Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 21:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એ માટે હવે અહીં મારી આગળ ઈશ્વરના સમ ખા કે, મારી સાથે, ને મારા દિકરાના દિકરા સાથે, તું દગો નહિ કરે; પણ તારા પર મેં દયા કરી છે, તે પ્રમાણે મારા પર અને જ્યાં તું રહે છે તે દેશ પર તું દયા કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 એટલે અત્યારે તું મારી સમક્ષ ઈશ્વરના સોગંદ લે કે તું મારી સાથે, મારા સંતાન સાથે તથા મારા વંશજો સાથે દગો નહિ કરે, પણ હું તારી સાથે વફાદારીપૂર્વક વર્ત્યો છું તેમ તું પણ મારી સાથે તથા જે દેશમાં તું રહે છે તેના વતનીઓ સાથે વર્તશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તે માટે હવે અહીં મારી આગળ ઈશ્વરની હજૂરમાં કહે કે, મારી સાથે, મારા દીકરા સાથે અને મારા વંશજો સાથે, તું દગો નહિ કરે. વળી તારી સાથે જ વિશ્વસનીય કરાર કર્યો છે તે પ્રમાણે મારી સાથે આ દેશ કે જેમાં તું રહે છે તેમાં વર્તજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તેટલા માંટે આ ઘડીએ તું માંરી આગળ દેવના નામે એવા સમ લે અને વચન આપ કે, તું માંરી સાથે અને માંરા બધા વંશજો સાથે ન્યાયી બનશે, અને હું જેમ તારી સાથે દયાળુ રહ્યો છું તેમ તું માંરી સાથે અને જે દેશમાં તું રહ્યો છે તેના વતનીઓ સાથે દયાળુ રહીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 21:23
19 Iomraidhean Croise  

અને અબીમેલેખે ઘેટાં તથા ઢોર, દાસો તથા દાસીઓ લઈને ઇબ્રાહિમને આપ્યાં, ને તેની પત્ની સારા પણ તેને પાછી આપી.


અને ઇબ્રાહિમે કહ્યું, “હું સમ ખાઈશ, ”


અને યહોવા જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના હું તને સોગન દૂં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની લઈશ નહિ.


અને તેઓએ કહ્યું, “અમે ખચીત જાણ્યું કે યહોવા તારી સાથે છે; અને અમે કહ્યુમ કે, “હવે આપણે એકબીજાની સાથે સમ ખાઈએ, ને આપણે કરાર કરીએ કે,


એ માટે હવે ચાલ, આપણે બન્‍ને કરાર કરીએ; અને તે મારી ને તારી વચ્ચે સાક્ષી થશે.”


ઇબ્રાહિમના ઈશ્વર તથા નાહોરના ઈશ્વર, એટલે તેઓના પિતાના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” અને યાકૂબે પોતાના પિતા ઇસહાક જેમનું ભય રાખતા હતા તેમના સમ ખાધા.


અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે, ને તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે.


અને તે બોલ્યો, “મારી આગળ સમ ખા.” અને યૂસફે તેની આગળ સમ ખાધા. અને ઇઝરાયલ પથારીના ઓસીકા પર નમ્યો.


અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, યહોવા જીવે છે એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ મારામાં પોતાને આશીર્વાદિત ગણશે, તથા મારામાં અભિમાન કરશે.”


પણ મારા જીવના સમ ખાઈને હુ ઈશ્વરને સાક્ષી રાખું છું કે, તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથ આવ્યો નથી.


યહોવા તારા ઈશ્વરનો ડર રાખ. અને તેમની જ સેવા કર, ને તેમના નામમાં પ્રતિજ્ઞા લે.


માણસો, પોતાના કરતાં જેઓ શ્રેષ્ઠ હોય તેના સમ ખાય છે; અને સોગનથી તેઓની સર્વ તકરારોનો અંત આવે છે.


માટે હવે હું તમને વિનંતી કરું છું કે, મારી આગળ યહોવાને નામે પ્રતિજ્ઞા કરો કે, મેં તમારા પર દયા કરી છે માટે તમે પણ મારા પિતાના ઘર ઉપર દયા કરીને મને ખરું ચિહ્ન આપશો.


જો મારા પિતાની મરજી તને હાનિ પહોંચાડવાની હોય, તો જો હું તને ખબર ન આપું, ને શાંતિથી ચાલ્યા જવા માટે તને વિદાય ન કરું, તો યહોવા આ યોનાથાનને એવું ને એથી પણ વધારે વિતાડો. અને જેમ યહોવા મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે હો.


અને દાઉદ પરના પોતના પ્રેમની ખાતર યોનાથાને તેને ફરીથી સમ ખવડાવ્યા, કેમ કે તે તેના પર પ્રાણસમાન પ્રેમ રાખતો હતો.


ત્યારે યોનાથાને દાઉદને કહ્યું, “શાંતિએ જા, આપણ બન્‍નેએ યહોવાને નામે સમ ખાધા છે કે, મારી તથા તારી વચ્ચે ને મારા સંતાનની તથા તારા સંતાનની વચ્ચે આપણે સદાકાળ યહોવાને રાખીશું.” પછી તે ઊઠીને વિદાય થયો; અને યોનાથાન નગરમાં ગયો.


દાઉદે તેને કહ્યું, “તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” તેણે કહ્યું, “જો તમે ઈશ્વરના સોગન ખાવ કે તમે મને મારી નહિ નાખો, અથવા મારા ધણીના હાથમાં મને સોંપી નહિ દો, તો હું તમને તે ટુકડી પાસે લઈ જાઉં.”


Lean sinn:

Sanasan


Sanasan