Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 21:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી તથા તેના દિકરાને કાઢી મૂક; કેમ કે એ દાસીનો દીકરો મારા દિકરા ઇસહાકની સાથે વારસ નહિ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેથી તેણે અબ્રાહામને કહ્યું, “આ દાસીને તથા તેના પુત્રને કાઢી મૂકો, કારણ, એ દાસીનો પુત્ર મારા પુત્ર ઇસ્હાક સાથે વારસ થઈ શકે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક: કેમ કે આ દાસીનો દીકરો મારા દીકરા ઇસહાકની સાથે વારસનો ભાગીદાર થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેથી સારાએ ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી સ્ત્રી તથા તેના પુત્રને અહીંથી કાઢી મૂકો, આપણા મૃત્યુ પછી આપણી સંપત્તિનો માંલિક ઇસહાક જ થશે. હું નથી ઈચ્છતી કે, આ દાસીનો દીકરો માંરા દીકરા ઇસહાક સાથે વારસ થાય.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 21:10
17 Iomraidhean Croise  

અને ઈશ્વરે કહ્યું, “તારી પત્ની સારા ખચીત તારે માટે દિકરાને જન્મ આપશે; અને તું તેનું નામ ઇસહાક પાડશે; અને તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે કરીશ.


પણ ઇસહાક જેને આવતા વર્ષમાં ઠરાવેલે વખતે સારા તારે માટે જન્મ આપશે, તેની સાથે હું મારો કરાર સ્થાપીશ.”


અને ઇબ્રાહિમ બોલ્યો, ખચીત આ ઠેકાણે ઈશ્વરનું ભય નથી, ને મારી પત્નીને લીધે તેઓ મને મારી નાંખશે, એવું ધારીને મેં એમ કર્યું છે.


અને ઇબ્રાહિમે હાથ લાંબો કરીને તેના દિકરાને મારવાને છરો લીધો.


અને ઇબ્રાહિમના દિકરા ઇસહાકની વંશાવાળી આ છે: ઇબ્રાહિમથી ઇસહાક થયો:


પણ ઇબ્રાહિમની ઉપપત્નીના દિકરાઓને ઇબ્રાહિમએ કેટલીક બક્ષિસો આપીને તેઓને પોતાની હયાતીમાં પોતાના દિકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.


તિરસ્કાર કરનારને દૂર કર, એટલે કજિયો સમી જશે; હા, તકરાર તથા લાંછનનો અંત આવશે.


ત્યારે રાજાએ ચાકરોને કહ્યું, “એના હાથપગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.


હવે જે દાસ છે તે હંમેશાં ઘરમાં રહેતો નથી, પણ દીકરો હંમેશાં રહે છે.


કેમ કે જો વારસો નિયમથી હોય, તો તે વચનથી નથી. પણ ઈશ્વરે વચનથી જ ઇબ્રાહિમને તે આપ્યો.


એ માટે હવેથી તું દાસ નથી, પણ પુત્ર છે; અને જો તું પુત્ર છે, તો ઈશ્વરને આશરે વારસ પણ છે.


અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વતન તમારે માટે આકાશમાં રાખી મૂકેલું છે,


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].


ગિલ્યાદની પત્નીને પેટે [પણ] દીકરા થયા. અને તેની પત્નીના દીકરા મોટા થયા ત્યારે તેઓએ યિફતાને કાઢી મૂક્યો, ને તેને કહ્યું, “અમારા પિતાના ઘરમાં તને કંઈ વતન મળશે નહિ; કેમ કે તું બીજી સ્‍ત્રીનો દીકરો છે.”


Lean sinn:

Sanasan


Sanasan