Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 22:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને ઇબ્રાહિમે પોતાના જુવાનોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, ને હું તથા છોકરો પેલે ઠેકાણે જઈએ; અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પછી તેણે પોતાના નોકરોને કહ્યું, “તમે અહીં ગધેડાની સાથે રહો. હું અને છોકરો ત્યાં જઈએ છીએ. ભજન કર્યા પછી અમે તમારી પાસે પાછા આવીશું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ઇબ્રાહિમે તેના જુવાનોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, હું તથા ઇસહાક ત્યાં ઉપર જઈશું. અમે અર્પણ કરીને તમારી પાસે પાછા આવીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પછી ઇબ્રાહિમે પોતાના નોકરોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, હું માંરા પુત્રને તે જગ્યાએ લઈ જઈશ અને ઉપાસના વિધી કરીશ, પછી અમે પાછા આવીશું.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 22:5
6 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમ પોતાના જુવાનો પાસે પાછો આવ્યો, ને તેઓ ઊઠીને બેર-શેબા સુધી સાથે આવ્યા; અને ઇબ્રાહિમ બેર-શેબામાં રહ્યો.


ત્યારે ત્રીજે દિવસે ઇબ્રાહિમે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી તે જગા જોઈ.


અને ઇબ્રાહિમે દહનીયાર્પણનાં લાકડાં પોતાના દિકરા ઇસહાક પર મૂક્યાં; અને તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધા; અને તેઓ બન્‍ને સાથે ગયા.


અને તેણે વડીલોને કહ્યું, “અમે તમારી પાસે પાછા આવીએ, ત્યાં સુધી અહીં રહીને અમારી રાહ જોજો. અને જુઓ, હારુન તથા હૂર તમારી સાથે છે; જે કોઈને કંઇ તકરાર હોય, તે તેમની પાસે જાય.”


કેમ કે મૂએલાંઓને પણ ઉઠાડવાને ઈશ્વર સમર્થ છે, એમ તે માનતો હતો. અને પુનરુત્થાનના દ્દષ્ટાંત પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો.


તો આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક [જાતનો] બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.


Lean sinn:

Sanasan


Sanasan