Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 19:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ત્યારે યહોવાએ સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ આકાશમાંથી વરસાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ત્યારે પ્રભુએ સદોમ અને ગમોરા પર આકાશમાંથી ગંધક અને આગ વરસાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી પ્રભુ ઈશ્વરે આકાશમાંથી સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ વરસાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 આ વખતે યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કરવાનો આરંભ કર્યો. તેણે આકાશમાંથી સળગતા ગંધક અને આગ વરસાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 19:24
29 Iomraidhean Croise  

ત્યારે લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે: કેમ કે યહોવાએ સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ તો યહોવાની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.


ઇબ્રામ કનાન દેશમાં રહ્યો, ને લોત તે પ્રદેશનાં નગરોમાં રહ્યો, ને સદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો ગયો.


અને યહોવાએ કહ્યું, “જે હું કરું છું તે શું ઇબ્રાહિમથી સંતાડું?


લોત સોઆરમાં પેઠો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઊગ્યો હતો.


તે હજી તો કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું, “ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાંને તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યાં છે. અને ફકત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું.”


જેઓ તેનાં નથી તેઓ તેના તંબુમાં વસશે; તેના રહેઠાણ પર ગંધક વરસશે.


તે દુષ્ટો પર ફાંદાનો વરસાદ વરસાવશે. અગ્નિ, ગંધક, અને ભયંકર લૂ, એ તેઓના પ્યાલાનો ભાગ થશે.


અને મૂસાએ પોતાની લાકડી આકાશ તરફ ઊંચી કરી. અને યહોવાએ ગર્જના તથા કરા મોકલ્યાં, અને પૃથ્વી ઉપર અગ્નિ ધસી આવ્યો; અને યહોવાએ મિસર દેશ ઉપર કરા વરસાવ્યા.


જો સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.


બાબિલ જે રાજ્યોમાં શિરોમણિ, ખાલદીઓનું ઉત્તમ સૌંદર્ય, તે સદોમ તથા ગમોરા જેઓને ઈશ્વરે પાયમાલ કરી નાખ્યાં તેઓના જેવું થશે.


કેમ કે પૂર્વકાળથી દફનસ્થાન તૈયાર કરી રાખેલું છે; હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; તેણે તેને ઊંડું તથા પહોળું કર્યું છે; એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડાં છે! યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.


જે નગરો યહોવાએ નષ્ટ કર્યાં, અને પસ્તાવો કર્યો નહિ, તેઓની જેમ તે માણસ [નષ્ટ] થાઓ; તે માણસ સવારે વિલાપ તથા મધ્યાહને રણનાદ સાંભળો!


વળી યરુશાલેમમાંના પ્રબોધકોમાં મેં અઘોર કામ જોયું છે; તેઓ વ્યભિચાર કરે છે, તથા અસત્ય માર્ગે ચાલે છે, ને દુષ્ટોના હાથને મજબૂત કરે છે, તેથી કોઈ પોતાની દુષ્ટતાથી પાછો ફરતો નથી. તેઓ સર્વ મારી નજરમાં સદોમના જેવા, અને તેના રહેવાસીઓ ગમોરાના સરખા, થઈ ગયા છે.


યહોવા કહે છે, સદોમ, ગમોરા તથા તેમની પાસેનાં નગરોનો સંહાર થયો તેમ, તેમાં કોઈ વષે નહિ, ને તેમાં કોઈ માનવ વાસો કરશે નહિ.


યહોવા કહે છે, ઈશ્વરે સદોમ, ગમોરા તથા તેઓની પાસેનાં નગરોની પાયમાલી કરી ત્યારે જેવું થયું તેવું ત્યાં થશે. એટલે ત્યાં કોઈ માણસ વસશે નહિ, અને તેમાં કોઈ પણ માણસ મુકામ કરશે નહિ.


જે સદોમ અકસ્માત નષ્ટ થયું, ને જેને કોઈએ હાથ લગાડ્યો નહોતો, તેના અન્યાય કરતાં મારા લોકોની દિકરીનો અન્યાય મોટો છે.


હે એફ્રાઈમ, હું તને શી રીતે તજી દઉ? હે ઇઝરાયલ, હું તને શી રીતે સોંપી દઉ? હું શી રીતે તારા હાલ આહ્માહના જેવા કરું? હું શી રીતે તારી સાથે સબોઈમની જેમ વર્તું? મારા મનમાં ઊથલપાથલ થાય છે, મારી કરુણાવૃત્તિઓ પ્રબળ થાય છે.


“ઈશ્વરે સદોમ તથા ગમોરાની પાયમાલી કરી, તેની જેમ મેં તમારામાંના [કેટલાક] ની પાયમાલી કરી છે, ને બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા તમે હતા. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


એથી ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવા, કહે છે, “મારા જીવના સમ, નિશ્ચે મોઆબ સદોમની જેમ તથા આમ્મોનીઓ ગમોરાની જેમ ઝાંખરાંના તથા મીઠાના અગરના તથા સદાના ઉજ્જડપણાના કબજામાં રહેશે. મારા બાકી રહેલા લોકો તેમને લૂંટી લેશે, ને મારી પ્રજાના બચેલા માણસો તેમનો વારસો લેશે.


હું તમને કહું છું કે, તે દિવસે તે શહેરના કરતાં સદોમના હાલ સહેલ થશે.”


તારા દેશ પર વરસાદને બદલે યહોવા ભૂકો તથા ધૂળ વરસાવશે. તું નાશ પામે ત્યાં સુધી આકાશથી તે તારા પર વરસ્યા કરશે.


અને તમારી પાછળ થનાર છોકરાંની આવતી પેઢી, તથા દૂર દેશથી આવનાર પરદેશી આ દેશની મરકીઓ તથા યહોવાએ તેને લાગુ પાડેલા રોગ જોશે.


વળી સદોમ તથા ગમોરા અને આદમા તથા સબોઇમ, જેઓનો સંહાર યહોવાએ પોતાના રોષથી તથા પોતાના કોપથી કર્યો, તેમના નાશની જેમ આખો દેશ ગંધક તથા ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમજ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી [તે જ્યારે જોશે] ,


અને થનાર અધર્મીઓને ઉદાહરણ આપવા માટે સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.


તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયાં છે.


તો તે પણ ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે, તેમાંથી પીશે; અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રિબાશે.


Lean sinn:

Sanasan


Sanasan