Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 19:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેણે કહ્યું, “મારા સ્વામીઓ, જુઓ, હવે કૃપા કરીને તમારા દાસને ઘેર પધારો, ને આખી રાત રહો, ને તમારા પગ ધૂઓ, ને મળસકે ઊઠીને તમારે રસ્તે પડજો.” અને તેઓએ કહ્યું, “ના; પણ અમે આખી રાત રસ્તામાં રહીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “મારા સ્વામીઓ, કૃપા કરીને તમારા સેવકને ઘેર પધારો. તમારા પગ ધૂઓ અને ત્યાં જ રાતવાસો કરો. પછી મળસ્કે ઊઠીને તમારે રસ્તે પડજો.” તેમણે કહ્યું, “ના, અમે તો નગરના ચોકમાં જ રાત ગાળીશું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે કહ્યું, “મારા પ્રભુ, કૃપા કરો, હું તમને વિનંતી કરું છું કે તમારા દાસને ઘરે આવો, રાતવાસો કરો અને મારા મહેમાન થાઓ. પછી વહેલા ઊઠીને તમારા માર્ગે જજો.” અને તેઓએ કહ્યું, “ના, અમે તો આખી રાત નગરના ચોકમાં વિતાવીશુ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેણે કહ્યું “માંરા સ્વામીઓ, કૃપા કરીને માંરે ઘેર પધારો. હું તમાંરી સેવા કરીશ. તમાંરા ચરણ ધુઓ અને રાત વિશ્રામ કરો, પછી આવતીકાલે તમાંરી યાત્રા શરૂ કરજો.” દેવદૂતોએ કહ્યું “ના, અમે રામના ચોકમાં રાત વિતાવીશું.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 19:2
15 Iomraidhean Croise  

હવે થોડું પાણી લાવવા દો, ને તમે પગ ધુઓ, ને ઝાડ નીચે આરામ લો.


પછી સદોમમાં સાંજે એ બે દૂત આવ્યા; અને લોત સદોમના દરવાજામાં બેઠો હતો; અને લોત એઓને જોઈને મળેવા ઊઠયો, ને પ્રણામ કર્યા.


અને તેણે તેઓને બહુ આગ્રહ કર્યો; ત્યારે તેઓ વળીને તેને ત્યાં ગયા ને તેના ઘરમાં પેઠા. અને તેણે તેઓને માટે ભોજન તૈયાર કર્યું, ને બેખમીર રોટલી કરી, ને તેઓએ ખાધું.


અને તેણે કહ્યું, “યહોવાથી આશીર્વાદ પામેલા, તમે ઘેર આવો. બહાર કેમ ઊભા રહ્યા છો? કેમ કે મેં ઘર તથા ઊંટોને માટે જગા તૈયાર કર્યા છે.”


અને તે માણસે યૂસફના ઘરમાં તે માણસોને લાવીને તેમને પાણી આપ્યું, ને તેઓએ પગ ધોયા, અને તેણે તેઓનાં ગધેડાંને ચારો નીર્યો.


પછી દાઉદે ઉરિયાને કહ્યું, “તારા ઘેર જઈને તારા પગ ધો.” ઉરિયા રાજાને ઘેરથી વિદાય થયો, ને રાજા તરફથી તેની પાછળ કંઈ જમણ મોકલવામાં આવ્યું.


પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો; પણ મુસાફરને માટે મારાં બારણાં હમેશાં ઉઘાડાં હતાં.


તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.


મેં મારું વસ્ત્ર કાઢયું છે; તે હું કેમ પહેરું? મેં મારા પગ ધોયા છે; ને હું તેમને કેમ મેલા કરું?


પછી તેમણે પેલી સ્‍ત્રી તરફ મોં ફેરવીને સિમોનને કહ્યું, “આ સ્‍ત્રીને તું જુએ છે? હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગ [ધોવા] ને માટે તેં મને પાણી આપ્યું નહિ; પણ એણે મારા પગ આંસુથી પલાળીને તેમને પોતાના ચોટલાથી લૂછયા છે.


ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યા.


તેનું તથા તેના ઘરનાં માણસોનું બાપ્તિસ્મા થયા પછી તેણે કાલાવાલા કરીને કહ્યું, “જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારે ઘેર આવીને રહો.” તેણે અમને [આવવાનો] ઘણો આગ્રહ કર્યો.


પરોણાગત કરવાનું ભૂલો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં દૂતોને પરોણા રાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan