Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 21:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું, ને ત્યાં યહોવા સનાતન ઈશ્વરને નામે પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 અબ્રાહામે બેરશેબામાં પ્રાંસનું વૃક્ષ રોપ્યું અને ત્યાં સાર્વકાલિક ઈશ્વર યાહવેને નામે ભજન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 ઇબ્રાહિમે બેરશેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું. ત્યાં તેણે સનાતન પ્રભુ ઈશ્વરની સ્તુતિ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ ઝાડ રોપ્યું અને ત્યાં ઇબ્રાહિમે યહોવા જે સનાતન દેવ છે તેની પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 21:33
22 Iomraidhean Croise  

અને ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વબાજુએ જે પર્વત છે ત્યાં તે ગયો. અને તેણે ત્યાં તંબુ માર્યો, ત્યાંથી પશ્વિમે બેથેલ તથા પૂર્વે આય હતું. અને ત્યાં તેણે યહોવાને માટે વેદી બાંધી, ને યહોવાને નામે પ્રાર્થના કરી.


એમ તેઓએ બેર-શેબામાં કરાર કર્યો; ત્યારે અબીમેલેખ ને તેનો સેનાપતિ ફીકોલ ઊઠીને પલસ્તીઓના દેશમાં પાછા ગયા.


અને તે ત્યાંથી બેર-શેબા ગયો.


અને તેણે ત્યાં વેદી બાંધી, ને યહોવાને નામે પ્રાર્થના કરી, ને ત્યાં પોતાનો તંબુ માર્યો; અને ત્યાં ઇસહાકના દાસોએ એક કૂવો ખોદ્યો.


અને તેણે તેને શિબા નામ આપ્યું; માટે આજ સુધી તે નગરનું નામ બેર-શેબા કહેવાય છે.


શેથને પણ દીકરો થયો; અને તેનું નામ તેણે અનોશ પાડયું; ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા.


પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી તથા જગતને રચ્યાં હતાં, તે પહેલાં, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.


તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાએલું છે; તમે અનાદિકાળથી છો.


યહોવા સદાસર્વકાળ રાજ કરશે.”


તેં શું નથી જાણ્યું? તેં શું નથી સાંભળ્યું? યહોવા તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના દિગંત સુધી ઉત્પન્ન કરનાર તે છે; તે નિર્ગત તથા નથી, ને થાકતા પણ નથી; તેમની સમજણ અતકર્ય છે.


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.


પણ યહોવા સત્ય ઈશ્વર છે; તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી કંપે છે, ને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી.


જેઓ સમરુનના પાપના સોગંદ ખાઈને કહે છે કે, ‘હે દાન, તારા દેવના સોગંદ, અને બેર-શેબાના માર્ગના સોગંદ, ’ તેઓ તો પડશે ને કદી પાછા ઊઠશે નહિ.”


હે મારા ઈશ્વર યહોવા, મારા પવિત્ર ઈશ્વર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી. હે યહોવા, તમે શિક્ષાને માટે તેને નિર્માણ કર્યો છે; અને હે [મારા] ખડક, તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે.


કેમ કે તેમના અદશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ, જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી.


તે [મર્મ] ના પ્રકટીકરણ પ્રમાણે, મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્‍ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દઢ કરવાને જે શક્તિમાન છે,


યહોવા તારા ઈશ્વરની જે વેદી તું તારે માટે બનાવે તેની પાસે તું તારે માટે કોઈ પણ વૃક્ષરૂપી અશેરા [મૂર્તિ] ન બેસાડ.


કેમ કે હું મારો હાથ આકાશની તરફ ઊંચો કરીને મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે,


સનાતન ઈશ્વર તે તારું રહેઠાણ છે, અને તારી નીચે અનંત બાહુઓ છે; અને તેમણે તારી આગળથી શત્રુને હાંકી કાઢ્યા, અને કહ્યું, કે નાશ કર.


જે સનાતન યુગોનો રાજા, અવિનાશી, અદશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.


ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજે તથા સદાકાળ એવા ને એવા જ છે.


અને ઇઝરયલી લોકોએ યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને પોતાન ઈશ્વર યહોવાને વીસરી જઈને બાલીમ તથા અશેરોથની ઉપાસના કરી.


Lean sinn:

Sanasan


Sanasan