Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 19:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તેઓએ લોતને હાંક મારીને કહ્યું, “જે માણસો આજે રાત્રે તારે ત્યાં આવ્યા છે તેઓ કયાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ કે, અમે તેઓને જાણીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેમણે લોતને હાંક મારીને કહ્યું, “આજે રાત્રે તારે ત્યાં આવેલા માણસો કયાં છે? તેમને અમારી પાસે બહાર લાવ કે જેથી અમે તેમની ઝડતી લઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓએ લોતને બોલાવ્યો અને તેને કહ્યું, “જે માણસો આજ રાત્રે તારી પાસે આવ્યા તેઓ ક્યાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ, કે અમે તેઓ પર બળાત્કાર કરીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને તેઓએ કહ્યું, “આજે રાત્રે જે બે માંણસો તારે ઘેર આવ્યા તેઓ કયાં છે? તે માંણસોને બહાર કાઢ અને અમને સુપ્રત કર. અમે એમની સાથે સંભોગ કરવા માંગીએ છીએ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 19:5
23 Iomraidhean Croise  

અને લોત બારણા આગળ તેઓની પાસે પહોંચી ગયો, ને પોતાની પાછળ બારણું બંધ કર્યું.


વળી દેશમાં સજાતીય સંબંધો ચાલતા હતા. જે બધી પ્રજાઓને યહોવાએ ઇઝરાયલ આગળથી હાંકી કાઢી હતી, તેઓનાં સર્વ ધિક્કારપાત્ર આચરણનું અનુકરણ તેઓએ કર્યું.


જે પુમૈથુનીઓ તેના પિતા આસાના દિવસોમાં બાકી રહ્યા હતા, તેઓને તેણે દેશનિકાલ કર્યા.


જો સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.


તેઓનો પક્ષપાત તેઓની વિરુદ્ધ સાક્ષી પૂરે છે! સદોમની જેમ તેઓ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. અફસોસ છે તેમને! કેમ કે તેઓએ પોતે પોતાનું ભૂંડું કર્યું છે.


તે માટે વરસાદ અટકાવવામાં આવ્યો છે, ને છેલ્લો વરસાદ પડયો નથી. પણ તને વેશ્યાનું કપાળ હતું, એટલે તેં તો છેક જ લાજ મૂકી દીધી!


તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું, માટે શું તેઓ શરમિંદા થયા નહિ, વળી શું છે તે તેઓ સમજ્યા નહિ; તેથી તેઓ પડનારાઓ ભેગા પડશે; જ્યારે હું તમને જોઈ લઈશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે, ” એમ યહોવા કહે છે.


જો, તારી બહેન સદોમનો દોષ આ હતો:એટલે અહંકાર, અન્નની પુષ્કળતા, ને જાહોજલાલીને લીધે તેનો તથા તેની દીકરીઓનો એશઆરામ, વળી તે ગરીબ તથા કંગાળને મદદ પણ કરતી નહોતી.


વળી તેઓ મગરૂર હતી, ને મારી નજર આગળ ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી. એ માટે મને યોગ્ય લાગ્યું ત્યારે મેં તેમને દૂર કરી.


સમરૂને તારાથી અર્ધા પાપ પણ નથી કર્યા, પણ તેં તેમના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે, ને જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેઓથી તેં [તારા પ્રમાણમાં] તારી બહેનોને નિર્દોષ ઠરાવી છે.


સ્‍ત્રીની પેઠે પુરુષની સાથે કુકર્મ ન કર, એ અમંગળ છે.


અને જો કોઈ પુરુષ સ્‍ત્રીની પેઠે પુરુષની સાથે વિષયભોગ કરે, તો તે બન્‍નેએ અમંગળ કૃત્ય કર્યું છે; તેઓ અવશ્ય માર્યા જાય; તેમનું લોહી તેમને માથે.


શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ,


ઇઝરાયલની દીકરીઓમાં, કોઈ દેવદાસી ન હોય, અને ઇઝરાયલ પ્રજામાં કોઈ પુંમૈથુની ન હોય.


વ્યભિચારીઓ, પુંમૈથુનીઓ, મનુષ્યહરણ કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સમ ખાનારાઓ, એવા સર્વને માટે છે.


પણ દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે.


તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે, અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે.


અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,


તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયાં છે.


તેઓ આનંદમાં હતાં એટલામાં જુઓ, શહેરના કેટલાક બલિયાલપુત્રો ઘરની આસપાસ ફરી વળીને બારણું ઠોકવા લાગ્યા. તેઓએ ઘરધણીને એટલે તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો છે તેને બહાર કાઢ કે, અમે તેની આબરૂ લઈએ.”


Lean sinn:

Sanasan


Sanasan