યાથ-આર્બા હતું.) અને તેઓએ શેશાયનો, અહીમાનનો તથા તાલ્માઈનો સંહાર કર્યો.


કેમ કે જ્યાં સુધી યિશાઈનો દીકરો ધરતી પર જીવે છે ત્યાં સુધી યિશાઈનો દીકરો ધરતી પર જીવે છે ત્યાં સુધી તું તથા તારું રાજ્ય સ્થાપિત થનાર નથી. માટે હવે માણસને મોકલીને તેને મારી પાસે તેડી મંગાવ, કેમ કે તેને મરવાનું તો છે જ.”


શમુએલ મરણ પામ્યો; અને સર્વ ઇઝરાયલે એકત્ર થઈને તેને માટે શોક કર્યો, ને તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના રાનમાં ગયો.


હવે શમુએલ મરણ પામ્યો હતો, ને સર્વ ઇઝરાયલે તેને માટે શોક કરીને તેને રામામાં, એટલે તેના પોતાના નગરમાં દાટ્યો હતો. શાઉલે ભૂવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan