Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 22:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તે જગાનું નામ ઇબ્રાહિમે યહોવા યિરેહ પાડયું; જેમ આજ સુધી કહેવાય છે તેમ કે, યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 અબ્રાહામે તે સ્થળનું નામ યાહવે-યિરેહ (પ્રભુ પૂરું પાડે છે) પાડયું. આજ સુધી લોકોમાં કહેવાય છે કે પ્રભુના પહાડ પર પૂરું પાડવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી તેણે દહનીયાર્પણની એ જગ્યાનું નામ “યહોવાહ-યિરેહ “પાડ્યું.” તે આજ સુધી એ નામે ઓળખાય છે તેનો અર્થ એ છે કે, “ઈશ્વરના પર્વત પર ઈશ્વર પૂરું પાડે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેથી ઇબ્રાહિમે તે જગ્યાનું નામ “યહોવા-યિરેહ” પાડયું. આજે પણ લોકો કહે છે, “આ પર્વત પર યહોવાને જોઇ શકાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 22:14
19 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે આંખો ઊંચી કરીને જોયું, ને જુઓ, પાછળ એક ઘેટો ઝાડીમાં શિંગડાંએ ભરાયેલો હતો. અને ઇબ્રાહિમ જઈને તે ઘેટાને લાવ્યો, ને પોતાના દિકરાને બદલે તેનું દહનીયાર્પણ કર્યું.


અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમને બીજી વાર હાંક મારીને કહ્યું,


અને ઇબ્રાહિમે કહ્યું, “મારા દિકરા, દહનીયાર્પણને અર્થે ઈશ્વર પોતાને માટે ઘેટું મેળવશે”. અને તેઓ બન્‍ને સાથે ગયા.


અને તેણે તે જગાનું નામ બેથેલ પાડયું! પણ પહેલાં તે નગરનું નામ લૂઝ હતું.


અને યાકૂબે તે જગાનું નામ પનીએલ પાડયું; કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મોઢેમોઢ દીઠા છે, તોપણ મારો જીવ બચ્ચો છે.”


પછી તેની પાસે યહોવાની એવી વાણી આવી,


અને મૂસાએ એક વેદી બંધાવી, ને તેનું નામ યહોવા-નિસ્સી પાડયું.


તેની ચોતરફનું [માપ] અઢાર હજાર [દંડ] થાય; અને તે દિવસથી તે નગરનું નામ ‘યહોવા-શામ્મા, ’ એટલે ‘યહોવા ત્યાં છે’ એવું પડશે.”


હે સિયોનની પુત્રી, પ્રસૂતિથી પીડાતી સ્‍ત્રીની જેમ તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર; કેમ કે હવે તું નગરમાંથી નીકળી જશે, ને સીમમાં રહેશે, ને બાબિલમાં પણ જશે. ત્યાં તને છોડાવવામાં આવશે. ત્યાં યહોવા તને તારા શત્રુઓના હાથમાંથી છોડાવશે.


શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.


કેમ કે યહોવા પોતાના લોકનો ઇનસાફ કરશે, અને જ્યારે તે જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને બંદીવાન કે છૂટો એવો કોઈ બાકી રહ્યો નથી, ત્યારે તેના સેવકોને માટે તે ખેદિત થશે.


બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.


ત્યારે ત્યાં ગિદિયોને યહોવાને માટે વેદી બાંધી, ને તેનું નામ યહોવા-શાલોમ પાડ્યું. તે આજ સુધી અબીએઝેરીઓના ઓફ્રામાં છે.


તેથી હવે તારા ધણીના જે ચાકરો તારી સાથે આવેલા છે, તેઓની સાથે તું પરોઢિયે ઊઠજે. અને પરોઢિયે ઊઠ્યા પછી સૂર્યોદય થયે તમે વિદાય થજો.”


ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો, ને તેનું નામ એબેન-એઝેર પાડીને કહ્યું, “અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan