Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 20:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 માટે હવે તું તે માણસની પત્ની તેને પાછી આપ; કેમ કે તે પ્રબોધક છે, ને તારે માટે તે પ્રાર્થના કરશે, ને તું જીવશે. પણ જો તું તેને પાછી નહિ આપે, તો તું તારા સર્વ લોક સહિત નિશ્વય મરેલો જાણજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેથી હવે તું તે માણસને તેની પત્ની પાછી સોંપી દે, કારણ, તે ઈશ્વરનો સંદેશવાહક છે. તે તારે માટે પ્રાર્થના કરશે એટલે તું જીવતો રહેશે. પણ જો તું તેને પાછી નહિ સોંપે તો સમજી લેજે કે તારું તથા તારા સર્વ લોકનું મોત નિશ્ર્વિત છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી, તે માણસની પત્નીને તું પાછી આપ. કેમ કે તે પ્રબોધક છે. તે તારા માટે પ્રાર્થના કરશે અને તું જીવશે. પણ જો તું તેને પાછી નહિ આપે, તો જાણજે કે તું તથા તારા સર્વ લોકો નિશ્ચે મરણ પામશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેથી હવે તું ઇબ્રાહિમની પત્નીને તેની પાસે પાછી મોકલ. ઇબ્રાહિમ એક પ્રબોધક છે. તે તમાંરા માંટે પ્રાર્થના કરશે અને તું જીવીશ પરંતુ જો તું સારાને પાછી નહિ આપે તો સમજી લેજે કે, તારું અને તારા બધાં જ લોકોનું એક સાથે મૃત્યુ થશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 20:7
42 Iomraidhean Croise  

અને ફારુણા સરદારોએ તેને જોઈને ફારુનની આગળ તેનાં વખાણ કર્યાં. અને તે સ્‍ત્રીને ફારુનને ઘેર લઈ જવામાં આવી.


અને યહોવા ઇબ્રામની પત્ની સારાયને લીધે ફારુન તથા તેના પરિવાર પર મોટું દુ:ખ લાવ્યા.


પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.”


કેમ કે ઇબ્રાહિમની પત્ની સારાને લીધે યહોવાએ અબીમેલેખના ઘરમાંનાં સર્વનાં ગર્ભસ્થાન બંધ કર્યાં હતાં.


પણ રાત્રે સ્વપનમાં ઈશ્વરે અબીમેલેખની પાસે આવીને કહ્યું, જો, જે સ્‍ત્રી તેં લીધી છે તેને લીધે તું પોતાને મૂએલો જ જાણજે; કેમ કે તે પરણેલી છે.”


એ માટે અબીમેલેખ મોટી સવારે ઊઠયો, ને પોતાના સર્વ દાસોને બોલાવીને એ સર્વ વાતો તેઓને તેણે કહી સંભળાવી; અને તે માણસો ઘણા બીધા.


“મારા સાહેબ, અમારું સાંભળો; અમારામાં તમે મોટા સરદાર છો; તમને પસંદ આવે ત્યાં અમારી કોઈ પણ કબરમાં તમારી મૃત પત્નીને દાટો; તમારી મૃત પત્નીને દાટવાને અમારામાંથી કોઈપણ તમારાથી પોતાની કબર પાછી નહિ રાખે.”


અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે યહોવાને કહ્યું, “જુઓ, પાપ તો મેં કર્યું છે, દુષ્ટતા પણ મેં કરી છે. પણ આ ઘેટાં, એમણે શું કર્યું છે? કૃપા કરીને તમારો હાથ મારી વિરુદ્ધ તથા મારા પિતાના કુટુંબની વિરુદ્ધ થાઓ.”


રાજાએ ઈશ્વરભક્તને ઉત્તર આપીને કહ્યું, “તારા ઈશ્વર યહોવાની કૃપા માટે આજીજી કરીને મારે માટે પ્રાર્થના કર કે, મારો હાથ ફરીથી સાજો થાય.” અને ઈશ્વરભક્તે યહોવાની આજીજી કરી, એટલે રાજાનો હાથ સાજો થઇને અગાઉના જેવો થઈ ગયો.


પણ નામાન ક્રોધાયમાન થઈને ચાલ્યો ગયો. તેણે કહ્યું, “જો, હું તો ધારતો હતો કે, નક્કી તે મારી પાસે બહાર આવશે, ને ઊભા રહીને પોતાના ઈશ્વર યહોવાને નામે વિનંતી કરશે, ને તે જગા પર પોતાનો હાથ ફેરવીને મને સાજો કરશે.


[એમ કહીને કે] “મારા અભિષિક્તોને આડશો નહિ, અને મારા પ્રબોધકોને ઉપદ્રવ કરશો નહિ.”


