Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 20:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ રાત્રે સ્વપનમાં ઈશ્વરે અબીમેલેખની પાસે આવીને કહ્યું, જો, જે સ્‍ત્રી તેં લીધી છે તેને લીધે તું પોતાને મૂએલો જ જાણજે; કેમ કે તે પરણેલી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પણ રાત્રે ઈશ્વરે અબિમેલેખને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “જો, તારા ઘરમાં તેં જે સ્ત્રી રાખી છે તેને લીધે તારું મોત આવી લાગ્યું છે. કારણ, તે પરણેલી સ્ત્રી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે અબીમેલેખને કહ્યું, “તું પોતાને મરણ પામેલો જાણજે, કેમ કે જે સ્ત્રીને તેં પચાવી પાડી છે, તે એક પુરુષની પત્ની છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પરંતુ એક વખત રાત્રે દેવે અબીમેલેખને સ્વપ્નમાં દર્શન આપ્યા અને વાત કરી. દેવે કહ્યું, “જો, જે સ્ત્રીને તેં ઘરમાં રાખી છે તેને કારણે તારું આવી બન્યું છે. કારણ તે પરસ્ત્રી છે. તું મરવાનો છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 20:3
22 Iomraidhean Croise  

અને યહોવા ઇબ્રામની પત્ની સારાયને લીધે ફારુન તથા તેના પરિવાર પર મોટું દુ:ખ લાવ્યા.


ત્યારે ફારુને ઇબ્રામને તેડાવીને કહ્યું, “આ તેં મને શું કર્યું? તેં મને એમ કેમ ના કહ્યું કે તે મારી પત્ની છે?


માટે હવે તું તે માણસની પત્ની તેને પાછી આપ; કેમ કે તે પ્રબોધક છે, ને તારે માટે તે પ્રાર્થના કરશે, ને તું જીવશે. પણ જો તું તેને પાછી નહિ આપે, તો તું તારા સર્વ લોક સહિત નિશ્વય મરેલો જાણજે.”


અને તેને સ્વપન આવ્યું. અને જુઓ, એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી, ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી; અને જુઓ, તેના પર ઈશ્વરના દૂત ચઢતા ને ઊતરતા હતા.


અને ઈશ્વરે રાત્રે સ્વપ્નમાં લાબાન અરામીની પાસે આવીને કહ્યું, “ખબરદાર કે, તું યાકૂબને ભલું કે ભૂંડું કંઈ ન કહે.”


અને યૂસફને સ્વપ્ન આવ્યું, ને તેણે તેના ભાઈઓને તે કહી સંભળાવ્યું; અને તેઓ તેના પર વત્તો દ્વેષ કરતા હતા.


અને ફરી તેને બીજું સ્વપ્ન આવ્યું, ને તેણે તેના ભાઈઓને તે કહ્યું ને બોલ્યો, “જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું; અને જુઓ, સૂર્ય તથા ચંદ્ર તથા અગિયાર તારા મારી આગળ નમ્યા.”


અને મિસરના રાજાનો પાત્રવાહક તથા ભઠિયારો જે જેલમાં કેદી હતા તે બન્‍ને માણસોને એક જ રાત્રે, તેમના સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં.


અને તેઓએ તેને કહ્યું, “અમને સ્વપ્ન આવ્યું હતું, ને તેનો અર્થ બતાવી શકે એવો કોઈ નથી.” અને યૂસફે તેઓને કહ્યું, “અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તે શું છે તે કૃપા કરીને મને કહો.”


રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે ઇઝરાયલ સાથે વાત કરીને કહ્યું, “યાકૂબ, યાકૂબ.” અને તેણે કહ્યું, જુઓ, હું આ રહ્યો.”


તમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; હા, તેમને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી;


જ્યારે માણસો ભર નિદ્રામાં હોય કે, બિછાના પર ઝોકાં ખાતાં હોય, અને સ્વપ્નમાં, અથવા રાતના સંદર્શનમાં પડયાં હોય,


માણસને તેના [ખોટા] વિચારથી પાછો હઠાવે, અને તેના અહંકારને દૂર કરે.


તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેમને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી!


યૂનાએ નગરમાં દાખલ થઈને એક દિવસની મુસાફરી કરી, અને પોકારીને કહ્યું, “ચાળીસ દિવસ પછી નિનવેનો નાશ થશે.”


અને ઈશ્વરે બલામની પાસે આવીને કહ્યું, “જે માણસો તારી સાથે છે તેઓ કોણ છે?”


પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “ઓ યૂસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહિ, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.


અને ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની સ્‍ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે, તે ન્યાયીને તમે કંઈ કરતા ના, કેમ કે આજે મને સ્વપ્નમાં તેમને લીધે ઘણું દુ:ખ થયું છે.”


Lean sinn:

Sanasan


Sanasan