Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 21:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદષ્ટિ કરી, જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેમણે સારાને કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ પોતાના કહેવા મુજબ સારા પર કૃપાદૃષ્ટિ કરી અને પોતાના વચન પ્રમાણે સારાના હક્કમાં કર્યું;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઈશ્વરે જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદ્રષ્ટિ કરી અને ઈશ્વરે જે વચન સારાને આપ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાએ સારાને આપેલ વચન જાળવી રાખ્યું. અને યહોવાએ પોતાના વચન અનુસાર સારા પર કૃપા કરી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 21:1
23 Iomraidhean Croise  

અને હું તને તેને પેટે દીકરો આપીશ. હું ખચીત તેને આશીર્વાદ આપીશ, ને તે દેશજાતિઓની માતા થશે; અને તેનાથી દેશજાતિઓના રાજાઓ થશે.”


અને ઈશ્વરે કહ્યું, “તારી પત્ની સારા ખચીત તારે માટે દિકરાને જન્મ આપશે; અને તું તેનું નામ ઇસહાક પાડશે; અને તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે કરીશ.


પણ ઇસહાક જેને આવતા વર્ષમાં ઠરાવેલે વખતે સારા તારે માટે જન્મ આપશે, તેની સાથે હું મારો કરાર સ્થાપીશ.”


અને યહોવાએ કહ્યું, “હું ખચીત સમય આવ્યે તારી પાસે પાછો આવીશ. અને, જો, તારી પત્ની સારાને દીકરો થશે.” અને તેની પાછળ તંબુનું બારણું હતું ત્યાંથી સારાએ તે સાંભળ્યું.


યહોવાને શું કંઇ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારાને દીકરો થશે.”


અને સારાએ મારા ધણીની પત્નીએ પોતાના ઘડપણમાં મારા ધણીના પેટના દિકરાને જન્મ આપ્યો છે. અને તેની પાસે જે છે તે બધું તેમણે તેને આપ્યું છે.


અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવઅ પડયો છું; પણ ઇશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તેમણે જે દેશ સંબંધી ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે.”


પછી તે સ્ત્રીને ગર્ભ રહ્યો, ને એલિશાએ તેને કહ્યું હતું તેમ, તે સમયે વખત આવ્યો ત્યારે તેને પુત્રનો પ્રસવ થયો.


હે યહોવા, જે મહેરબાની તમે તમારા લોકો પર રાખો છો, તે મહેરબાનીથી તમે મને સંભારો; તમારું તારણ આપીને મારી મુલાકાત લો;


યહોવાના શબ્દો શુદ્ધ છે. જમીન પરની ભઠ્ઠીમાં પરખેલું રૂપું, જે સાત વાર નિર્મળ કરેલું હોય તેના જેવા [તેઓ નિર્મળ છે].


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


તું જઈને ઇઝરાયલના વડીલોએ ભેગા કરીને તેઓને કહે, યહોવા તમારા પિતૃઓના ઈશ્વર, ઇબ્રાહિમના તથા ઇસહાકના તથા યાકૂબના ઈશ્વર, તેમણે મને દર્શન દઈને કહ્યું કે, મેં નિશ્ચે તમારી ખબર લીધી છે, ને મિસરમાં તમારા ઉપર જે વીતે છે તે [મેં જોયું છે].


અને લોકોનો વિશ્વાસ બેઠો; અને જ્યારે તેઓએ સાંભળ્યું કે, યહોવાએ ઇઝરાયલી લોકોની ખબર લીધી છે, ને તેઓનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેઓએ માથાં નમાવીને ભજન કર્યું.


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.


“ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકોની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.


તેઓ તને તથા તારામાં વસતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે. અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ. કેમ કે તારી કૃપાદષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.”


પણ જે દાસીનો તે કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો, અને જે પરણેતરનો તે વચનથી [જન્મેલો].


હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં છોકરાં છીએ.


અનંતજીવન વિષેનું જે વચન, જે ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી તેમણે અનાદિકાળથી આપ્યું, તે [અનંતજીવન] ની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ [દઢ કરવાને] માટે તથા ભક્તિભાવ પ્રમાણેના જ્ઞાન [ના પ્રચાર] ને અર્થે, [હું પ્રેરિત થયેલો છું].


આથી તે પોતાની પુત્રવધૂઓની સાથે મોઆબ દેશમાંથી પાછી [પોતાના વતન] જવા માટે તૈયાર થઈ; કેમ કે તેણે મોઆબ દેશમાં સાંભળ્યું હતું કે, યહોવાએ પોતાના લોકોની ખબર લીધી છે, એટલે કે તેઓને અન્‍ન આપ્યું છે.


મોટી પરોઢે ઊઠીને તેઓએ યહોવાનું ભજન કર્યું, ને પાછાં વળીને તેઓ રામામાં પોતાને ઘેર આવ્યાં; અને એલ્કાનાએ પોતાની પત્ની હાન્‍નાનો અનુભવ કર્યો; અને યહોવાએ તેને સંભારી.


ત્યાર પછી યહોવાએ હાન્‍ના પર એવી કૃપા કરી કે, તેને ગર્ભ રહ્યો, અને તેને પેટે ત્રણ દીકરા ને બે દીકરીઓ થયાં, અને બાળક શમુએલ યહોવાની હજૂરમાં રહીને મોટો થયો.


Lean sinn:

Sanasan


Sanasan