ઉત્પત્તિ 23:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 “મારા સાહેબ, એમ નહિ, મારું સાંભળો; ખેતર હું તમને આપું છું, મારા લોકના દિકરાઓના દેખતાં તે હું તમને આપું છું. તમારી મૃત પત્નીને દાટજો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તેણે નગરના પ્રવેશદ્વારે એકઠા મળેલા આગેવાનોના સાંભળતા કહ્યું, “ના સાહેબ, મારી વાત સાંભળો. હું તમને એ ખેતર અને તેમાં આવેલી ગુફા એ બન્ને આપી દઉં છું. હું તમને એ તમારા લોકોની સાક્ષીમાં આપી દઉં છું; તેમાં તમે તમારી મૃત પત્નીને દફનાવો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 “એવું નહિ, મારા માલિક. મારું સાંભળ. હું ખેતર અને તેમાં ગુફા છે તે પણ તને હું આપું છું. મારા લોકોના દીકરાઓના દેખતાં તે હું તને તારી મૃત પત્નીને દફનાવવા માટે આપું છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ11 “ના, શ્રીમાંન, માંરી વાત સાંભળો. હું તમને એ ખેતર અને તેમાં આવેલી ગુફા બંને આપી દઉં છું. માંરા લોકોની સાક્ષીએ હું તમને તે આપી દઉં છું. તમે તેમાં તમાંરી પત્નીને દફનાવો.” Faic an caibideil |
અને મને એવો વિચાર આવ્યો કે, એ વાત તને જાહેર કરવી, અને જે અહીં બેઠેલા છે તેઓની આગળ તથા મારા લોકના વડીલોની આગળ તું તે ખરીદ કર, એમ તને કહેવું. જો તે છોડાવવાની તારી મરજી હોય તો છોડાવ; પણ જો તે છોડાવવાની તારી મરજી હોય તો છોડાવ; પણ જો તે છોડાવવાની તારી મરજી ન હોય તો મને તેમ કહે કે મને સૂઝ પડે; કેમ કે તેને છોડાવવાને તારા વગર બીજો કોઈ નથી; અને તારા પછી હું છું.” ત્યારે તેણે કહ્યું, “હું તેને છોડાવીશ.”