કેમ કે એફ્રાઈમ, મનાશ્શા, ઈસ્સાખાર તથા ઝબુલોનમાંથી ઘણા લોકો પવિત્ર થયેલા નહોતા, છતા પણ તેઓએ લેખિત આજ્ઞાથી કંઈક જુદી રીતે પાસ્ખા ખાધું. કેમ કે હિઝકિયાએ તેઓના લાભમાં પ્રાર્થના કરીને માગ્યું હતું કે,


તે સરદારોની શરમ નથી રાખતા, અને ગરીબ કરતાં ધનવાનને વધારે નથી ગણતા, તેઓ સર્વ તેમના હાથનાં કૃત્યો છે.


તેથી તમારે માટે સાત ગોધા અને સાત ઘેટા લો, અને મારા સેવક અયૂબ પાસે જઈને પોતાને માટે દહનીયાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે. તેને સ્વીકારીને હું તમારી મૂર્ખાઈ પ્રમાણે તમારી વલે નહિ કરું. મારો સેવક અયૂબ બોલ્યો છે તેમ મારે વિષે જે ખરું છે તે તમે બોલ્યા નથી.


યહોવાનો મર્મ તેમના ભક્તોની પાસે છે. તેઓને તે પોતાનો કરાર જણાવશે.


અને મૂસાના સસરાએ તેને કહ્યું, “આ તું ઠીક નથી કરતો.


અને તે તારી વતી લોકોની સાથે બોલશે; અને તે જ તને મુખરૂપ થશે, ને તું તેને માટે ઈશ્વરને ઠેકાણે થશે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો મેં તને ફારુનની આગળ ઈશ્વરને ઠેકાણે ઠરાવ્યો છે; અને તારો ભાઈ હારુન તારો પ્રબોધક થશે.


વળી યહોવાએ મને કહ્યું, “આ લોકોના હિતને અર્થે પ્રાર્થના ન કર.


પછી યહોવાએ મને કહ્યું, “જો મૂસા તથા શમુએલ મારી આગળ ઊભા રહેત, તોપણ મારું મન આ લોકોની તરફ થાત નહિ. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે.


પણ જો તેઓ [સાચા] પ્રબોધકો હોય, ને જો યહોવાનું વચન તેઓની પાસે [આવ્યું] હોય, તો યહોવાના મંદિરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરુશાલેમમાં જે પાત્રો બાકી રહેલાં છે, તેઓ બાબિલમાં ન લઈ જવાય માટે, તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાને વિનંતી કરવી.


જ્યારે હું દુષ્ટને કહું કે, તું નક્કી માર્યો જશે, ત્યારે જો તું તેને ન ચેતવે, ને દુષ્ટનો જીવ બચાવવા માટે, તેને તેના કુમાર્ગથી [ફરવાને] ચેતવણી ન આપે, તો તે દુષ્ટ માણસ તો તેની દુષ્ટતામાં મરશે; પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ.


જ્યારે હું દુષ્ટને કહું કે, હે દુષ્ટ માણસ, તું નક્કી માર્યો જશે, ને તું તે દુષ્ટ માણસને તેના દુરાચરણથી ફરવાની ચેતવણી આપવાને કંઈ બોલે નહિ, તો તે દુષ્ટ તો પોતાના પાપને લીધે માર્યો જશે, પરંતું તેના રક્તનો બદલો હું તમારી પાસેથી લઈશ.


જો તે પાપ કરીને દોષિત થયો હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય, અથવા જે વસ્તુ તેણે જુલમથી મેળવી હોય, અથવા જે અનામતી તેને સોંપાયેલી હોય, અથવા જે અનામતી તેને સોંપાયેલી હોય, અથવા જે ખોવાયેલી વસ્તુ તેને મળી હોય,


અને યાજક યહોવાની સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે જે કોઈ કૃત્યથી તે દોષિત થયો હશે તેની તેને ક્ષમા કરવામાં આવશે.”


ત્યારે સિમોને ઉત્તર આપ્યો, “તમારી કહેલી વાતોમાંની કોઈ પણ મારા પર ન આવે માટે તમે મારે માટે પ્રભુને વિનંતી કરો.”


જે [અન્ય] ભાષા બોલે છે તે પોતાની ઉન્‍નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્‍નતિ કરે છે.


પ્રાચીન કાળમાં પ્રબોધકોદ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યા,


સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.


મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેણે માગવું, એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓને માટે [ઈશ્વર] તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે વિનંતી કરતો નથી.


અને બધા લોકોએ શમુએલને કહ્યું, “ [આ] તમારા સેવકોને માટે તમારા ઈશ્વર યહોવાને વિનંતી કરો કે અમે માર્યા ન જઈએ; કેમ કે અમારાં બધાં પાપમાં અમે [આ] ભૂંડાઈનો ઉમેરો કર્યો છે, કે અમે અમારે માટે રાજા માગ્યો.”


વળી મારા વિષે [પૂછો તો] , તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ; પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ.


પછી શમુએલે કહ્યું, “સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકત્ર કરો, એટલે હું તમારે માટે યહોવાને વિનંતી કરીશ.”


અને ઇઝરાયલી લોકોએ શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર યહોવાની આગળ અમારે માટે વિનંતી કરવાનું પડતું ન મૂકો કે, તે અમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવે.”


Lean sinn:

Sanasan


Sanasan