Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 19:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને યહોવાએ કહયું, “જો, આ વાત વિષે પણ મેં તારું સાભંળ્યું છે, જે નગર વિષે પણ મેં તારું સાંભળ્યું છે, જે નગર વિષે તું બોલ્યો છે તેનો નાશ હું નહિ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુએ લોતને કહ્યું, “જો મેં તારી એ વિનંતી પણ માન્ય રાખી છે. જે નગર વિષે તેં કહ્યું તેનો હું નાશ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેમણે તેને કહ્યું, “ઠીક છે, તારી આ વિનંતી હું માન્ય રાખું છું, તેં જે નગરનો ઉલ્લેખ કર્યો છે, તેનો નાશ હું નહિ કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 દેવદૂતે લોતને કહ્યું, “સારું, હું તમને એવું કરવા દઈશ, જયાં તમે જઈ રહ્યા છો એ નગરનો નાશ હું કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 19:21
16 Iomraidhean Croise  

અને હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે:


કદાચ તે નગરમાં પચાસ ન્યાયી હોય; તો શું તમે તેનો નાશ કરશો, ને તેમાંના પચાસ ન્યાયીને લીધે તે જગા નહિ બચાવો?


હવે જો, આ નગર પાસે છે, માટે ત્યાં નાસી જવાનું સહેલું છે, ને તે નાનું છે; ત્યાં મને નાસી જવા દો, (શું તે નાનું નથી?) તો મારો જીવ બચશે.”


તું ઉતાવળે ત્યાં નાસી જા; કેમ કે તારા ત્યાં પહોચ્યા સુધી હું કંઇ કરી શકતો નથી” એ માટે તે નગરનું નામ સોઆર પડ્યું.


જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું? પણ જો સારું ન કરે, તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે. અને તારી તરફ તેની ઇચ્છા થશે, ને તે પર તું ધણીપણું કરશે.”


તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે, અને તેઓની પ્રાર્થનાની અવગણના કરી નથી.


તેમના ભક્તોની ઇચ્છાને તે તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને તારશે.


ન્યાયીઓ પર યહોવાની કૃપાદષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેમના કાન [ઉઘાડા] છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “જે વાત તું બોલ્યો છે તે પ્રમાણે પણ હું કરીશ; કેમ કે તું મારી દષ્ટિમાં કૃપા પામ્યો છે, ને હું તને નામે ઓળખું છું.”


યહોવા આ લોકોને કહે છે કે, એમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે; તેઓએ પોતાના પગોને રોક્યા નથી, તેથી યહોવા તેઓનો અંગીકાર કરતા નથી; હવે તે તેઓના અપરાધનું સ્મરણ કરશે, ને તેઓનાં પાપોને લીધે તેઓને જોઈ લેશે.


જ્યાં સુધી ન્યાયીકરણને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નાખશે નહિ, ને ધૂંઆતું શણ ૫ણ તે નહિ હોલવશે.


હું તમને કહું છે કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને નહિ આપે, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને જોઈએ તેટલી [રોટલી] તેને આપશે.


તેથી તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.


પછી, તે તેને માટે જે લાવી હતી તે દાઉદે તેના હાથમાંથી લીધું, અને તેણે તેને કહ્યું “શાંતિએ તારે ઘેર જા. જો મેં તારી વિનંતી સાંભળી છે, ને તારા પંડની ખાતર મારે તે કબૂલમંજૂર છે.”


Lean sinn:

Sanasan


Sanasan