Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 22:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે ત્રીજે દિવસે ઇબ્રાહિમે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી તે જગા જોઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ત્રીજે દિવસે અબ્રાહામે નજર ઉઠાવીને દૂરથી તે સ્થળ જોયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્રીજા દિવસે ઇબ્રાહિમે દૂરથી તે જગ્યાને નિહાળી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્રણ દિવસના પ્રવાસ પછી ઇબ્રાહિમે ઉપર જોયું અને જે જગ્યાએ એ જતાં હતા તે જગ્યા દૂર નજરે પડી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 22:4
19 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમ મોટી સવારે ઊઠયો, ને ગધેડા પર જીન બાંધ્યું, ને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દિકરા ઇસહાકને પોતાની સાથે લીધા; અને તેણે દહનીયાર્પણને માટે લાકડાં‍ ચીર્યાં, ને તે ઊઠયો, ને ઈશ્વરે તેને જે જગા બતાવી હતી ત્યાં ગયો.


અને ઇબ્રાહિમે પોતાના જુવાનોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, ને હું તથા છોકરો પેલે ઠેકાણે જઈએ; અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું.”


“તું પાછો જઈને મારા લોકના અધિકારી હિઝકિયાને કહે કે, ’તારા પિતા દાઉદના ઈશ્વર યહોવા એમ કહે છે કે, મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારાં આંસુ મેં જોયા છે. જો, હું તને સાજો કરીશ. અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચઢી જશે.


ત્રીજે દિવસે એસ્તેર રાજપોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં, રજાના નિવાસસ્થાનની સામે ઊભી રહી. રાજા રાજમહેલમાં બારણાની સામે, પોતાના રાજ્યાસન પર બિરાજેલો હતો.


અને મૂસાએ ઇઝરાયલી લોકોને સૂફ સમુદ્રથી આગળ ચલાવ્યા, અને તેઓ નીકળીને શૂર અરણ્યમાં ગયા. અને તેઓ ત્રણ દિવસ અરણ્યમાં ચાલ્યા, પણ તેમને કંઈ પાણી મળ્યું નહિ.


ને ત્રીજા દિવસને માટે તૈયાર થાય; કેમ કે ત્રીજે દિવસે યહોવા સર્વ લોકોના જોતાં સિનાઇ પર્વત ઉપર ઊતરશે.


અને તેણે લોકોને કહ્યું, “તમે ત્રીજા દિવસને માટે તૈયાર થાઓ; સ્‍ત્રીની નજીક જતા મા.”


અને તેઓએ કહ્યું, “હિબ્રુઓના ઈશ્વરનો અમને મેળાપ થયો છે. અમારા ઈશ્વર યહોવાને માટે યજ્ઞ કરવા માટે ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં અમને જવા દો. રખેને તે મરકી કે તરવારરૂપે અમારા ઉપર આવી પડે.”


બે દિવસ પછી તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે, ને આપણે તેમની આગળ જીવીશું.


પણ તે યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાંખવું.


અને તેઓએ યહોવાના પર્વતથી ત્રણ દિવસનો માર્ગ કાપ્યો. અને એ ત્રણ દિવસમાં યહોવાનો કરારકોશ તેઓને માટે વિશ્રામસ્થાન શોધવા માટે તેઓની આગળ ચાલ્યો.


તે [શુદ્ધિના પાણી] થી તે ત્રીજે દિવસે પોતાનું શુદ્ધિકરણ કરે, ને સાતમે દિવસે તે શુદ્ધ થશે. અને જો ત્રીજે દિવસે તે પોતાનું શુદ્ધિકરણ ન કરે, તો સામે દિવસે તે શુદ્ધ થશે નહિ.


અને પેલો શુદ્ધ માણસ તે અશુદ્ધ માણસ પર ત્રીજે દિવસે તથા સાતમે દિવસે તે છાંટે; અને સાતમે દિવસે તે તેનું શુદ્ધિકરણ કરે; અને તે પોતાનાં વસ્‍ત્રો ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે, ને સાંજે તે શુદ્ધ થશે.


અને તમે સાત દિવસ સુધી છાવણી બહાર રહો; તમારામાંના જે કોઈએ કોઈ માણસને મારી નાંખ્યું હોય, ને જે કોઈએ મારી નંખાયેલાનો સ્પર્શ કર્યો હોય, તે ત્રીજે દિવસે તથા સાતમે દિવસે પોતાને તથા પોતાના બંદીવાનોને શુદ્ધ કરે.


અને તેઓ તેને મારી નાંખશે, ને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.” ને ‍ત્યારે તેઓ બહુ ખિન્‍ન થયા.


તેઓને તેમણે કહ્યું, “તમે જઈને તે લોંકડાને કહો, જુઓ, આજકાલ, હું દુષ્ટાત્માઓને કાઢું છું, અને રોગ મટાડું છું. ને ત્રીજે દિવસે હું સંપૂર્ણ કરાઈશ.


અને ધર્મ શાસ્‍ત્ર પ્રમાણે તેમને દાટવામાં આવ્યા, અને ત્રીજે દિવસે તેમનું ઉત્થાન થયું.


“તમે છાવણીમાં ફરો, અને લોકોને એવી આજ્ઞા આપો; ‘તમે તમારે માટે સીધાં તૈયાર કરો; કેમ કે જે દેશ તમારા ઈશ્વર યહોવા તમને વતન તરીકે આપે છે, તે પ્રાપ્ત કરવાને તમારે ત્રણ દિવસની અંદર આ યર્દન ઊતરીને ત્યાં જવાનું છે.”


પછી દાઉદ સામેની બાજુએ જઈને પર્વતના શિખર પર દૂર ઊભો રહ્યો. તેઓની વચમાં ઘણું અંતર હતું.


Lean sinn:

Sanasan


Sanasan